________________
૪૬૮
ભગવાઈ - ૨પ-૪/૮૯૧ પરમાણુપુદ્ગલના કાળા વર્ણપયયિો કૃતયુગ્મરૂપ છે, વ્યોજ છે-ઈત્યાદિ જેમ સ્થિતિની વક્તવ્યતા કહી તેમ સર્વ વર્ણની વક્તવ્યતા કહેવી. એમ બધા ગંધો અને રસોને વિષે પણ એજ પ્રમાણે જાણવું. અનંતપ્રદેશિક સ્કંધના કર્કશસ્પર્શપયો કદાચ કૃતયુગ્મ છે અનેયાવતુ-કદાચકલ્યોજરૂપ છે. અનંતપ્રદેશવાળાસ્કંધોનાકર્કશસ્પર્શપયયો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય છે. વિશેષાદેશથી - કૃતયુગ્મ પણ છે અને યાવતુ-કલ્પોજરૂપ પણ છે. એ પ્રમાણે મૃદુ-ગુર-અને લઘુ-એ સ્પર્શ કહેવા. અને શીત-ઠંડો, ઉષ્ણ-ઉનો, નિષ્પચિકણો અને રક્ષ-લુખો- એ સ્પશો વણની પેઠે કહેવા પરમાણુપુદ્ગલ સાર્ધ નથી, પણ અનઈ છે. બે પ્રદેશવાળો સ્કંધ સાધે છે, પણ અનધિ નથી. એ રીતે પરમાણુપુદ્ગલની પેઠે ત્રણ પ્રદેશવાળો સ્કંધ, બે પ્રદેશવાળા સ્કંધની પેઠે ચાર પ્રદેશવાળો સ્કંધ, ત્રણ પ્રદેશવાળાની પેઠે પાંચ પ્રદેશવાળો સ્કંધ, બે પ્રદેશવાળાની પેઠે છ પ્રદેશવાળો સ્કંધ, ત્રણ પ્રદેશવાળાની પેઠે સાત પ્રદેશવાળો સ્કંધ, બે પ્રદેશવાળાની પેઠે આઠ પ્રદેશવાળો સ્કંધ, ત્રણ પ્રદેશવાળાની પેઠે નવ પ્રદેશવાળો અંધ અને બે પ્રદેશવાળાની પેઠે દશ પ્રદેશવાળો સ્કંધ સમજવો.
હે ભગવનું! સંખ્યાતપ્રદેશવાળો સ્કંધ સાર્ધ છે કે અનઈ છે ? હે ગૌતમ ! તે કદાચ સાધે છે અને કદાચ અનઈ છે. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા તથા અનંત પ્રદેશવાળા સ્કંધ સંબંધે પણ સમજવું. પરમાણપગલો તે સાર્ધ પણ છે અને અનઈ પણ છે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું. શું પરમાણુપુદ્ગલ કદાચ સંકપ છે અને કદાચ નિકંપ પણ છે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક અંધ સુધી જાણવું.પરમાણુપુગલજઘન્યએકસમયસુધીઅને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સીકંપ રહે.
પરમાણુપુદ્ગલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું.પરમાણુપુદ્ગલો સદા કાળ કંપાયમાન રહે. પરમાણુપુદ્ગલો સદા કાળ નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશ વાળા સ્કંધો સુધી જાણવું. હે ભગવન્! સકંપ પરમાણુપુગલને કેટલા કાળનું અંતર હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. હોય. હે ભગવન્! નિષ્ક્રપ પરમાણુપુગલનું કેટલા કાળનું અંતર હોય ?-
નિષ્કપ પરમાણુપુગલ કંપીને પાછો કેટલે કાળે નિષ્કપ થાય? હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગનું તથા પરસ્થાનને આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. કમ્પ બે પ્રદેશવાળા સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અંસખ્યાત કાળનું તથા પરસ્થા નની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય.બે પ્રદેશ વળા નિષ્કપ સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિ કાના અસંખ્ય ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. કંપ પરમાણુપુદ્ગલોનું અંતર નથી. નિષ્ક્રપ પરમાણુપુગલોનું અંતર નથી. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. સકંપ પરમાણુપુદ્ગલો સૌથી થોડાં છે, અને નિષ્ક્રપ પરમાણુ- પુદ્ગલો અસંખ્યાતગુણાં છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org