________________
શતક-૨૫, ઉદેસો-૪
૪૬૫ સિદ્ધ છે તે નિષ્કપ છે, અને જે જીવો અનંતર સિદ્ધ છે તે સકંપ છે. અનન્તર સિદ્ધો સવાશે સકંપ છે. તેમાં જે સંસારને પ્રાપ્ત થયેલા જીવો છે તે બે પ્રકારે-શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને અપ્રાપ્ત. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત જીવો છે તે નિષ્કપ છે અને જે શૈલેશીને પ્રાપ્ત થયેલા નથી તે સકંપ છે. તે અંશતઃ સકંપ છે અને સવશે પણ સકંપ છે. તે હેતુથી યાવતુતે નિષ્કપ પણ છે. નૈરયિકો અંશતઃ સકંપ છે અને સવશે પણ સકંપ છે. નૈરયિકો બે પ્રકારના-વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા અને વિગ્રહ ગતિને નહિ પ્રાપ્ત થયેલા. તેમાં જે વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલા છે તે સવશે સકંપ છે. અને જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા નથી તે અમુક અંશે સકંપ છે. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સધી જાણવું.
[૮૮૭ હે ભગવન્! શું પરમાણુપુદ્ગલો સંખ્યાતા છે, સંખ્યાતા છે કે અનંત છે? હે ગૌતમ ! અનંત છે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી જાણવું. આકાશ ના એક પ્રદેશમાં રહેલાં પગલો પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ રીતે યાવતુ-અસંખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલો વિષે પણ સમજવું. હે ભગવન્! એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલો શું સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુઅસંખ્યાતા સમયની સ્થિતિવાળાં પુદ્ગલો સંબંધે પણ જાણવું. હે ભગવન્! એકગુણ કાળાં પુગલો શું સંખ્યાતા હોય-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-અનંતગુણ કાળાં પુદ્ગલો સંબધે પણ સમ- જવું. એમ એજ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધે સમજવું. દ્વિપ્રદેશિક સ્કંધો કરતાં પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે ઘણાં છે. હે ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધો કરતાં દ્વિપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે ઘણા છે. એ પ્રમાણે એ ગમક-પાઠ વડે યાવતુ-દશ પ્રદેશવાળા સ્કંધો કરતાં નવ પ્રદેશ વાળા સ્કંધો દ્રવ્યાર્થપણે ઘણા છે. દશ પ્રદેશવાળા સ્કંધો કરતાં સંખ્યાત પ્રદેશવાળા
સ્કંધો દ્રવ્યાર્થરૂપે ઘણા છે. સંખ્યાત પ્રદેશિક સ્કંધો કરતાં અસંખ્યાત પ્રદે- શિક કંધો દ્રવ્યાર્થપણે ઘણા છે. દ્રવ્યાર્થ રૂપે અનંત પ્રદેશિક સ્કંધો કરતાં અસંખ્યાત પ્રદેશિક સ્કંધો ઘણા છે.
[૮૮૮]હે ગૌતમ! પ્રદેશાર્થરૂપે પરમાણુપુદ્ગલો કરતાં દ્વિપ્રદેશિક સ્કંધો ઘણા છે. એમ આ પાઠ વડે યાવતુ- અનંત પ્રદેશિક સ્કંધો કરતાં અસંખ્ય પ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે ઘણા છે. હે ગૌતમ! બે પ્રદેશમાં રહેલા કરતાં એક પ્રદેશમાં રહેલા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે વિશેષાધિક છે. એ પ્રમાણે એ પાઠવડે યાવતુ સંખ્યાતા પ્રદેશમાં રહેલા પુગલો કરતાં અસંખ્યાતા પ્રદેશમાં રહેલા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે ઘણાં છે.
હે ગૌતમ ! એક પ્રદેશમાં રહેલા પુદ્ગલો કરતા બે પ્રદેશમાં રહેલા યુગલો પ્રદેશાર્થરૂપે વિશેષાધિક છે. એ પ્રમાણે યાવતુ- સંખ્યાતા પ્રદેશમાં રહેલા પુદ્ગલો કરતાં અંસખ્યાત પ્રદેશમાં રહેલા યુગલો પ્રદેશાર્થરૂપે ઘણાં છે. હે ભગવન્એક સમયની સ્થિતિવાળાં અને બે સમયની સ્થિતિવાળાં દ્રવ્યાર્થરૂપે કયાં પુદ્ગલો કોનાથી યાવતુ-વિશેષાધિક છે ? જેમ અવગાહનાની વક્તવ્યતા કહી છે તેમ સ્થિતિની પણ વક્તવ્યતા કહેવી. હે ભગવન્! એક ગુણ કાળાં અને દ્વિગુણ કાળાં પુદ્ગલોમાં દ્રવ્યાર્થ રૂપે કયા પુદ્ગલો કોનાથી વિશેષાધિક છે-ઈત્યાદિ પરમાણપગલાદિની વક્તવ્યતાની પેઠે બધી વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે બધા વર્ણ, ગંધ ને રસ સંબંધે પણ વક્તવ્યતા કહેવી. હે ગૌતમ ! એકગુણ કર્કશ પુદ્ગલો કરતાં દ્વિગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે વિશેષાધિક [30]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org