SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દેવ ૧૪૩ ભંગમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ છે. શરીરને નાનું મોટું કરવા રૂપ આ સિદ્ધિને છદ્મસ્થજન જાણતા નથી. અને તે તેને દેખી પણ શકતા નથી. એવી આ શરીરને નાનું મોટું કરવાની સિદ્ધિ ઘણી જ સૂક્ષ્મ છે. ~: જ્યોતિષ્મઃ— [૩૦૮] હે ભગવન્ ચન્દ્ર અને સૂર્યોના ક્ષેત્રની અપેક્ષાથી નીચે જે તારા રૂપ વિમા નના અધિષ્ઠાતા દેવ છે. તેઓ શું દ્યુતિ વિભવ, લેશ્યા વિગેરેની અપેક્ષાથી હીન છે ? અથવા બરાબર છે ? તથા ચંદ્ર અને સૂર્યના વિમાનોની સાથે ક્ષેત્રની અપેક્ષાથી સમશ્રેણીમાં વ્યવસ્થિત જે તારા રૂપ દેવ છે, તેઓ શું ચંદ્ર સૂર્ય દેવોની દ્યુતિની અપેક્ષાએ તેઓના વિભવ વિગેરેની અપેક્ષાથી હીન છે ? અથવા બરાબર છે ? તથા જે તારારૂપ દેવ ચન્દ્ર અને સૂર્ય દેવોની ઉપર રહેલા છે તેઓ શું તેમની અપેક્ષાએ હીન છે ? અથવા બરાબર છે ? હા એજ પ્રમાણે છે. હે ગૌતમ ! જેમ જેમ એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવોના પૂર્વ ભવમાં તપ અને અનુષ્ઠાન, નિયમ, અને બ્રહ્મચર્ય વિગેરેનું પાલન વિગેરે ઉત્તમ કાર્ય ઉત્કૃષ્ટ હોય છે, અથવા અનુભૃષ્ટ હોય છે. એ એ પ્રકારથી તે દેવોના એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતાના ભવમાં અણુપણું તુલ્યપણુ હોય છે, વિગેરે ગુણોથી હીન અથવા બરાબર હોય છે. યાવત્ [૩૦૯-૩૧૧] હે ભગવન્ એક ચન્દ્રનો અને એક સૂર્યનો નક્ષત્ર પરિવાર મહાગ્રહ પરિવાર અને તારાઓનો પરિવાર કેટલો છે ? હે ગૌતમ ! એક ચન્દ્રનો અને એક સૂર્યનો નક્ષત્રપરિવાર ૨૮,ગ્રહ પરિવાર ૮૮ તથા ૬૬૯૭૫ કોડા કોડી તારાઓનો પરિવાર છે. [૧૨] હે ભગવન્ ! જંબુદ્રીપમાં મેરૂ પર્વતના પૂર્વ ચરમાન્તથી જ્યોતિષ્ક દેવો કેટલા દૂર રહીને તેની પ્રદક્ષિણા કરે છે ? હૈ ગૌતમ ! જંબુદ્વીપમાં જ્યોતિષ્ક દેવો ૧૧૨૧ યોજન સુમેરૂ પર્વતને છોડીને તેની પ્રદક્ષિણા કરે છે. એજ પ્રમાણે સુમેરૂની દક્ષિણ દિશાના ચરમાન્તથી પશ્ચિમદિશાના ચરમાન્તથી. અને ઉત્તર દિશાના ચરમાન્તથી ૧૧૨૧ યોજન દૂર રહીને જ્યોતિષ્ક દેવો તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. લોકાન્તથી ૧૧૧૧ યોજન દૂર પ૨ લોકમાં જ્યોતિષ્ક દેવ છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગમાંથી ૭૯૦ યોજન દૂર ઉપર તરફ સૌથી નીચેના જે તારા રૂપ જ્યોતિષ્ક દેવો છે. તે મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. દેવોથી દસ યોજન દૂર અર્થાત્ ૮૦૦ યોજન દૂર સૂર્યનું વિમાન મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી ૯૦ યોજન દૂર અર્થાત્ ૮૮૦ યોજન દૂર ૫૨ ચંદ્રમાનું વિમાન મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે, ચંદ્ર વિમાનથી ૧૦૦ યોજન દૂર અર્થાત્ ૯૦૦ યોજન ઉંચે ઉપરના તારા રૂપોનું વિમાન મંડલગતિથી પરિભ્રમણ કરે છે. સૌથી નીચેનું જે તારા રૂપ વિમાન છે, તેનાથી ૧૦ યોજન ઉ૫૨ સૂર્યનું વિમાન ચાલે છે. ૯૦ યોજન ઉપર ચંદ્રનું અને ૧૧૦ યોજન ઉંચે ઉપરના તારા રૂપ વિમાન ચાલે છે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન ઉપ૨માં ૮૦ યોજન દૂર આવેલ છે. એકસો યોજન ઉ૫૨ ઉપ૨ના તારા રૂપ વિમાન પોતાની મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ચંદ્રના વિમાનથી ૨૦ યોજન દૂર રહીને સૌથી ઉપરનું તારા રૂપ વિમાન મંડલગતિથી પરિ ભ્રમણ કરે છે. આ રીતે બધા મળીને ૧૧૦ એક સો દસ યોજનના બાહલ્યમાં અને તિિ અસંખ્યાત યોજનમાં જ્યોતિષ્ક દેવોના વિમાનો કહેવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy