SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૧૦૧ એ છત્રધારિણી પ્રતિમાઓ હિમ, રજત, કંદ પુષ્પ, અને ચંદ્રના જેવી જેત છે. તથા પ્રભાવાળા અને કોરંટ પુષ્પોની માળાથી યુક્ત એવા સફેદ છાત્રોને ઘણાજ નખરાની સાથે એ પ્રતિમાઓની ઉપર ધરેલ છે. એ જીન અથતુ અરિહંત પ્રતિમાઓને બન્ને બાજુ બીજી પણ બબ્બે બબ્બે ચામર નાખવાવાળી પ્રતિમાઓ છે. એ ચામરધારી પ્રતિમાઓ તે પ્રતિમાઓની ઉપર ચમરો ઢોળી રહી છે એ ચામરોનો દંડ ચંદ્રકાંત મણિયોથી વૈડૂર્ય વિગેરે અનેક પ્રકારના મણિઓથી તથા કનક રત્નોથી તથા વિમલ વેશથી બનેલ તપનીય સોનાથી બનેલ છે. તેથી તે દેખવામાં ઘણાજ વિચિત્ર અને ઉજ્વલ લાગે છે. એ ચામરો અનેક પ્રકારના છે. અથવા તેના દડો અનેક પ્રકારના છે. તથા શંખ અંક કુંદ ઉદક રજ અને મંથન કરવામાં આવેલ અમૃતના ફણના ઢગલા જેવા એ ચામરી જણાય છે. એ ચામરોના વાળો એકદમ સૂક્ષ્મ ચાંદીના તારો જેવા લાંબા છે. એ ચામરો શ્વેત છે. એવી એ ચામરોને તે ચામર ધરવાવાળી પ્રતિમાઓ ઘણાજ નખરાઓ પૂર્વક ઢોળતી હોય તેમ ઉભેલ છે. એ જીન અર્થાત્ અરિહંત પ્રતિમાઓની સામે બબ્બે નાગ પ્રતિમાઓ હાથ જોડીને ઉભેલ છે. તથા બળે યક્ષ પ્રતિમાઓ બબ્બે ભૂત પ્રતિમાઓ અને બબ્બે કુંડધાર પ્રતિમાઓ વિનય પૂર્વક પગોમાં પડતી હોય તેમ હાથ જોડીને ઉભેલ છે. એ પ્રતિમાઓ સવત્મિના રત્નમય છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી નિર્મળ છે. શ્લષ્ણુ છે, ધૃષ્ટ છે, મુષ્ટ છે. નીરજસ્ક છે, નિષ્પક છે. અને યાવત્રુતિરૂપ છે. અરિહંત પ્રતિમાઓની સામે ૧૦૮ ઘંટાઓ છે. ૧૦૮ ચંદન કલશો છે. એજ રીતે ૧૦૮ ભંગારક-ઝારીયો છે. ૧૦૮ દર્પણો છે. ૧૦૮ મોટા મોટા થાલો છે. ૧૦૮ નાની નાની પાત્રીયો- છે. ૧૦૮ સુપ્રતિષ્ઠકો છે. ૧૦૮ મનોગુલિકા પીઠિકા વિશેષ છે. ૧૦૮ વાતકરકો છે. ૧૦૮ ચિત્રો છે. ૧૦૮ રત્નકરંડકો છે. ૧૦૮ હયકંઠકો છે. યાવતું ૧૦૮ વષઠ કંઠકો છે. ૧૦૮ પુષ્પ ચંગેરીયો છે. યાવત્ ૧૦૮ મયૂર પીછીકાઓ છે. ૧૦૮ પુષ્પ પટલો છે. ૧૦૮ તેલ સુમકો છે. યાવતું ૧૦૮ ધૂપકચ્છકો છે અથતુ એ બધી વસ્તુઓ તેમની સામે રાખેલ છે. એ સિદ્ધાયતનની અથતુ જિનાલયની ઉપર સ્વસ્તિક વિગેરે આઠ મંગલ દ્રવ્યો છે. ધજાઓ છે અને છત્રાતિછત્રો છે. એ બધા ઉત્તમ આકારવાળા છે. તથા સોળ પ્રકારના રિષ્ટ વિગેરે રત્નોથી સુશોભિત છે. [૧૭૮] એ સિદ્ધાયતનની ઈશાન દિશામાં એક વિશાળ ઉપરાત સભા છે જે પ્રમાણેની સુધમાં સભા છે એજ પ્રમાણેની ઉપપાત સભા છે. એ સભામાં રહીને જ દેવો બીજે જવા માટે ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે છે. એ ઉપપાત સભાના સંબંધમાં તમામ વર્ણન સુધમાં સભા મુજબ જાણવું. એ બહુસમ રમણીય ભૂમિભાગની મધ્યમાં એક ઘણી મોટિ મણિપીઠિકા કહેલ છે. એ મણિપીઠિકા લંબાઈ પહોળાઈમાં ૧ એક યોજનની છે. તથા અર્ધા યોજનાના વિસ્તાર વાળી છે. આ મણિપીઠિકા સવત્મિના મણિયોની જ બનેલ છે. અને આકાશ તથા સ્ફટિકમણિના જેવી નિર્મળ છે. એક વિશાલ દેવશયનીય છે. એ ઉપરાત સભાની ઉપર સ્વસ્તિક વિગેરે આઠ આઠ મંગલ દ્રવ્યો છે. અને કષ્ણનીલ વિગેરે રંગની ધજાઓ છે. તથા છત્રાતિછત્ર છે. આ છત્રાતિછત્રો સોળ પ્રકારના વૈપૂર્ણ વિગેરે રત્નોથી સુશોભિત છે. એ ઉપપાત સભાની ઈશાન દિશામાં એક વિશાલ દૂહ છે. એ દૂહ લંબાઈમાં ૧૨. યોજન છે. અને પહોળાઈમાં ફા યોજન છે. તથા તેનો ઉદ્દેધ ૧૦ દૂહ યોજનાનો છે. આ દૂહ અચ્છ, શ્લષ્ણ વિગેરે પ્રતિરૂપ સુધીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy