SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર એ બે જીવ રહે છે. તથા જે ઉપરનો ત્રિભાગ છે. તેમાં અષ્કાયિક જીવો રહે છે. તથા તેના સિવાય હે ગૌતમ ! લવણસમુદ્રમાં બીજા પણ અનેક નાની નાની જગ્યાએ અલિજરના આકાર જેવા, મહાકલશોના આકાર જેવા. પાતાલ કલશો છે. આ બધા પાતાલ કલશો મળીને લવણસમુદ્રમાં ૭૮૮૪ થાય છે. એ મહાપાતાલ કલશોના અને શુદ્રપાતાલ કલશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં ઉર્ધ્વગમનના સ્વભાવવાળા વાયુકાયા ઉત્પન્ન થવાના સન્મુખ હોય છે. સામાન્ય પણાથી કંપિત થાય છે. વિશેષપણાથી કંપિત થાય છે. ઘણાજ જોરથી ચાલે છે. યાવતું વાયુઓને અને જલને પ્રેરણા કરે છે. તથા દેશકાળને યોગ્ય તીવ્ર અને મધ્યમ ભાવથી જ્યારે પરિણામને પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત દિવસોમાં તેમાં જળ વધે છે. અને જ્યારે એ મહાપાતાલ કલશોની અને ક્ષુદ્ર પાતાલ કલશોની નીચેની બાજુના મધ્યના ત્રિભાગો માં અનેક ઉદાર વાયુકાયિક જીવો ઉત્પન્ન થવાના નજીકજ હોય છે. સંમૂડ્ઝન જન્મથી આત્મલાભ કરતા નથી. યાવતુ તે તે ભાવ માં પરિણત થતા નથી. ત્યારે જલ વધતું નથી. તેમાંથી પાણી ઉછળતું નથી. આ પ્રમાણે રાત દિવસમાં બે વાર વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારે પાણી બે વાર ઉંચુ ઉછળે છે. તથા પક્ષની વચમાં ચૌદશ વિગેરે તિથિયોમાં અધિકપણાથી વાયકાયિક જીવ ઉત્પન્ન થાય છે. ત્યારે તે તિથિયોમાં વધારે પ્રમાણમાં ઉંચે ઉછળે છે. એ કારણથી હે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ; આઠમ અમાસ અને પુનમ એ તિથિયોમાં પાણીની અત્યંત વૃદ્ધિ થાય છે. અને હાનિ થાય છે. [૨૦] હે ભગવંત લવણ નામનો સમુદ્ર ત્રીસ મુહૂર્તમાં કેટલીવાર વધે છે ? અને કેટલીવાર ઘટે છે? હે ગૌતમ! બે વાર વધે છે. અને બે વાર ઘટે છે. હે ગૌતમ ! નીચેના અને મધ્યના ત્રિભાગ માં રહેલ વાયુના સંક્ષોભથી પાતાલ કલશોમાંથી જ્યારે પાણી ઉંચું ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પાણી વધે છે. અને જ્યારે એ પાતાળ કલશો વાયુથી ભરાયેલા રહે છે. ત્યારે પાણીની હાની થાય છે. એ કારણથી હે ગૌતમ! લવણ સમુદ્ર એક રાત દિવસમાં બે વાર અધિકાધિક વધે છે અને ઘટે છે. [૨૦૪] હે ભગવનું લવણ સમુદ્રની શિખા ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ કેટલી પહોળી છે ? અને તે કેટલીક વધે છે અને કેટલી ઘટે છે ? હે ગૌતમ ! ૧૦000 યોજના જેટલી પહોળી છે. તથા કંઈક ઓછી અધ યોજન સુધી તે વધે છે. અને ઘટે છે. હે ભગવદ્ લવણ સમુદ્રની આભ્યન્તરિક વેલાને શિખરની ઉપરના જલને અને શિખાને કે જે અગ્રભાગમાં પડે છે. કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? હે ગૌતમ! ૪૨000 નાગકુમાર દેવો ધારણ કરે છે. ૭૨૦૦૦ નાગકુમાર દેવો બહારની વેલાને ધારણ કરે છે. તથા ૬૦૦૦૦ નાગકુમાર અગ્રોદકને ધારણ કરે છે. આ બધા નાગકુમારો મળીને કુલ ૧૭૪૦૦૦થાય છે. [૨૦૫] હે ભગવદ્ વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે? હે ગૌતમ! ચાર કહેલા છે. ગૌસ્તુભ, શિવક શંખ, અને મનઃશિલા. હે ભગવનું એ ચાર વેલંધર નાગરાજાઓના કેટલા આવાસ પર્વતો કહેલા છે? ચાર આવાસ પર્વતો કહેલા છે. ગોસ્તૃભ, ઉદકાવા, શંખ અને દફસીમા હે ભગવનું ગોસ્તંભ વેલંધર નાગરાજનો ગોસ્તંભ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં લવણસમુદ્રથી ૪૨૦00 યોજન આગળ જવાથી ગોસ્તૃભ વેલંધર નાગરાજનો ગોસ્તંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy