SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧ ૧૯૭ સ્થળમાં પણ ફરે છે. તે અહીં અઢી દ્વીપમાં નથી, પણ બહારના દ્વીપો અને સમુદ્રોમાં હોય છે. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે પરિસર્પ સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પ્રમાણે-સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂછિમ છે તે નપુંસક છે અને જેઓ ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.-સ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્ત એ ઉરપરિસર્પોના યોનિથી ઉત્પન્ન થયેલા દસ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. ભુજપરિસપ કેટલા પ્રકારના કહ્યા છે? ભુજપરિસર્પો અનેક પ્રકારના કહ્યા છે. નોળીઆ, સેહા, -કાકીડા, શલ્ય, સરંઠ, સાર, ખોર, નઘરોળી, વિશ્વભર, ઉંદર મંગુસ, પ્રચલા યિત, ક્ષીરવિરાલિય, જોહા, ચતુષ્પાદિકા અને બીજા જે તેવા પ્રકારના હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. જેમકે-સંમૂઠ્ઠિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે બધા ય નપુંસક છે અને જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકેસ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તા એ ભુજપરિસપના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એમ કહ્યું છે. એ પ્રમાણે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [૧૬૩-૧પ) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના છે. ચર્મપક્ષી, લોમપક્ષી, સમુકપક્ષી અને વિતતપક્ષી. ચર્મપક્ષી કેટલા પ્રકારના છે ? ચર્મપક્ષી અનેક પ્રકારના છે. વાગુલી, જલોયા, અડિલ્લા, ભારંડપક્ષી, જીવંજીવ, સમુદ્રવાયસ, પક્ષીવિરાલિકા, અને બીજા જે તેવા પ્રકારના હોય છે. લોમપક્ષી કેટલા પ્રકારના છે? લોમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. -ઢક, કંક, કુરલ, વાયસ, ચક્રવીક, હંસ, કલહંસ, રાજહંસ, પાયહંસ, આડ, સેડી, બક-બગલા, બલાકા, પારિપ્લવ, કૌચ, સારસ, મેસર, મસૂર, મયૂર, સપ્તહસ્ત. ગહર, પુંડરીક, કાક, કામિંજુય, વંજુલગ, તેતર, બતક, લાવક, -હોલા, કંપિકલ, -પારેવા, ચટક, ચાસ, કુકડા, શુક,-મોર, મદનશલાકા, કોકિલ સેહ, વરિલ્લગ-ઇત્યાદિ. સમુદ્ગક પક્ષી કેટલા પ્રકારના છે ? સમુગક પક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં અઢી દ્વીપમાં નથી, બહારના દ્વીપસમુદ્રોમાં હોય છે. વિતતપક્ષી કેટલા પ્રકારના છે? વિતતપક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં નથી, પણ બહારના દ્વિીપસમુદ્રોમાં હોય છે. ખેચરો સંક્ષેપથી બે પ્રકારના છે. -સંમૂર્ણિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂઈિમ છે તે સઘળા નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે.-સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારના પર્યાપ્ત અને અપયા એ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે.-એમ કહ્યું છે. “સાત, આઠ, નવ, સાડાબાર, દસ, દસ, નવ અને બાર લાખ કોડ જાતિકુલો અનુક્રમે જાણવા.”એમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [૧૬] મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના કહ્યા છે. જેમકે સંમૂર્છાિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. સંમૂર્છાિમ મનુષ્યો કેટલા પ્રકારના છે ? હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! પીસતાળીસ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિના તથા છપ્પન્ન અંતરદ્વીપોમાં ગર્ભજ મનુષ્યના ઉચ્ચાર-વિઝામાં, મૂત્રમાં, કફમાંક-નાસિકાના મેલમાં, વમેલામાં, પિત્તમાં, પરુમાં, લોહીમાં, શુક્ર વીર્યમાં, શુક્ર,દુગલના-પરિત્યાગમાં, જીવરહિત કલેવરમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં,નગરની ખાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy