________________
૪૫૮
ભગવાઈ - ૨૫-૩૮૭૧ યુવાકાર પરિમંડલસંસ્થાનસમુદાય છે ત્યાં વાકાર પરિમંડલસમુદાય સિવાય બીજાં પરિમંડલ સંસ્થાનો અનંતછે. હે ભગવન્!ત્યાં વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંત છે ? પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવન્! જ્યાં એક વૃત્ત સંસ્થાન છે ત્યાં પરિમંડલ સંસ્થાનો કેટલાં છે? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, ત્યાં વૃત્ત સંસ્થાનો પણ એજ પ્રમાણે અનન્ત સમજવાં. એ પ્રમાણે યાવતુ-આયત. સંસ્થાન સુધી જાણવું.આ રત્નપ્રભા પૃથિવીમાં જ્યાં વાકારનિષ્પાદક એક પરિમંડલ સંસ્થાન સમુદાય છે ત્યાં બીજ પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સંખ્યાતા નથી, પણ અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે-ઈત્યા દિ પ્રશ્ન. એ પ્રમાણે (અનંત) છે. એમ યાવતુ-આયત સુધી જાણવું. હે ભગવન્! આ રત્ન પ્રભા પૃથિવીમાં જ્યાં એક વૃત્તસંસ્થાનસમુદાય હોય છે ત્યાં પરિમંડલ સંસ્થાનોઅનંત છે. વૃત્ત સંસ્થાનો પણ એજ પ્રમાણે જાણવા. એમ આયત સંસ્થાન સુધી સમજવું. વાવતુ-અધઃસપ્તમ પૃથિવી, કલ્પો અને ઈષત્નાભારા પૃથિવીને વિષે પણ સમજવું.
[૮૭૨] હે ભગવન્! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળું છે અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ-રહેલું છે ? હે ગૌતમ ! વૃત્ત સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે, ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે પ્રકારનું ઓજપ્રદેશવાળું અને પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશવાળું પ્રતરવૃત્ત છે તે જઘન્ય બાર પ્રદેશવાળું અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓજ પ્રદેશિક અને યુગ્મપ્રદેશિક તેમાં જે ઓજપ્રદેશિક ઘનવૃત્ત છે તે જઘન્ય સાત પ્રદેશવાળું અને સાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘનવૃત્ત છે તે જઘન્ય બત્રીશ પ્રદેશ વાળું અને બત્રીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. હે ગૌતમ ! વ્યસ્ત્ર સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે. ઘન ત્રસ્ત્ર અને પ્રતરત્ર્યસ્ત્ર . તેમાં જે પ્રતર વ્યસ્ત્ર છે તે બે પ્રકારનું ઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજપ્રદેશિક પ્રતર વ્યસ્ત્ર છે તે જઘન્ય ત્રણ પ્રદેશવાળું અને ત્રણ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશિક પ્રતર ત્રસ્ત્ર છે તે જઘન્ય છ પ્રદેશવાળું અને છ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકા શ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન વ્યસ્ત્ર છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓજ પ્રદેશિક અને યુગ્મપ્રદેશિક, તેમાં જે ઓજપ્રદેશિક ઘન ત્રસ્ત્ર છે તે જઘન્ય પાંત્રીશ પ્રદેશવાળું અને પાંત્રીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘન વ્યસ્ત્ર છે તે જઘન્ય ચાર પ્રદેશવાળું અને ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે.
હે ભગવન્! ચતુરઢ સંસ્થાન કેટલા પ્રદેશવાળું છે અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે ? હે ગૌતમ ! ચતુરઅસંસ્થાન બે પ્રકારનું છે, તેના વૃત્ત સંસ્થાનની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org