SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જીવાજીવાભિગમ- ૩/હી.સ/૨૦૫ નામનો આવાસ પર્વત છે. આ પર્વત ૧૭૨૧ યોજન જેટલો ઉંચો છે. ૪૩૦૧ યોજનની તેની ઉંડાઈ છે. તે મૂળમાં ૧૦૨૨ યોજન લાંબો પહોળો છે. વચમાં ૭૨૩ યોજન લાંબો પહોળો અને ઉપરની તરફ ૪૨૪ યોજન જેટલો લાંબો પહોળો છે. મૂળમાં ૩૨૩૦ યોજનમાં કંઈક ઓછી તેની પરિધિ છે. વચમાં ૨૨૮૪ યોજનથી કંઈક ઓછી તેની પરિધિ છે. ઉપરમાં તેની પરિધિ ૧૩૪૧ યોજનમાં કંઈક ઓછી છે. હે ભગવન્! આ * પર્વતનું નામ ગોસ્તંભ આવાસ પર્વત એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત પર સ્થળે સ્થળે ઘણી નાની મોટી વાવો છે. યાવતુ અહીયાં ગોલ્ડ્રભ નામના દેવ રહે છે. તે કારણથી આ પર્વતનું નામ “ગોસ્તૂપ’ એ પ્રમાણે કહેવામાં આવેલ છે, ગૌસ્તુભ' એવું જે આ પર્વતનું નામ છે તે અનાદિ કાલિક છે. આ ગોસ્તંભ નામના નાગરાજેન્દ્ર ચાર હજાર સામાનિક દેવોનું સપરિવાર ચાર અગ્રમહિ ષ્યિોનું ત્રણ પરિષદાઓનું સાત અનીકોનું સાત અનીકાધિપતિયોનું ૧૬૦૦૦ આત્મ રક્ષક દેવોનું ગોસ્તંભ પર્વતનું ગૌસ્તુભ રાજધાનીનું અને એ રાજધાનીમાં રહેવાવાળા અન્ય અનેક દેવોનું અને દેવિયોનું અધિપતિપણે કરતા સુખપૂર્વક રહે છે. ગોસ્તૃભ નામ ના દેવનો તેમાં અધિકાર હોવાથી. આ પર્વતનું નામ ગોસ્તૂપ પર્વત એ પ્રમાણે થયેલ છે. - હે ભગવનું ગોસ્તૃભદેવની ગોટૂભા નામની રાજધાની ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ગોસ્તંભ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિઅસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગીને આવેલા અન્ય લવણ સમુદ્રમાં ગોસ્તૃભદેવની ગોસ્તૂપા નામની રાજધાની આવેલ છે. તેનું વર્ણન વિજય રાજધાની મુજબ જાણવું. હે ભગવન ! શિવક વેલંધર નાગરાજનો દગભાસ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. તેની દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં ૪૨૦૦૦ યોજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનોમાં શિવ નામના વેલંધર નાગરાજનો દગભાસ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ ગોખૂભ પર્વતનું જે પ્રમાણ બતાવેલ છે. એજ પ્રમાણે વિશેષતા કેવળ આ દગભાસ પર્વતના કથનમાં એટલી જ છે કે-આ પર્વત સર્વ રીતે અંક રત્નમય છે. તે સ્વચ્છ અને પ્રતિરૂપ છે. હે ગૌતમ ! આ પર્વત લવણસમુદ્રમાં ચારે બાજુ પોતાની સીમાથી આઠ યોજના ક્ષેત્રમાં જેટલું પાણી છે. તેને અત્યંત વિશુદ્ધ અંક રત્નમય હોવાથી ઉદીપ્તિ કરે છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને કાંતિ યુક્ત કરે છે. તથા અહીંયા મહર્તિક વિગેરે વિશેષણો વાળા શિવ નામના દેવ રહે છે. આ પર્વત સંબંધી બાકીનું તમામ કથન ગોસ્તૂપ પર્વતના કથન પ્રમાણે જ છે. હે ભગવનું શંખ નામના વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જબૂદીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે, એ મંદર પર્વતની પશ્ચિમ દિશામાં ૪૨૦૦૦ યોજન આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં વેલંધર નાગરાજ શંખનો શંખ નામનો આવાસ પર્વત છે. પર્વતની ઉંચાઈ વિગેરેના સંબંધનું વર્ણન ગોસ્તૂપ આવાસ પર્વતના વર્ણન પ્રમાણે જ છે. હે ભગવનું મનઃશિક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસપર્વત કયાં સ્થાન પર આવેલ છે ? હે ગૌતમ ! જેબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે તે મંદર પર્વતની ઉત્તર દિશામાં લવણ સમુદ્રને ૪૨૦00 યોજન પાર કરીને આગત સ્થાનમાં મનઃશિલક વેલંધરનાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત છે. આ પર્વતના વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy