________________
૧૪૪
જીવાજીવાભિગમ - ૩/જ્યોતિષ્ક/૩૧૩ [૩૧૩] હે ભગવનું જંબુદ્વીપમાં ક્ય નક્ષત્ર બધા નક્ષત્રોની અંદર મંડલગતિથી પરિભ્રમણ કરે છે? ઇત્યાદિ પશ્નો હે ગૌતમ! જંબૂઢીપ નામના આ દ્વીપમાં અભિજીત નામનું નક્ષત્ર બધાજ નક્ષત્રોની અંદર રહીને મંડલગતિથી પરિભ્રમણ કરે છે. મૂલ નક્ષત્ર બધા જ નક્ષત્રોની બહાર રહીને મંડલગતિથી પરિભ્રમણ કરે છે. સ્વાતિ નક્ષત્ર બધાજ નક્ષત્રોની ઉપર મંડલગતિથી પરિભ્રમણ કરે છે. અને ભરણી નક્ષત્ર બધાજ નક્ષત્રોની નીચે મંડલ ગતિથી પરિબ્રણ કરે છે.
[૩૧૪-૩૧૫] હે ભગવનું ચંદ્રમાનું વિમાન કેવા સંસ્થાનવાળું કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! અધ કોઠાના ફળનો આકાર જેવો હોય છે એજ પ્રમાણેજ ચન્દ્રમાના વિમાનનો આકાર છે, આ ચન્દ્ર વિમાન સર્વ રીતે સ્ફટિક મણિનું છે. સૂર્ય વિમાન, નક્ષત્ર વિમાન, અને તારાગણ વિમાન પણ આજ રીતે અધ કોંઠાના આકાર જેવા આકાર વાળા છે, હે ભગવન્! ચંદ્રમાનું વિમાન લંબાઈ અને પહોળાઈમાં કેવડું છે? હે ગૌતમ! ચંદ્ર માનું વિમાન એક યોજનના ૬૧માં ભાગમાંથી પ૬ ભાગ પ્રમાણ લાંબુ પહોળું છે. અને લંબાઈ પહોળાઇથી કંઈક વધારે ત્રણ ગણી તેની પરિધી છે. તથા તેની જાડાઈ એક યોજનના ૬૧ માં ભાગમાંથી ૨૮ ભાગ પ્રમાણની છે. સૂર્ય વિમાનની લંબાઈ પહોળાઈ પરિધિ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ સૂર્ય વિમાનની લંબાઈ પહોળાઈ છે. આ પ્રમાણમાંથી કંઇક વધારે ત્રણ ગણી સૂર્ય વિમાનની પરિધિ છે. તથા એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૮ ભાગ પ્રમાણમાં સૂર્ય વિમાનની મોટાઈ છે. ગ્રહ વિમાન પણ અર્ધા યોજનની લંબાઈ પહોળાઈ વાળું છે. અને તેની પરિધિ કંઈક વધારે અગાઉની છે. અને એક ગાઉની તેની જાડાઈ છે. નક્ષત્ર વિમાન એક ગાઉની લંબાઈ પહોળાઈ વાળું છે. અને કંઈક વધારે તેની પરિધિ છે. તથા અધ ગાઉની તેની જાડાઈ છે. તારા વિમાનની લંબાઈ પહોળાઈ અધગાઉની છે. કંઈક વધારે ત્રણ ગણી તેની પરિધિ છે. અને પાંચસો ધનુષની જાડાઈ છે. ચંદ્ર વિમાનને ૧૬000 દેવો ઉપાડે છે. તે પૈકી ૪OOO દેવો પૂર્વ દિશામાં સિંહનું રૂપ ધારણ કરીને ઉઠાવે છે.
એ સિંહો સફેત રંગના હોય છે. સુભગ હોય છે. જામેલા દહીનો, ગાયના દૂધના ફીણનો, અને ચાંદીનો સમૂહ, જેમ શંખ તલના જેવો નિર્મળ અને વિમલ હોય છે, અને તેનો જેવો પ્રકાશ હોય છે એવોજ પ્રકાશ આ સિંહોનો હોય છે. તેમની આંખો મધની ગોળી જેવી પીળા વર્ષની હોય છે. તેઓનું મુખ સ્થિર અનેકાંત એવા પ્રકોષ્ઠ વાળું અને પરસ્પર જોડાયેલ તીણી એવી દાઢોથી કે જે ઘણીજ મજબૂત હોય છે. તેનાથી યુક્ત હોય છે. તેમની જીભ અને તાલ લાલ કમળના જેવી સૂકુમાર અને ચિકણી હોય છે, તેઓના નખો કઠોર હોય છે. અને પ્રશસ્ત મણિયોના જેવા ચમકદાર હોય છે. તેમની બંને જંઘાઓ વિશાળ અને પુષ્ટ હોય છે. તેમના સ્કંધો ભરાવદાર અને વિપુલ હોય છે. તેમની કેસર છટા મૃદુ વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ અને લક્ષણ યુક્ત હોય છે. અને વિસ્તૃત હોય છે. તેઓની ગતિ ચંક્રમિત હોય છે. જોવામાં તે ઘણીજ સુંદર જણાય છે. કુદકા મારવા જેવી લાગે છે. તે એમની ગતિ જેમ દોડતા એવા હૃદયો ઉછળતા હોય તેવી અને ધવલ-હોય છે. ગર્વ ભરેલ હોય છે. મસ્તચાલવાળી હોય છે. તેઓના પૂંછ ઉંચા કરેલા હોય છે. તેની બનાવટ ઘણીજ સુંદર હોય છે. તે દેખવામાં એવી લાગે છે કે-જેમ પ્રતિ સ્પધિ સિંહોથી સ્પધ કરવાજ જાણે તૈયાર થયેલા હોય, તેમના નખો એટલા બધા કઠોર હોય છે, કે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org