________________
૯૪
ભગવઇ-૩-૭/૧૮૯ વિરલ થયાં છે એવાં, નધણિઆતા, જેની સંભાળ કરનાર જનો નામશેષ છે એવાં, જેના ધણીનાં ગોત્રોનાં ધરો નામશેષ છે એવાં અને સિંગોળાના ઘાટવાળા માર્ગમાં, તરભેટામાં, ચોકમાં, ચત્વરમાં, ચાર શેરીઓ જ્યાં ભેગી થાય એવા માર્ગમાં, રાજમાર્ગોમાં અને સામાન્ય માર્ગોમાં, નગરની પાણીની ખાળોમાં, ગટરોમાં, મસાણમાં, પહાડ ઉપરના ઘરમાં, ગુફામાં, શાંતિધર-ધર્મક્રિયા કરવાના ઠેકાણમાં પહાડને કોતરીને બનાવેલ ઘરમાં, સભાને સ્થાને અને રહેવાના ઘરમાં રાખેલાં લાખો રૂપીયાના નિધાનો, અને દાટેલી લાખો રૂપીયાની દોલત, એ બધું દેવેંદ્ર, દેવરાજ શકના વૈશ્રમણ મહારાજાથી, કે વૈશ- મણકાયિક દેવોથી અજાણ્યું નથી, અણજોયું નથી, અસાંભળ્યું નથી, અણસમારેલ નથી અને અવિજ્ઞાત નથી. દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાને આ દેવો અપત્યરૂપ અભિમત છેઃ- પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સમનોભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્ધાન, સર્વધશાક, સર્વકામ, સમૃદ્ધ, અમોઘ, અને અસંગ દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાની આવરદા બે પલ્યોપમની છે અને તેના અપત્યરૂપ અભિમત દેવોની આવરદા એક પલ્યોપમ છે એ રીતે વૈશ્રમણ મહારાજા મોટી ઋદ્ધિવાળો છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. [ [શતક-૩-ઉદેસા-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ] ]
T (- ઉદેશક ૮:- ) [૨૦૧] રાજગૃહ નગરમાં યાવતુ-પકુંપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરકુમારદેવો ઉપર કેટલા દેવો અધિપતિપણું ભોગવતા યાવતનવિહરે છે? હે ગૌતમ! અધિપતિપણું ભોગવતા દસ દેવો રહે છે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરણ, વૈશ્રમણ, વૈરોચનેદ્રવૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરણ અને વેશ્રમણ. હે ભગવન્! નાગકુમાર દેવો ઉપર કેટલા દેવો અધિપતિપણું ભોગવતા વિહરે છે ? હે ગૌતમ ! અધિપતિપણું ભોગવતા યાવતુ-દસ દેવો રહે છે, તે આ પ્રમાણેઃ- નાગકુમારેંદ્ર, નાગકુમારરાજ ધરણ, કાલવાલ, કોલવાલ, શૈલપાલ, શંખપાલ, નાગકુમારેંદ્ર નાગકુમારરાજ, ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શખવાલ અને શૈલપાલ, જેમ નાગકુમારોના ઈંદ્રો સંબંધે એ વક્તવ્યતાથી જણાવ્યું તેમ આ દેવો સંબંધે પણ સમજવું. સુવર્ણકુમારોના ઉપરીઓ, વસુદેવ, વેણુદાલિ, ચિત્ર વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ છે. વિદુકુમારોના ઉપરીઓ હરિકાંત, હરિસહ, પ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત, અને સુપ્રભાકાન્ત છે. અગ્નિકુમારોના ઉપરીઓ અગ્નિસિંહ, અગ્નિમાણવ, તેજલ, તેજસિંહ, તેજઃકાન્ત અને તેજ:પ્રભ છે, દ્વીપકુમારોના ઉપરીઓ, પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ છે ઉદધિકુમારોના ઉપરીઓ-જલકાન્ત, જલપ્રભ, જલુ જલરૂપ, જલ- કાન્ત અને જલપ્રભ છે. દિમારોના ઉપરીઓ-અમિતગતિ, અમિતવાહન, ત્વરિત- ગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિ છે. વાયુકુમારોના ઉપરીઓઃ-ઘોષ, મહાઘોષ, આવત, વ્યાવત, નંદિકાવી, અને મહાનંદિકાવત છે. એ પ્રમાણે બધું અસુરકુમારોની પેઠે કહેવું. દક્ષિણ ભવનપતિના ઈદ્રોના પ્રથમ લોકપાલોના નામો આ પ્રમાણે છેઃ-સોમ, કાલવાલ, ચિત્ર, પ્રભ તેજસ રૂપ, જલ, ત્વરિતગતિ, કાલ ને આયુક્ત. હે ભગવન્! પિશાચકુમારો ઉપર અધિપતિપણું ભોગવતા કેટલા દેવો છે? હે ગૌતમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org