SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જીવાજીવાભિગમ- ૩૯ી.સ./૧૮૯ પહેલાં દક્ષિણ દિશામાં ૮૩૪-૪૭ યોજન દૂર સીતા મહાનદીના બહુમધ્ય દેશભાગમાં ઐરાવત નામનું પ્રહ છે, હે ભગવનું માલ્યવાનું દૂહ ક્યાં આવેલ છે? હે ગૌતમ! ઐરાવત. દૂહના ચરમાન્તથી પહેલા દક્ષિણ દિશામાં ૮૩૪-૪૭ યોજન દૂર સીતા મહાનદીના બહુ મધ્ય દેશ ભાગમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં આ માલ્યવાનું નામનું દૂહ છે. [૧૯] હે ભગવનું ઉત્તરકુરૂક્ષેત્રણા જંબુસુદર્શન વૃક્ષનું જંબુપીઠ નામનું પીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર પૂર્વ દિશામાં તથા નીલવંત વર્ષઘર પર્વતની દક્ષિણ દિશામાં તથા માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તથા ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીના પૂર્વ દિકકૂટમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં જંબૂઢીપ નામની પીઠ છે. આ પીઠ સો યોજન લાંબી અને પહોળી છે. ૧૫૮૧ યોજનથી વધારે તેની પરિઘી છે, મધ્યમાં એ ૧૨ બાર યોજનનો છે. તે પછી તે એક એક પ્રદેશ પણાથી થોડું થોડું કમ થતું ગયેલ છે. એ રીતે ચરમાંતમાં બે કોશની મોટાઈ થઈ ગયેલ છે. એ સર્વ રીતે સુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકના જેવું નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ જંબૂદ્વીપ એક પમવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુએ ઘેરાયેલ છે. આ બહુસમરમણીય ભૂમિભાગ ની બરોબર વચમાં એક વિશાળ મણિપીઠિકા છે. આ મણિપીઠિકાની લંબાઈ પહોળાઈ આઠ યોજનની છે. આ મણિપીઠિકા સર્વાત્મના મણિમયી છે. સ્વચ્છ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ મણિપીઠિકાની ઉપર એક વિશાલ જંબુસુદર્શના છે. અર્થાતુ જંબુવૃક્ષ છે. એ આઠ યોજનનું ઉંચું છે. તેની ઉંડાઈ અધ યોજનની છે. બે યોજનનું તેનું સ્કંધ છે. તેની પહોળાઈ આઠ યોજનની છે. તેની શાખાઓ ૬ ૭ યોજનની છે. મધ્યભાગમાં એ આઠ યોજનની પહોળી છે. તેની ઉંચાઈ અને ઉદ્વેગ પરિમાણ બધુ મળીને બધો વિસ્તાર કંઈક વધારે આઠ યોજનનો છે. તેનો મૂળભાગ વજ રત્નનો બનેલ છે. તેની સુપ્રતિષ્ઠિત વિડિમા ચાંદીની છે. તેનું વર્ણન ચૈત્ય વૃક્ષના વર્ણ જેવું છે. [૧૯૧] જેનું બીજું નામ સુદર્શના છે એવા આ જંબૂદ્વીપની ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાં જે પૂર્વ દિશાની શાખા છે, તેની ઉપર એક વિશાળ ભવન છે. તેની લંબાઇ એક કોસની છે. અને તેની પહોળાઈ અધકોસની છે. અને કંઇક કમ અધ કોસી ઉંચાઇ છે. તે અનેક સ્તંભો વાળું છે. તેના દ્વારા પાંચસો ધનુષ ઉંચા છે. અઢિસો ધનુષ પહોળા છે. અને એટલાજ પ્રવેશ વાળા છે. દક્ષિણ દિશામાં જે શાખા છે તેના પર એક પ્રાસા દાવતંસક છે, તે પ્રાસાદાવતંસક એક કોસ ઉંચુ છે, અને અધ કોસની લંબાઈ વાળું છે. પશ્ચિમ દિશાની શાખા પર એક પ્રાસાદાવતંસક છે. ઉત્તર બાજુની જે ડાળ છે ત્યાં આગળ પણ એક ઘણો વિશાળ પ્રાસાદાવતુંસક છે, જંબૂદ્વીપની ઉપરની જે શાખા છે. ત્યાં એક ઘણું જ વિશાળ સિદ્ધાયતન અથતિ જિન ચૈત્ય છે. તેની લંબાઈ એક કોસ-ગાઉની છે, અને પહોળાઈ અધ કોસની છે. અને કંઈક કમ દોઢ કોસ ઉંચું છે. તેમાં અનેક સ્તંભો લાગેલા છે, તે સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજાઓ છે. એ દ્વારો પાંચસો ધનુષ ઉંચા છે. અને અઢિસો ધનુષની પહોળાઈવાળા છે. તેમાં એક મણિપીઠિકા છે, આ મણિપીઠિકા પાંચસો ધનુષ જેટલી લંબાઈ અને પહોળી છે. તેના પર દેવચ્છેદક છે, જે દેવચ્છેદક પાંચસો ધનુષ જેટલું પહોળું છે. અને કંઇક વધારે પાંચસો ધનુષની ઉંચાઈવાળું છે. એ દેવચ્છેદકમાં ૧૦૮ એકસો આઠ જીન અથતુ અરિહંતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy