________________
ન્ય
શતક-૩, ઉદેસો-૮ તેઓ ઉપર અધિપતિપણું ભોગવતા યાવતુ બે બે દેવો વિહરે છેઃ
[૨૦૨-૨૦૪] કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, અને અમરપતિ મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિંનર અને કિંજુરુષ, સત્પરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ એ બધા વાનવ્યંતર દેવોના ઈદ્રો છે. જ્યોતિષિક દેવોની ઉપર અધિપતિપણું ભોગવતા બે બે દેવો છેઃ- ચંદ્ર અને સૂર્ય હે ભગવન્! સૌધર્મ અને ઈશાનકલ્પમાં અધિપતિપણું ભોગવતા યાવતુ-કેટલા દેવો રહે છે? હે ગૌતમ ! ત્યાં અધિપતિપણું ભોગવતા યાવતુ-દશ દેવો રહે છે- દેવેંદ્રદેવરાજ શક્ર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ અને દેવેંદ્ર દેવરાજઈશાન, સોમ, યમ, વરુણ, અને વૈશ્રમણ. એ બધી વક્તવ્યતા બધાય કલ્પોમાં જાણવી અને જે ઈદ્રો છે તે કહેવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી વિહરે છે. [શતક ૩-ઉદેસાઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
(ઉદેસો-૯). [૨૦૫ રાજગૃહ નગરમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કે – હે ભગવન્! ઈદ્રિયના વિષયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ઈદ્રિયોના વિષયો પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેઃ- શ્રોત્રેદ્રિયનો વિષય ઈત્યાદિ આ સંબંધે જીવાભિગમસૂત્રમાં કહેલો આખો જ્યોતિષિક ઉદ્દેશક જાણવો. | [શતકઃ ૩- ઉદેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
(- ઉદ્દેશક ૧૦:-) [૨૦૬] રાજગૃહ નગરમાં યાવતું આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન્! અસુરેંદ્ર અસુરરાજ ચમરને કેટલી સભાઓ કહી છે! હે ગૌતામ ! તેને ત્રણ સભાઓ કહી છે. તે આ પ્રમાણે - શમિકા ચંડા જાતા એ પ્રકારે કમપૂર્વક અમ્રુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. શતક-૩ના ઉદ્દેસા-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
શતકઃ ૩-ગુર્જરછાયાપૂર્ણ
(શતકઃ૪)
- ઉદેસા-૧થી ૮ [૨૦૭ ચાર ઉદ્દેશકમાં વિમાન સંબંધી હકીકત છે. બીજા ચાર ઉદ્દેશકમાં રાજધાની સંબંધી હકીકત છે અને એક ઉદ્દેશક નૈરયિકો સંબંધે છે તથા એક ઉદ્દેશક લેશ્યા સંબંધે છે - એ રીતે આ શતકમાં દશ ઉદ્દેશાઓ છે.
[૨૦૮] રાજગૃહ નગરમાં-આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન ! દેવેંદ્ર, દેવરાજ ઈશાનને કેટલા લોકપાલ કહ્યા છે? હે ગૌતમ ! તેને ચાર લોકપાલો કહ્યા છે સોમ, યમ, વૈશ્રમણ અને વરણ. હે ભગવન્! એ લોકોપાલોને કેટલાં વિમાનો કહ્યાં છે? હે ગૌતમ ! તેઓને ચાર વિમાનો કહ્યાં છે. -સુમન, સર્વતોભદ્ર, વલ્થ. અને સુવડ્યુ. દેવેંદ્ર, દેવરાજ ઈશાના સોમ મહારાજાનું સુમન નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org