________________
શતક-૪૧, ઉદ્દેસો-૨૯ થી ૧૪૦
૫૨૭
કાપોતલેશ્યાવાળા તેોલેશ્યાવાળા અને પદ્મલેશ્યાવાળા સંબંધે પણ એજ પ્રકારે ચાર ઉદ્દેશકો કહેવા. શુક્લ- લેશ્યાવાળા અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા.
[૧૦૭૫]હે ભગવન્ ! મૃતયુગ્મપ્રમાણે સમ્યદૃષ્ટિ નૈયિકોમાં ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ આ ઉદ્દેશક કહેવો. એમ ચારે યુગ્મોમાં ભવસિદ્ધિક સમાન ચાર ઉદ્દેશકો કહેવા. હે ભગવન્ ! મૃતયુગ્મરાશિપ્રમાણ કૃતલેશ્યા વાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? એ સંબંધે પણ કૃષ્ણલેશ્યા વાળા જેમ ચારે ઉદ્દેશકો કહેવા. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિઓને વિષે પણ ભવસિદ્ધિકની પેઠે અઠ્યાવીશ ઉદ્દેશકો કરવા.
[૧૦૭૬]કૃતયુગ્મરાશિપ્રમાણે મિથ્યાવૃષ્ટિ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? મિથ્યાવૃષ્ટિના-ઉચ્ચારણથી અભવસિદ્ધિકના સમાન-૨૮ ઉદ્દેશકો કહેવા. શતકઃ૪૧-ઉદ્દેશક-૧૪૧-૧૯૬
[૧૦૭૭]હે ભગવન્ ! કૃતયુગ્મપ્રમાણ કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? અહીં પણ અભસિદ્ધિકના સમાન અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા.
[૧૦૭૮]હે ભગવન્ ! કૃતયુગ્મપ્રમાણ શુક્લપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? અહીં પણ ભવસિદ્ધિક સરખા અઠ્યાવીશ ઉદ્દેશકો થાય છે. એ પ્રમાણે એ બધા મળીને ૧૯૬ ઉદ્દેશકોનું રશિયુગ્મશતક થાય છે. યાવતુ-શુક્લલેશ્યાવાળા શુક્લ પાક્ષિક કાલ્યોજરાશિપ્રમાણ વૈમાનિકો યાવતુ-જો ક્રિયાવાળા છે તો શું તેઓ તેજ ભવમાં સિદ્ધ થાય છે,યાવત્-સર્વ દુઃખોનો અંત કરે છે?એ અર્થ સમર્થ નથી.
હૈ
[૧૦૭૯]ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવી૨ને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે,પ્રદક્ષિણા કરી વાંદી નમે છે,નમીને ભગવાન્ ગૌતમ આ પ્રમાણે બોલ્યા-‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે પ્રકારેજ છે, હે ભગવન્ ! એ સત્યજ છે, હે ભગવન્ ! તે અસંદિગ્ધ છે, હે ભગવન્ ! તે મને ઈચ્છિત છે, હે ભગવન્ ! તે મને પ્રતીચ્છિત-સ્વીકૃત છે, હે ભગવન્ ! તે સત્ય છે કે તમે જે કહો છો, ‘અરિહંત ભગવંતોની વાણી પવિત્ર હોય છે. એમ કહી શ્રમણ ભગવંત મહાવી૨ને વાંદે છે, નમે છે, અને તપપૂર્વક આત્માને ભાવિત કરતા વિહરે છે. સર્વ ભગવતીના મળીને ૧૩૮ ઉદ્દેશકો અને ૧૯૨૫ શતકો થાય છે. [૧૦૮૦-૧૦૮૧]ઉત્તમોઉત્તમ જ્ઞાનવડે સર્વદર્શી પુરુષોએ આ અંગમાં ચોશી લાખ પદો કહ્યા છે, તેમજ અપરિમિત ભાવ-વિધિ અને નિષેધો કહેલા છે. તપ, નિયમ, અને વિનયરુપ વેળા ભરતીવાળા, નિર્મળ જ્ઞાનરુપ વિપુલ પાણીવાળા, સેંકડો હેતુરુપ મહાન વેગવાળા અને ગુણથી વિશાળ એવા સંઘસમુદ્રના જય થાય છે.
શતકઃ ૪૧-ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ શેષ-કથન )
[૧૦૮૨-૧૦૮૭]ગૌતમાદિ ગણધરોને નમસ્કાર, ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને નમસ્કાર, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર. કાચબાની પેઠે સુંદર ચરણકમળવાળી, નહિ ચોળાયેલ કોરંટ વૃક્ષની કળી સમાન એવી પૂજ્ય શ્રુતદેવી મારા મતિઅજ્ઞાનનો નાશ કરો. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના આદિના આઠ શતકના બબ્બે ઉદ્દેશકોનો એક એક દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org