________________
પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર
૧૦૯ દેવની જેમ સુખ પૂર્વક કહે છે. પદ્મ વિગેરેનું નીલપણું અને નીલવંત નામના તેના અધિપતિને લઇને આ નીલવંત દૂહનું નામ નીલવંત એ પ્રમાણે છે.
[૧૮૮] હે ભગવંત નીલવંત દૂહકુમાર નામ નાગકુમારેન્દ્રની નીલવંત નામની રાજધાની ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! નીલવંત પર્વતની ઉત્તર દિશાથી તિર્યમ્ અસંખ્યાતદ્વીપ અને સમુદ્રોને ઓળખીને અન્ય જંબુદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજન આગળ જવાથી નીલવંતી નામની રાજધાની આવેલ છે.
| [૧૮] નીલવંત હૃદની પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં ૧૦ દસ યોજન આગળ જવાથી દસ દસ કાંચનગિરિ નામ પર્વતો છે. અને એ દસ દસ યોજના અંતરાલની વ્યવસ્થિત છે. તથા એ દક્ષિણ અને ઉત્તરમાં શ્રેણિ રૂપે કહેલા છે. દસ દસ યોજનની ઉંચાઈ વાળા છે. દસ દસ યોજનાની ઉંચાઈ વાળા છે. અને પચીસ પચીસ યોજનના ઉદ્વેગ વાળા છે. અર્થાતુ જમીનના અંદરના ભાગમાં ઉંડા છે. એ મૂળમાં દરેક એકસો યોજનની પહોળાઈ વાળા છે. મધ્યમાં ૭પ પંચોતેર યોજનની પહોળાઇ વાળા છે. અને ઉપરની બાજા ૫૦ પચાસ યોજનની પહોળાઈ વાળા છે. તે દરેકની પરિધિ મૂળમાં ત્રણસો સોળ યોજનથી કંઈક વધારે છે. મધ્યમાં ૨૩૭ બસો સાડત્રીસ યોજનથી કંઈક વધારે અને ઉપરમાં ૧૫૨ એકસો બાવન યોજનથી કંઈક વધારે તેની પરિધિ છે. આ બધા કાંચન પર્વતો સવત્મિના સુવર્ણમય છે. આકાશ એવું સ્ફટિક મહિના જેવા અચ્છ-
નિર્મલળ છે. શ્લષ્ણ યાવતુ પ્રતિરૂપ છે. હે ભગવનું આપ એવું શા કારણથી કહો છે ? કે આ કંચન પર્વત છે. કંચન પર્વતોની ઉપર અનેક સ્થળે વાવડિયો છે. તલાવો છે. તળાવ પંક્તિયો છે. તેમાં નાના મોટા જુદી જુદી જાતના અનેક કમળો છે. મહાદ્ધિ વિગેરે વિશેષણો વાળા કાંચન દેવ ત્યાં રહે છે. તેઓ સામાનિક વિગેરે દેવોનું અધિપતિ પણે કરતા થકા સુખ પૂર્વક ત્યાં રહે છે. તે બધા કાંચનના જેવી પ્રભાવાળા અને કાંચન જેવા રંગવાળા છે. તે કારણથી એ પર્વતોને કાંચન એ નામથી કહ્યા છે. આ કાંચન પર્વતો શાશ્વત છે. નિયત છે. અવ્યય છે. અવસ્થિત છે. અને નિત્ય છે. ભૂતકાળમાં તેઓ વિદ્યમાન હતા. ભવિષ્ય કાળમાં રહેશે. અને વર્તમાનમાં તેઓ વિદ્યમાન છે.
હે ભગવન્! કાંચનદેવોની કાંચનિકા રાજધાની ક્યાં આગળ આવેલ છે ? હે ગૌતમ ! કાંચન પર્વતોની ઉત્તર દિશામાં તિર્યગુ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગવાથી બીજા જંબૂદ્વીપમાં બાર યોજન આગળ જવાથી કાંચનક દેવોની કાંચનિકા નામની રાજધાની આવેલી છે. તે રાજધાની બાર યોજનની છે. આ રાજધાની એક પ્રાકારથી ઘેરાયેલી છે. આ પ્રાકાર ૩૭ યોજનાનો છે. તેની ઉંચાઈ ૮ યોજનની છે! હે ભગવનું ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તરકુરૂ નામનું દ્રહ ક્યાં આવેલ છે? હે ગૌતમ! નીલવંત પ્રહથી ૮૩૪-૪૭ યોજન દૂર ઉત્તર કુરૂ નામનું દ્રહ છે. તે સીતા મહા નદીના બહુ મધ્ય ભાગમાં છે. આ દ્રહ ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. પૂર્વ અને પશ્ચિમ સુધી તેનો વિસ્તાર છે. તેની લંબાઈ એક હજાર યોજનની છે. અને પાંચ સો યોજન પહોળાઈ છે. તેનો ઉદ્દે ધ-૧૦ યોજન છે. હે ભગવનું ચંદ્ર દૂહ ક્યાં આગળ આવેલ હે ગૌતમ ! ઉત્તરકુરૂ દૂહ ના દાક્ષિણાત્ય ચરમાંતની પહેલાં દક્ષિણ દિશામાં આઠસો ચોત્રીસ સાતિયા ચાર યોજન દૂર જવાથી ચંદ્રદૂહ આવે છે. દૂહ તે સીતા મહાનદીના બહુમધ્ય દેશ ભાગમાં છે. હે ભગવદ્ ઐરાવત નામનું દૂહ ક્યાં આવેલ છે? હે ગૌતમ! ચંદ્રદૂહની દક્ષિણદિશાના ચરમાન્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org