________________
શતક-૩૧, ઉસો-૧
૫૦૩
(શતક ૩૧ )
ઉદેસો-૧ [૧૦૦૩] હે ભગવન્! ક્ષુદ્ર યુગ્મો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! ચાર. કતયુગ્મ, યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યો. હે ગૌતમ ! તે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે ચાર બાકી રહે તે સંખ્યાને શુદ્ર કૃતયુગ્મ કહેવાય છે. જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે ત્રણ બાકી રહે તે સંખ્યાને ક્ષદ્ર વ્યાજ કહેવામાં આવે છે. જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે બે બાકી રહે તે સંખ્યાને લઇ દ્વાપરયુગ્મ કહેવામાં આવે છે. અને જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે એક બાકી રહે તે સંખ્યા શુદ્ર કલ્યોજ કહેવાય છે. હે ભગવન્! મુદ્ર કતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તેઓ નારયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, ઇત્યાદિ નૈરયિકોનો ઉપપાત જેમ વ્યુત્કાન્તિ પદમાં કહ્યો છે તેમ અહીં જાણવો. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ અથવા સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવનું ! તે જીવો કેવી રીતે ઉપજે? હે ગૌતમ ! જેમ કોઈ કૂદનાર કૂદતો ઈત્યાદિ પચીશમાં શતકના આઠમા ઉદ્દેશકમાં નૈરયિકો સંબંધે જે વક્તવ્યતા કહી છે તે અહીં પણ કહેવી. યાવતુ-તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પણ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી.
હે ભગવનું ! શુદ્ર કૃતયુગ્મરાશિ પ્રમાણ રત્નપ્રભાના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકોની વક્તવ્યતા કહી છે તેમ રત્નપ્રભાના નૈરયિકોની પણ કહેવી. યાવતુ-તે પપ્રયોગથી ઉપજતા નથી. એમ શર્કરા પ્રભા અને ધાવતુ-અધસપ્તમ પૃથિવી સંબંધે પણ જાણવું. એ રીતે વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે અહીં ઉપપાત કહેવો. “અસંશી જીવો પહેલી નરક સુધી, સર્પો બીજી નરક સુધી અને પક્ષીઓ ત્રીજી નરક સુધી જાય છે -ઈત્યાદિ ગાથા વડે ઉપપાત કહેવો. ક્ષુદ્ર સ્રોજરાશિ પ્રમાણ નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. તે જીવો એક સમયે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું કૃતયુગ્મ નૈરયિકોની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-સપ્તમ નરકમૃથિવી સુધી જાણવું. યુદ્ધ દ્વાપરયુગ્મ પ્રમાણ નૈરયિકોની ઉત્પત્તિ સંબંધે જેમ ક્ષુદ્ર કૃતયુગ્મ સંબંધે કહ્યું છે તેમ સમજવું. પરન્તુ પરિમાણ-બે છે, દશ, ચૌદ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-અધઃસપ્તમ નરકપૃથિવી સુધી જાણવું. હે ભગવન્! મુદ્રકલ્યોજ રાશિ પ્રમાણ નેરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા. જેમ ક્ષુદ્ર કૃતયુગ્મ સંબંધે કહ્યું છે તેમ આ સંબંધે પણ સમજવું. પરન્ત પરિમાણમાં એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા અથવા અસંખ્યાતા. ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાવ-સાતમી નરકપૃથિવી સુધી સમજવું.
(શતક ૩૧-ઉદેસા ૨) [૧૦૦૪] હે ભગવન્! મુદ્રકૃતયુગ્મરાશિપ્રાણ કષ્ણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ પૃચ્છા. ઔધિક ગામમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, યાવતુ-પરપ્રયોગથી ઉપજતા નથી. પણ વિશેષ એ કે, વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો અને ધૂમપ્રભાપૃથિવીના નૈરયિકો સંબધે પ્રશ્ન ઉત્તર વગેરે બાકી બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org