________________
૨૦
જીવાજીવાભિગમ - ૧૮-૪૦ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે જે જ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ જ્ઞાન વાળા હોય છે આભિનિબોધક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, જે અજ્ઞાની હોય છે તેમાં કોઈ બે અજ્ઞાનવાળા હોય છે અને કોઈ કોઈ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. જે નારકો બે પ્રકારના અજ્ઞાનવાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. જે ત્રણ અજ્ઞાનવાળા હોય છે તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા શ્રુત અજ્ઞાનવાળા અને વિભંગ જ્ઞાનવાળા હોય છે. નાક જીવોને ત્રણ પ્રકારનો યોગ હોય છે કે-મનોયોગ, વચનયોગ અને કાયયોગ. ના૨ક જીવોને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ આ બે પ્રકારનો ઉપયોગ હોય છે. ના૨ક જીવોનો આહાર છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. પ્રાયઃ કારણનો આશ્રય કરીને તેઓ વર્ણથી કાળાવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. નારક જીવોનો ઉપપાત તિર્યંચોમાંથી અને મનુષ્યોમાંથી હોય છે. પરંતુ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા, તિર્યંચ મનુષ્યોમાંથી થતો નથી. નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની હોય છે. આ જીવો મારણાન્તિક સમુદ્દાતથી પણ મરે છે અને સમુદ્દાત કર્યા વિના પણ મરે છે. પ્રજ્ઞાપના સૂત્રના છટ્ઠાવ્યુત્ક્રાંતિ પદમાં નારકોની ઉદ્ઘતના જે રીતે કહેલ છે, એજ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. તિર્યંચ અને મનુષ્યોમાં જ નારક જીવોની ઉત્પત્તી થાય છે તથા આ નારક જીવો તિર્યંચ અને મનુષ્યોમાંથી જ આવીને જન્મ ધારણ કરે છે
[૪૧] હે ભગવન્ પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા ભેદો છો ? હે ગૌતમ ! બેસંમૂર્ચ્છિમપંચેન્દ્રિયતિર્યંયયોનિક અને ગર્ભવ્યુત્ક્રાન્તિકપંચેન્દ્રિય તિર્યંગ્યોનિક.
[૪૨] હે ભગવન્ સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવ કેટલા પ્રકારના કહેલા છે ? ત્રણ પ્રકારના કહ્યા છે. જલચર, થલચર અને ખેચર,
[૪૩] હે ભગવન્ જલચર જીવોનાં ભેદો કેટલા કહેલા છે. જલચર જીવો પાંચ પ્રકારના કહ્યા છે. મત્સ્ય, કચ્છપ મગર ગ્રાહ અને સિઁસુમારક હે ભગવાન્ પાંચ પ્રકારના જલચરો પૈકી મત્સ્યોના કેટલા પ્રકારના ભેદો કહેલા છે ? પ્રજ્ઞાપના સૂત્રમાં પહેલા પદમાં જે પ્રકારથી મત્સય, માછલા, કચ્છપા-કાચબા, મગર ગ્રાહ અને શિશુમાંરોના ભેદો કહ્યા છે, એજ પ્રમાણે તે પાંચે પ્રકારના જલચરોના ભેદો અહિયાં કહેવા જોઈએ. જલચરોના ત્રણ શરીરો કહેલા છે, ઔદારિક, તૈજસ,અને કાર્મણ શરીરોની અવગાહ ના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની કહી છે અને ઉત્કૃષ્ટ થી એક હજાર યોજન પ્રમાણની કહી છે. તેઓ સેવાત સંહનનવાળા હોય છે, તેઓના શરીર હુંડક સંસ્થાનવાળા હોય છે,તેઓને ચાર કષાયો હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે કૃષ્ણ, નીલ, કાપોત, વૈજસ, અને પદ્મ એ પાંચ પ્રકારની લેશ્યાઓ હોય છે. પાંચ ઈંદ્રિયો હોય છે. વેદના, કષાય, અને મારણાન્તિક આ ત્રણ સમુદ્દાતો હોય છે, તેઓ અસંશી હોય છે. તેઓ બધા નપુંસક વેદવાળાજ હોય છે. પાંચ પર્યાપ્તિયો અને પાંચ અપર્યાપ્તિયો હોય છે. આ જીવ સમ્યગ્દષ્ટિય વાળાપણ હોય છે અને મિથ્યાર્દષ્ટિવાળા પણ હોય છે. તેઓને બે દર્શનો હોય છે, બે જ્ઞાન હોય છે, બે અજ્ઞાન હોય છે, બે યોગો હોય છે, બે ઉપયોગવાળા છે. તેઓના આહાર છદિશાઓમાંથી આવેલા પુદ્ગલો દ્રવ્યોનો છે. તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીવો આ જલચરોમાં ઉત્પન્ન થાય છે. જેઓ તિર્યંચોમાંથી આવે છે તેઓ અસંખ્યાતવર્ષાયુષ્ય તિર્યંચો માંથી આવેલા જીવો અહિંયાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International