________________
૫૦૨
ભગવદ - ૩૦/-/૨/૧૦૦૦ તિર્યંચયોનિકોને નૈરયિકોની જેમ સમજવું. વિશેષ એ કે, જેને જે હોય તેને તે જાણવું. મનુષ્યોને ઔધિક જીવોની જેમ સમજવું. વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારોની જેમ સમજવું.
(શતક ૩૦-ઉદેસોઃ ૨). [૧૦૦૦] હે ભગવન્! અનંતરોપપનક નૈરયિકો શું ક્રિયાવાદી છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ક્રિયાવાદી પણ છે અને યાવતુ વિનયવાદી પણ છે. વેશ્યાવાળા અનંતરોપનિક નૈરયિકો જેમ પ્રથમ ઉદેશકમાં વક્તવ્યતા કહી છે તેમ અહીં પણ કહેવી. વિશેષ એ કે, અનંતરોપપનક નૈરયિકોમાં જેને જે સંભવે તેને તે કહેવું. એ પ્રમાણે સર્વ જીવો યાવતુ-વૈમાનિકોને પણ સમજવું. ક્રિયાવાદી અનન્તરોપનિક નરયિકોનૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવનું આયુષ બાંધતા નથી. એજ રીતે અક્રિયાવાદી, અજ્ઞાન વાદી ને વિનયવાદી સંબધે પણ જાણવું. વેશ્યાવાળા અનન્તરોપપન્નક ક્રિયાવાદી નૈર યિકો નૈરયિકનું વાવતુ-દેવનું આયુષ બાંધતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી સમજવું. એ રીતે સર્વ સ્થાનોમાં અનન્તરોપનિક નૈરયિકો કોઈ પણ આયુષનો બન્ધ કરતા નથી. એ પ્રમાણે યાવતુ-અનાકાર ઉપયોગવાળા જીવો સુધી જાણવું. એમ યાવતુવૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે જેને જે હોય તે તેને કહેવું. ક્રિયાવાદી અનન્ત રોપાન નૈરયિકો ભવસિદ્ધિક છે.
અક્રિયાવાદી સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ સમજવું. વેશ્યા વાળા અનન્તરોપાન ક્રિયાવાદી નૈરયિકો ભવસિદ્ધિક છે, એ પ્રમાણે એ અભિલાપથી જેમ ઔધિક ઉદ્દેશકમાં નૈરયિકોની વક્તવ્યતા કહી તેમ અહીં પણ કહેવી અને તે વાવતુઆનાકારોપયોગવાળા સુધી સમજવી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. પણ જેને જે હોય તેને તે કહેવું. આ તેનું લક્ષણ છે-જે ક્રિયાવાદી, શુક્લ- પાક્ષિક, અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ તેઓ બધા ભવસિદ્ધિક હોય છે પણ અભવસિદ્ધિક હોતા નથી, અને બાકી બધા ભવસિદ્ધિક પણ હોય છે અને અભવસિદ્ધિક પણ હોય છે.
(શતક ૩૦-ઉદેસો ૩થી ૧૧) [૧૦૦૧] હે ભગવન્! પરંપરોપપનક નરયિકો શું ક્રિયાવાદી છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ ઔધિક ઉદેશકમાં કહ્યું છે તેમ પરંપરોપપનક નૈરયિકો સંબંધ પણ નૈરવિકથી માંડી સમગ્ર ઉદ્દેશક તે જ પ્રકારે ત્રણ દડક સહિત કહેવો.
[૧૦૦૨] એ પ્રમાણે એ ક્રમવડે બંધિશતકમાં ઉદ્દેશકોની જે પરિપાટી છે તે જ પરિપાટી અહીં પણ યાવતુ-અચરમ ઉદ્દેશક સુધી જાણવી. વિશેષ એ કે, “અનંતર' શબ્દઘટિત ચારે ઉદેશકો એક ગમવાળા છે અને પરંપર’ શબ્દઘટિત ચારે ઉદ્દેશકો એક ગમવાળા છે. એ રીતે “ચરમ” અને “અચરમ' શબ્દઘટિત ઉદ્દેશકો સંબંધે પણ સમજવું. વિશેષ એ કે લેક્ષારહિત, કેવળજ્ઞાની અને અયોગી સંબંધે અહીં કાંઈ પણ ન કહેવું અને બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે
| શતક ૩૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org