________________
૮૬
ભગવઈ-૩-૪/૧૮૪ દેવીવાળા દેવને જાણે, જૂએ? હે ગૌતમ! કોઈ તે દેવીવાળા દેવને જૂએ પણ યાનને ન જૂએ એ હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, શું ઝાડના અંદરના ભાગને જૂએ કે બહારના ભાગને જૂએ? હે ગૌતમ! અહીં પણ ચાર ભાંગા કહેવા. એજ રીતે શું મૂળને જૂએ છે? કાંદાને જૂએ છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ચાર ભાંગા કરવા.અને એ જ પ્રમાણે મૂળની સાથે બીજનો સંયોગ કરવો. એ રીતે કંદની સાથે પણ જોડવું. એ પ્રમાણે પુષ્પની સાથે બીજનો સંયોગ કરવો. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, શું વૃક્ષનું ફળ જૂએ કે બીજ જૂએ? હે ગૌતમ! અહીં ચાર ભાંગા કરવા. " [૧૮૫ હે ભગવન્! વાયુકાય, એક મોટું સ્ત્રીરૂપ પુરુષરૂપ, હર્તિરૂપ, યાનરૂપ, એ પ્રમાણે જુગ, ગિલ્લિ થિલ્ય શિબિકા (ડોળી) અને સ્પંદમાનિકા એ બધાનું રૂપ વિકર્વી શકે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ વિકુવણા કરતો વાયુકાય, એક મોટું પતાકાના આકાર જેવું રૂપ વિદુર્વે છે. હે ભગગવન્! વાયુકાય. એક મોટું પતાકાના આકાર જેવું રૂપ વિક્ર્વી અનેક યોજન સુધી ગતિ કરવાનું શક્ય છે? હે ગૌતમ! હા, તેમ કરવાનું શક્ય છે. હે ભગવન્! શું તે વાયુકાય, આત્મદ્ધિથી ગતિ કરે છે કે પરની ઋદ્ધિથી ગતિ કરે છે? હે ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે પણ પરની ઋદ્ધિથી ગતિ કરતો નથી. જેમ તે આત્મદ્ધિથી ગતિ કરે છે તેમ તે આત્મકર્મથી અને આત્મપ્રયોગથી પણ ગતિ કરે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! શું તે વાયુકાય, ઉંચી પતાકાની પેઠે રૂપ કરી ગતિ કરે છે, કે પડી ગએલી પતાકાની પેઠે રૂપ કરી ગતિ કરે છે. હે ગૌતમ! તે. ઉંચી પતાકાની પેઠે અને પડી ગયેલી પતાકાની પેઠે એ બન્ને પ્રકારે રૂપ કરી ગતિ કરે છે. શું તે એક દિશામાં પતાકા હોય એવું રૂપ કરી ગતિ કરે છે કે બે દિશામાં પતાકા હોય એવું રૂપ કરી ગતિ કરે છે? હે ગૌતમ! તે, એક દિશામાં પતાકા હોય એવું રૂપ કરીને ગતિ કરે છે, પણ બે દિશામ પતાકા હોય એવું રૂપ કરીને કરતો નથી. હે ભગવન્! તો શું તે વાયુકાય પતાકા છે? હે ગૌતમ! તે વાયુકાય, પતાકા નથી. પણ વાયુકાય છે.
[૧૮] હે ભગવન્! -બલાહક એક મોટું સ્ત્રીરૂપ યાવતુ-પાલખી પરિણમાવવા સમર્થ છે? હે ગૌતમ ! હા, તે, તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! બલાહક, એક મોટું સ્ત્રીરૂપ કરીને અનેક યોજનો સુધી જવા સમર્થ છે? હા, તે. તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું તે બલાહક, આત્મદ્ધિથી ગતિ કરે છે કે પરિદ્ધિથી ગતિ કરે છે ? હે ગૌતમ ! તે, આત્મઋદ્ધિથી ગતિ કરતો નથી, પણ પરદ્ધિ ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મપ્રયોગથી પણ ગતિ કરતો નથી પણ પરકર્મ અને પરપ્રયોગથી તે. ગતિ કરે છે. અને તે ઉંચી થયેલી કે પડી ગએલી ધજાની પેઠે ગતિ કરે છે. હે ભગવન્! શું તે બલાહક, સ્ત્રી છે? હે ગૌતમ ! તે બલાહક, સ્ત્રી નથી, પણ બલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો, તથા હાથી વગેરે માટે જાણવું. હે ભગવન! શું તે બલાહક, એક મોટા યાનનું રૂપ પરિણમાવી અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે? હે ગૌતમ! જેમ સ્ત્રીરૂપ સંબંધે કહ્યું તેમ યાનના રૂપ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે, તે એક પૈડું રાખીને પણ ચાલે અને બન્ને તરફ પૈડું રાખીને પણ તે ચાલે. તથા તેજરીત જુગ ગિલ્લિ, થિલિ, શિબિકા અને સ્પંદમાનિકાના રૂપ સંબંધે પણ જાણવું.
[૧૮૭ હે ભગવન ! જે જીવ નૈરયિકોંમાં ઉત્પન થવાને યોગ્ય છે તે,! કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જીવ, જેવી વેશ્યાવાળાં દ્રવ્યોનું ગ્રહણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org