________________
૧૦૮
જીવાજીવાભિગમ – ૩/ઠ્ઠી.સ./૧૮૫ અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરા ત્રણ પલ્યોપમનું છે. ૪૯ દિનરાત સુધી તેઓ પોતાના પુત્ર પુત્રી રૂપ યુગલનું પાલન કરે છે. બાકીનું તમામ કથન એકોરૂક અંતદ્વીપ મુજબ
[૧૮૬] હે ભગવન્ ! કુરૂઓમાં કયા સ્થાનપર યમક નામના બે પર્વતો છે ? હે ગૌતમ ! નીલવંત પર્વતની દક્ષિણ દિશાથી ૮૩૪-૪/૭ યોજન આગળ જવાથી સીતા મહા નદીના પૂર્વ પશ્ચિમમાં બન્ને તટોના કિનારે ઉત્તર કુરૂ ક્ષેત્રમાં બે યમક નામના પર્વતો છે. તેના એક યમકની ઉંચાઇ એક એક હજાર યોજનની છે. એક સીતા મહાનદીના પૂર્વ કિનારા પર છે. અને બીજું પશ્ચિમ કિનારા ૫૨ છે. તેની જમીનમી અંદરની ઉંડાઇ અઢારસો યોજનની છે. ઉંચાઇની અપેક્ષાએ શાશ્વત પર્વતની જમીનની અંદરની ઉંડાઇ ચોથા ભાગ પ્રમાણ વાળી હોય છે. એક હજાર યોજનની લંબાઇ પહોળાઇ વાળા છે. મધ્યમાં એ સાડા સાતસો યોજન લાંબા પહોળા છે. અને ઉપરના ભાગમાં પાંચસો યોજનની લંબાઇ પહોળાઇ વાળા છે. મૂલમાં ૩૧૬૨ યોજનથી કંઇક વધારેની પરિધિ છે. મધ્યમ ૨૩૭૨ યોજનથી કંઇક વધારેની પરિધિ અંતે-૮૧-યોજનથી કંઇક વધારે તેની પરિધિ છે. હે ગૌતમ ! યમક પર્વતોની ઉપર જે નાની નાની વાવડીયો છે તળાવો છે; તલાવ પંક્તિયો છે. બિલો છે. બિલપંક્તિયો છે, તે બધામાં અનેક ઉત્પલો છે, પદ્મો છે; કુમુદો છે; કમળો છે, પુંડરીકો છે; શતપત્રો છે, અને સહસ્રપત્રો છે. તેની પ્રભા પક્ષિઓની પ્રભા જેવી છે. અહીંયા યમક નામના બે દેવો નિવાસ કરે છે. તેઓની આયુ એક પલ્યોપમની છે. તે દરેક યમક દેવો ચાર હજાર સામાનિક દેવોના પરિવાર સહિત ચાર હજાર અગ્રમહિષિયો આભ્યન્તર અને બાહ્ય સભાના ક્રમથી ૧૮૦૦૦ અને ૧૨૦૦૦ દેવોના પોતપોતાના પર્વતોના અને પોતપોતાની યમક નામની રાજધાનીયોના તથા બીજા પણ અનેક વાનવ્યન્તર દેવોનું અને દેવિયોનું અધિપતિ પણાને સ્વામીપણાને ભર્તૃત્વ વિગેરેને કરતા તથા તેઓનું પાલણ પોષણ કરતા આનંદ પૂર્વક રહે છે. યમકના જેવા આકારવાળા અને યમકના જેવા વર્ણવાળા હોવાથી તથા યમક ઉત્પલ વિગેરેના સંબંધથી તથા યમક નામ દેવોના સંબંધથી એ પર્વતોને ‘યમક’ એ નામથી કહેલા છે. એજ યમક નામના દેવોની જે યમકા નામની રાજધાનીયો છે, તે ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! બન્ને યમક પર્વતોની ઉત્તર દિશામાં તિર્યઙ્ગ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને આગળ આવતા ૧૨ ૦૦યોજન આગળ જવાથી બરોબર એજ સ્થાનમાં યમક દેવોની યમકા નામની રાજધાનીયો છે.
[૧૮૭] ઉત્તર કુરૂક્ષેત્રમાં નીલવંત નામનું દૂહ ક્યાં આગળ આવેલ છે?હે ગૌતમ ! બન્ને યમક પર્વતોની દક્ષિણ દિશાથી૮૩૪-૪/૭ યોજન દૂર સીતા નામની મહા નદી બહુમધ્ય દેશભાગમાં ઉત્તરકુરૂનું નીલવંત નામનું દૂહ કહેલ છે. એ દૃહ ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. અને પૂર્વ પશ્ચિમ સુધી પહોળું છે. એ એક હજાર યોજનનું લાંબુ અને પાંચસો યોજન પહોળું છે. અને ૧૦ દસ યોજન ઉંડું છે. આકાશ અને સ્ફટિક મણિના જેવું નિર્મળ છે. આ નીલવંત દ્યમાં સુંદર સુગંધથી ભરેલ અનેક ઉત્પલો છે, નલિનો છે, યાવત્ કમળો છે, તે બધા નીલી પ્રભાવાળા છે. નીલા વર્ણના જ છે. અહીયાં નીલવંત દહકુમાર નામના નાગકુમારેન્દ્ર દેવ રહે છે. એ મહાઋદ્ધિ વાળા છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. નીલવંત દુહનું, નીલવંતી રાજધાનીનું અને બીજા પણ અનેક વાન વ્યન્તર દેવોનું અને દેવિયોનું અધિપતિ પણું કરતા યાવત્ તેઓનું પાલન કરતા યમક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org