________________
શતક-૨૫, ઉદેસી-૪
૪૬૯ પ્રદેશવાળાં સ્કંધો સુધી જાણવું. હે ભગવન્! એ પૂર્વોક્ત સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશવાળા સ્કંધોમાં કયા સ્કન્ધો કોનાથી યાવતુ-વિશેષાધિક છે ? હે ગૌતમ ! અનંત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો સૌથી થોડા છે, અને તેથી અનંત પ્રદેશવાળા સકંપ સ્કંધો અનંતગુણા છે.
અનંત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. તેથી અનંત પ્રદેશ વાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. તેથી સકંપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થપણે અનંતગુણાં છે. તેથી સંખ્યાત પ્રદેશવાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી અસંખ્યાત પ્રદેશવાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી નિષ્કપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી સંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણાં છે. તેથી અસંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો વ્યાથી પણે અસંખ્યાતગુણાં છે. પ્રદેશાર્થપણે પણ એજ રીતે આઠ વિકલ્પો જાણવા. વિશેષ એ કે, પરમાણુપુદ્ગલો (પ્રદેશાર્થને બદલે) અપ્રદેશાર્થપણે કહેવાં. સંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. બાકી બધું તેજ પ્રમાણે સમજવું. દ્રવ્યાર્થ -પ્રદેશાર્થપણે- અનંતપ્રદેશવાળા નિષ્કપ સ્કંધો પૂર્વવતુ જાણવા છે.
હે ભગવન્! શું પરમાણુપુદ્ગલ અમુક અંશે કંપે છે, સર્વ અંશે કંપે છે, કે નિષ્કપ છે ? હે ગૌતમ ! તે અમુક અંશે કંપતો નથી, પણ કદાચ સર્વ અંશે કંપે છે અને કદાચ નિષ્કપ રહે છે. શું ઢિપ્રદેશિક સ્કંધ કદાચ અમુક અંશે કંપે છે, કદાચ સર્વ અંશે કંપે છે અને કદાચ નિકંપ પણ રહે છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પરમાણુપુગલો સર્વ અંશે કંપે છે અને નિષ્કપ પણ રહે છે. ઢિપ્રદેશિક આંધો અમુક અંશે કંપે છે, સર્વ અંશે પણ કંપે છે અને નિષ્કપ પણ રહે છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પરમાણુપુદ્ગલજઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અંસખ્યાતમાં ભાગ સુધી સકંપ હોય.જધન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી નિષ્કપ રહે.
- હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા કાળ સુધી દેશથી અમુક અંશે કંપે ? હે ગૌતમ ! તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી દેશથી કંપે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સર્વ અંશે કંપે. જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાણુપુદ્ગલો સદા કાળ કંપે. તેઓ બધો કાળ નિષ્કપ રહે. બે પ્રદેશવાળા સ્કંધો બધો કાળ દેશથી કંપે. તેઓ બધો કાળ સર્વ અંશે કંપે. તેઓ બધો કાળ નિષ્કપ રહે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી જાણવું. હે ભગવનું ! સવશે સકંપ પરમાણુપુદ્ગલનું કટલા કાળનું અંતર હોય? હે ગૌતમ ! સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય. તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. નિષ્ક્રપ પરમાણુપુદ્ગલનું સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હોય. તથા પરસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય.
અંશતઃ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધને દેશથી-અનંત કાળનું અંતર હોય. સર્વ અંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org