SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જીવાજીવાભિગમ- ૩/૯ી.સ./૧૭ વાળું છે. આ રીતે એ બન્ને બાજુ તો ઉંચા છે મધ્ય ભાગમાં નમેલ અને ગંભીર છે. એ સાલિંગનવતિ છે. જેમ ગંગાના કિનારા પર રહેલ રેતની ઉપર પગ રાખવાથી મનુષ્ય નીચેની તરફ ખસકતો જણાય છે. એ જ પ્રમાણે તેના પર પણ ઉઠતી બેસતી વખતે નીચેની કમરનો ભાગ ખસી જાય છે. તેને કાંબળ અને રેશમી વરસની ચાદર થી ઢાંકેલ છે. અને પગ લુંછવા માટે ત્યાંજ એક રજસ્રાણ વસ્ત્ર પણ રાખેલ છે. તે લાલ વસ્ત્રથી ઢાંકેલ ઈશાન ખૂણામાં એક ઘણી વિશાલ મણિ પીઠિકા છે, આ મણિપીઠિકા લંબાઈ પહોળાઈ માં એક યોજનની છે. અને મોટાઈમા અધ યોજનની છે. મણિપીઠિકાની એક બીજી નાની ધજા છે. આ માહેન્દ્ર ધજા કા યોજનની ઊંચી અને તેનો ઉદ્ધઘ અધ કોસનો છે. તેનો વિખંભ અધાં કોષનો છે. એ વજરત્નનો બનેલ છે. ગોળ આકારનો છે, ચિકણો છે. અહીં એ મુદ્ર મહેન્દ્ર ધજાની પશ્ચિમ દિશામાં વિજયદેવનો ચૌપાલ નામનો શસ્ત્રાગાર છે. અહીયાં વિજ્ય દેવના સ્ફટિક વિગેરે અનેક શસ્ત્ર રત્નો રાખેલા છે. એ શસ્ત્રો ઘણાજ ચમકદાર છે. તેજદાર છે. અને તીક્ષ્ણ ધારવાળા છે. તથા પ્રાસાદીય છે. [૧૭૭] સુધમાં સભાના ઈશાન ખૂણામાં એક વિશાલ સિદ્ધાયતન છે. અતિ જિનાલય છે. તેની લંબાઈ સાડા બાર યોજનની છે. અને તેની પહોળાઈ એક કોશ અને છ યોજનની છે. તથા તેની ઉંચાઈ નવ યોજનની છે. વિગેરે પ્રકારથી તમામ કથન અહીં સુધમાં સભાના કથન પ્રમાણે કહી લેવું. એ સિદ્ધાયતનના બહુ મધ્યપ્રદેશ ભાગમાં એક વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા બે યોજનની લાંબી પહોળી છે. અને એક યોજનના ઘેરાવાવાળી છે. એ સર્વ રીતે મહિણયોની બનેલ છે.એ મણિપીઠિકાની ઉપર એક વિશાલ દેવૐકદક છે. એ બે યોજનની લંબાઈ પહોળાઈ વાળો છે, અને કંઇક વધારે બે યોજનાની ઉંચાઇ વાળો છે. એ દેવચ્છેદકમાં ૧૦૮ જીન પ્રતિમાઓ અથતુ અરિહંત પરમાત્માની પ્રતિમાઓ છે. તેના હાથોના તળિયા લાલ સુવર્ણના જેવા છે. અંતરત્નોના જેવા તેના નખો છે. લોહિતાક્ષરત્નની રેખાઓ છે. તેના પાયાઓ સોનાના છે. તેની એડિયો કનકની બનેલ છે. સુવર્ણમય તેની જાંઘો છે. સુવર્ણમય તેના જાનુઓ છે. સુર્વણમય તેનાં ઉરૂ છે. તેના ઘુંટણો સુવર્ણમય છે. તપેલા સોનાની તેની નાભિયો બનેલી છે. તેની રોમ રાજીયો રિષ્ટ રત્નોની છે. તપેલા સોનાના તેના ચિચુકી છે. તપેલા સોનાના તેના શ્રીવત્સ છાતીની ઉપર રહેલ ચિન્હ વિશેષ છે. સુવર્ણમય તેના બાહુ હાથો છે અને સુવર્ણમય તેના બને પડખાઓ છે. તેની ગ્રીવા-ગળું સુવર્ણમય છે. તેના ઓઠ શિલા પ્રવાલ મૂંગાના છે. તેના દાંતો સ્ફટિક મણિના બનેલા છે. તેની જીભ તપનીય સોનાની બનેલ છે. તેનો તાલુનો પ્રદેશ તપનીય સુવર્ણનો બનેલ છે. તેના નાકો સોનાના બનેલા છે. નાકની અંદરની રેખાઓ લોહિતાક્ષ રત્નની બનેલ છે. તેની આંખો અંક રત્નની બનેલ છે. આંખોની અંદરની રેખાઓ લોહિતાક્ષ રત્નની બનેલ છે. આંખોના તારાઓ રિષ્ટ રત્નના બનેલ છે. આંખોની પાંપણો રિઝ રત્નોની બનેલ છે. તેના બને ભમરો રિઝ રત્નના બનેલ છે. તેના બને ગાલો સુવર્ણનાં બનેલ છે. તેના બન્ને કાનો સુવર્ણ નિર્મિત છે. તેનો ભાલ પ્રદેશ સુવર્ણનો છે. તેના મસ્તકો વજરત્નના બનેલ છે. તેના માથાના વાળો રિઝ રત્નના બનેલા છે. આ જીન પ્રતિમાઓ અર્થાતુ અરિહંત પ્રતિમાઓ પૈકી દરેક જીન પ્રતિમાની પાછળ તેના પર છત્ર ધરી રાખ નારી પ્રતિમાઓ છે. તે બધી વ્યંતર જાતના દેવોની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy