________________
ભગવઇ - ૩/-/૧/૧૬ ૧
૭૨
તો અહીંથી કાલમાસે કાળ કરી તમે બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો. ત્યાં ઉત્પન્ન થયા પછી તમે અમારા ઇંદ્ર થશો, તથા અમારી સાથે દિવ્ય ભોગ્યભોગને ભોગવતા તમે આનંદ અનુભવશો. જ્યારે તે બલિર્ચચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમા૨ દેવો અને દેવીઓએ આમ કહ્યું અને તે વાતને તે બાલતપસ્વીએ આદરી નહિં. સ્વીકારી નહિં, પણ ત્યારે તે બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમા૨ દેવો અને દેવીઓએ તે તામલી મૌર્યપુત્રને બીજીવાર અને ત્રીજીવાર પણ ત્રણ ત્રણ પ્રદક્ષિણા કરીને પૂર્વની વાત કહી. તે અસુકુમારોએ પૂર્વ પ્રમાણે બે, ત્રણવાર યાવત્-કહ્યું તો પણ તે તામલી મૌર્યપુત્રે કાંઇપણ જવાબ ન દીધો, મૌન ધારણ કર્યું. પછી છેવટે જ્યારે તામલી બાલ- તપસ્વીએ તે બલિર્ચચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવોને અને દેવી-ઓનો અનાદર કર્યો, તેઓનું કથન માન્યું નહીં ત્યારે તે દેવો જે દિશામાંથી આવ્યા હતા તેજ દિશામાં પાછા ચાલ્યા ગયા.
[૧૬૨] તે કાળે, તે સમયે ઇશાન કલ્પ ઇંદ્ર અને પુરોહિત વિનાનો હતો. તે વખતે તામલી બાલતપસ્વીએ પૂરેપૂરાં સાઇઠહજાર વર્ષ સુધી સાધુ પર્યાયને પાળીને, બે માસ સુધીની, સંલેખનાવડે આત્માને સેવીને, એકસોનેવીસ ટંક અનશન પાળીને કાળમાસે કાળ કરીને ઈશાનકલ્પમાં, ઈશાનવતંસક વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશય્યામાં, દેવવસ્ત્રથી ઢંકાએલ અને આંગળની અસંખ્યેય ભાગ જેટલી અવગાહનામાં ઈશાનકલ્પમાં દેવેંદ્રની ગેરહાજરીમાં ઈશાનદેવેંદ્રપણે જન્મ ધારણ કર્યો. હવે તે તાજા ઉત્પન્ન થએલ દેવેંદ્ર, દેવરાજ ઈશાન પાંચ પ્રકારની પર્યાપ્તિવડે પર્યાપ્તિપણાને પામે છે. હવે, બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ એમ જાણ્યું કે, તામલી બાલતપસ્વી કાળધર્મને પામ્યો, અને તે ઈશાનકલ્પમાં દેવેંદ્રપણે ઉત્પન્ન થયો. તેથી તેઓએ ઘણો ક્રોધ કર્યો, કોપ કર્યો, ભયંકર આકાર ધારણ કર્યો, અને તેઓ બહુ ગુસ્સે ભરાણા. પછી તેઓ બધા બલીચંચા રાજધાનીના મધ્ય- ભાગમાં થઇ નીકળ્યા. અને તે ઉત્કૃષ્ટગતિવડે જે તરફ ભારતવર્ષ છે, તામ્રલિપ્તી નગરી છે, તામલી બાલતપસ્વીનું શરીર છે તે તરફ આવીને તે દેવો તે તામલી મૌર્યપુત્રના મુડદાને ડાબે પગે દોરી બાંધી, તેના મોઢામાં ત્રણવાર થૂંકી, એને તામ્રલિપ્તી નગરીમાં સિંગોડાના ઘાટવાળા માર્ગમાં, ત્રણ શેરી ભેગી થાય તેવા માર્ગમાંત્રિકમાં, ચોકમાં, ચતુર્મુખ માર્ગમાં, અને મહામાર્ગમાં, તે મુડદાને ઢસળતા ઢસળતા અને બુલંદ અવાજે ઉદ્ઘોષણા કરતા તે દેવો આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ! પોતાની મેળેજ તપસ્વીના વેષને ધારણ કરનાર અને પ્રાણામા' નામની પ્રવ્રજ્યાથી પ્રવ્રજીત થયેલા તે તામલી બાલતપસ્વી કોણ ? તથા ઈશાનકલ્પમાં થયેલ દેવેંદ્ર દેવરાજ ઈશાન કોણ ? એમ કરીને તામલી બાલતપસ્વીના શરીરની હીલના કરે છે, નિંદા કરે છે, ખિસા કરે છે, ગર્હ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, તેને હેરાન કરે છે, અને આડું અવળું જેમ ફાવે તેમ ઢસળે છે, તથા તેમ કરીને તેના શરીરને એકાંતે નાખી જે દિશામાંથી તે દેવો પ્રકટ્યા હતા તેજ દિશામાં ચાલ્યા ગયા.
[૧૬૩] હવે તે ઈશાનકલ્પમાં રહેનારા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓએ આ પ્રમાણેજોયું કે, બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ બાલતપસ્વી તામલિના શરીરને હીલે છે, નિંદે છે, ખિસે છે, અને તેના શરીરને આડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org