________________
૭૧
શતક-૩, ઉદેસો-૧ ઉદાર, વિપુલ, યાવતુ-ઉદગ્ર, ઉદત્ત, ઉત્તમ અને મહાપ્રભાવશાલિ તપકર્મવડે સુકાઈ ગયો છું, રક્ષ થયો છું, અને યાવતુ-મારી બધી નસો શરીર ઉપર દેખાઈ આવી છે. માટે
જ્યાં સુધી મને ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષાકાર પરાક્રમ છે ત્યાં સુધી મારું શ્રેય એમાં છે કે હું કાલે જ્વલંત સૂર્યનો ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઈ મેં દેખીને બોલાવેલા પુરુષોને, પાખંડસ્થોને, ગૃહસ્થોને, મારા આગળના ઓળખિતાઓને, તપસ્વી થયા પછીના મારા પૂછીને, તામ્રલિપ્તી નગરીની વચોવચ નીકળીને, ચાખડી, કુંડી વગેરે ઉપકરણોને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિભાગમાં ઇશાનખૂણામાં, નિર્વતિનિક મંડળને આળેખી સંલેખના તપવડે આત્માને સેવી, ખાવા પીવાનો ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, કાળની અવકાંક્ષા સિવાય વિહરવું શ્રેયસકર છે. એમ વિચારી કાલે જ્વલંત સૂર્યનો ઉદય થયા પછી, પૂછે છે, તેઓને પૂછી તે તામલી તપસ્વીએ પોતાના ઉપકરણોને એકાંતે મૂક્યાં, યાવતુ-તેણે આહારપાણીનો ત્યાગ કર્યો અને પાદોપગમન નામનું અનશન કર્યું.
[૧૬૧] તે કાળે તે સમયે બલિચંચા રાજધાની દ્ધ અને પુરોહિત વિનાની હતી. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં વસનારા ઘણા અસુરકુમાર દેવોએ અને દેવીઓએ તે તામલી બાલતપસ્વીને અવધિવડે જોયો, જોયા પછી તેઓએ એક બીજાને બોલાવી આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! આપણે બધા ઈંદ્રને તાબે રહેનારા તથા અધિષ્ઠિત છીએ, આપણું બધું કાર્ય ઈદ્રને તાબે છે હે દેવાનુપ્રિયો ! આ તામલી બોલતપસ્વી તામ્રલિપ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં નિર્વતનિક મંડળને આળેખી, સંલેખનાવડે આત્માને સેવી, ખાવા પીવાનો ત્યાગ કરી અને પાદપોપગમન અનશનને ધારણ કરીને રહ્યો છે. તો આપણે એ શ્રયરૂપ છે કે, હે દેવાનુપ્રિયો ! તે તામલી બાલતપસ્વીને બલિચંચા રાજધાનીમાં ઈદ્ર તરીકે આવવાનો સંકલ્પ કરાવીએ એમ કરીને પરસ્પર એક બીજાની પાસે એ વાતને મનાવીને તે બધા અસુરકુમારો બલિચંચા રાજધાનીના મધ્યભાગમાંથી નીકળી તે તરફ રચઠંદ્ર ઉત્પાત પર્વત છે તે તરફ આવે છે, આવી વૈક્રિયસમુદ્યાતવડે સમવહણીને ઉત્તરવૈક્રિયરૂપોને વિદુર્વી ઉત્કૃષ્ટ ત્વરિત, ચપલ, ચંડ, જયવતી નિપુણ, સિંહ જેવી, શીધ્ર ઉપૂત અને દિવ્ય દેવગતિવડે તિરછા અસંખ્યય દ્વીપ સમુદ્રોની વચોવચ જે તરફ જબદ્રીપે નામે દ્વીપ છે. જે તરફ ભારતવર્ષ છે, તે તરફ આવ્યા, આવી તામલી બોલતપસ્વીની ઉપર, સમક્ષ સપ્રતિદિશે અર્થાતુ બરાબર સામે રહી દિવ્ય દેવઋદ્ધિને, દિવ્ય દેવકાંતિને, દિવ્ય દેવપ્રભાવને અને બત્રીસ જાતના દિવ્ય નાટકવિધિને દેખાડી, તામલી બોલતપસ્વીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમી તે અસુરકુમાર દેવો આ પ્રમાણે બોલ્યા છેઃ
હે દેવાનુપ્રિય અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓ આપને વાંદીએ છીએ, નમીએ છીએ, અને આપની પર્યાપાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિયો ! હાલ અમારી બલિચંચા રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે અને હે દેવાનુપ્રિય ! અમે આ બધા ઈન્દ્રને તાબે રહેનારા છીએ અને અમારું કાર્ય પણ ઈદ્રને તાબે છે. તો હે દેવાનુપ્રિય ! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો, તેનું સ્વામિપણું સ્વીકારો, તેને મનમાં લાવો, તે સંબંધી નિશ્ચય કરો, નિદાન કરો અને બલિચંચા રાજધાનીના સ્વામી થવાનો સંકલ્પ કરો. જો તમે અમે કહ્યું તેમ કરશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org