SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૧૦૭. ૧રા યોજનાનો છે. મધ્યમા સવા છ યોજનાનો છે. અને ઉપરના ભાગમાં ત્રણ યોજના અને અર્ધા કોશનો છે, તે બહારના ભાગમાં ગોળ છે. અને અંદરના ભાગમાં ચોખૂણિયો છે. તેથી ગાયના પંછનો જેવો આકાર હોય છે હે ભગવનું જબૂદ્વીપનું ત્રીજું જે જયન્ત નામનું દ્વાર છે તે ક્યાં આવેલ છે? હે ગૌતમ! જેબૂદ્વીપના મેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં ૪૫000 યોજન આગળ જવાથી એ જબૂદ્વીપની પશ્ચિમ દિશાના અંતભાગમાં લવણ સમુદ્રના પશ્ચિમાધની પૂર્વદિશામાં સીતોદા મહાનદીના ઉપર જંબૂદ્વીપનું જયંત નામનું ત્રિીજાં દ્વાર છે. હે ભગવનું જંબૂદ્વીપ નામ દ્વીપનું અપરાજીત નામનું ચોથું દ્વાર ક્યાં આગળ કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! જંબૂદ્વીપમાં આવેલ મેરૂ પર્વતથી ૪૫૦૦૦ યોજના આગળ જવાથી જેબૂદ્વીપની ઉત્તર દિશાના અંતભાગમાં લવણ સમુદ્રના ઉત્તરાર્ધના દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગ્યા પછી આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં અપરાજીત નામનું દ્વાર કહેવામાં આવેલ છે. [૧૮૩ હે ભગવનું જંબુદ્વીપના એક દ્વારથી બીજા દ્વાર પર્યન્ત કેટલું અંતર છે? હે ગૌતમ! ૭૯૦૫ર યોજનથી કંઈક વધારે અંતર એક દ્વારથી બીજા દ્વાર સુધીમાં છે. [૧૮૪] હે ભગવનું જંબૂદ્વીપના પ્રદેશો શું લવણ સમુદ્રનો સ્પર્શ કરે છે ? હા. ગૌતમ! કરે છે. હે ભગવન તે પ્રદેશો શું જેબૂદ્વીપના છે? કે લવણ સમુદ્રના છે? હે ગૌતમ ! એ પ્રદેશ જંબૂદ્વીપ રૂપજ છે. લવણ સમુદ્ર રૂપ નથી. હે ભગવનું લવણ સમુદ્રના પ્રદેશો શું જંબુદ્વીપને સ્પર્શેલ છે? હા ગૌતમ! સ્પર્શેલા છે. હે ભગવનું તે પ્રદેશો શું લવણ સમુદ્ર રૂપ છે? કે જંબુદ્વીપ રૂપ છે? તે લવણ સમુદ્ર રૂપજ છે. જંબુદ્વીપ રૂપ નથી હે ભગવન જંબુદ્વિપ નામના દ્વીપમાં મરીને શું જીવ લવણ સમુદ્રમાં આવે છે? હે ગૌતમ ! કેટલાક જીવો એવા હોય છે કે જે મરીને લવણ સમુદ્રમાં આવે છે. તથા કેટલાક જીવો એવા પણ હોય છે જે જબૂદ્વીપમાં મરીને લવણ સમુદ્રમાં આવતા નથી. હે ભગવનું લવણ સમુદ્રમાં રહેનારા જીવ મરીને શું જેબૂદ્વીપમાં આવે છે? હે ગૌતમ ! કેટલાક જીવો એવા હોય છે કે જેઓ લવણ સમુદ્રમાં મરીને જંબૂદ્વીપમાં આવે છે. અને કેટલાક જીવો એવા હોય છે કે જેઓ ત્યાંથી મરીને જંબૂદ્વીપમાં પાછા આવતા નથી. [૧૮૫] હે ભગવનું આપ એવું શા કારણથી કહો છો જંબૂદ્વીપ નામનો એક દ્વીપ છે ? હે ગૌતમ! જેબૂદ્વીપમાં એક સુમેરૂ પર્વત છે. તેની ઉત્તર દિશામાં નીલવંત નામનો એક વર્ષધર પર્વત છે. એ વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં એક માલ્યવાન નામનો વક્ષસ્કાર પર્વત છે. એ પર્વતની પશ્ચિમ દિશામાં ગંધમાદન નામનો એક વક્ષસ્કાર પર્વત છે, એ પર્વતની પૂર્વ દિશામાં ઉત્તરકુરુ નામનું એક ક્ષેત્ર વિશેષ છે. એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે. ઉત્તરથી દક્ષિણ દિશા સુધી ફેલાયેલ છે. તેનું સંસ્થાન આઠમના ચંદ્ર જેવું ગોળ છે. તેનો વિસ્તાર ૧૧૮૪૨-૨/૧૯ યોજનનો છે. આ વિસ્તાર ઉત્તર દક્ષિણ બાજુએ છે. હે ભગવનું ઉત્તર કુરૂઓનું સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! ત્યાંનો ભૂમિભાગ બહુસમ અને રમણીય છે. એ ઉત્તરકુરૂમાં ત્યાં ત્યાં અનેક નાની નાની વાવડીયો છે. એ ઉત્તર કુરૂઓમાં અનેક ગુલ્મો છે. યાવતું અહીંના મનુષ્યો મરીને દેવલોકમાં પણ જાય છે. તેઓના શરીરની ઉંચાઈ છ હજાર ધનુષની છે. તેઓના શરીરની પાંસળીયો ૨૫૬ છે. ત્રણ દિવસ પછી તેઓને આહારની ઈચ્છા થાય છે. તેઓના વન્ય આવું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન ત્રણ પલ્યોપમની છે. - Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy