________________
૩૫૬
ભગવાઈ- ૨૫-૨/૮૬૬ અજીવદ્રવ્યો અને અરૂપી અજીવદ્રવ્યો, પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં અજીવપર્યવો સંબધે કહ્યું છે તેમ અહિં અજીવ દ્રવ્યસંબંધે.
[૮૬૭] હે ભગવન્! શું જીવદ્રવ્યો સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંત છે ? હે ગૌતમ! જીવોઅનંત છે. હે ગૌતમ ! નૈરયિક અસંખ્ય છે, યાવતુ-વાયુકાયિક અસંખ્ય છે, વનસ્પતિકાયિકો અનંત છે, બેઈદ્રિયો અને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો અસંખ્યાતા છે, તથા સિદ્ધો અનંત છે. અજીવદ્રવ્યો જીવદ્રવ્યોના પરિભોગમાં તુરત આવે કે જીવદ્રવ્યો અજીવદ્રવ્યોના પરિભોગમાં તુરત આવે ? હે ગૌતમ ! અજીવદ્રવ્યો જીવદ્રવ્યોના પરિ ભોગમાં તુરત આવે છે ગૌતમ! જીવદ્રવ્યો અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરી તેને પાંચ શરીરરૂપે,પાંચ ઈન્દ્રિયપણે, મનોયોગ, વચનયોગ અને કાયયોગ તથા શ્વાસો
ચ્છવાસપણે પરિણમાવે, તે કારણથી અવદ્રવ્યો જીવદ્રવ્યોના પરિભોગમાં યાવતુતુરત આવે છે, અજીવદ્રવ્યો નૈરયિકોના પરિભાગોમાં તુરત આવે કે નૈરયિકો અજીવ દ્રવ્યોના પરિભોગમાં તુરત આવે ? હે ગૌતમ ! અજીવદ્રવ્યો નૈરયિકોના પરિભોગમાં શીઘ આવે છે, નૈરયિકો અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને વૈક્રિય, તૈજસ, અને કામણશરીરરૂપે, શ્રોત્રેદ્રિય યાવતુ-સ્પર્શેન્દ્રિયરૂપે તથા શ્વાસોચ્છુવાસરૂપે પરિણ માવે છે. એ રીતે વાવ-વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલાં શરીર, ઇન્દ્રિય અને યોગ હોય તેટલાં તેને કહેવાં.
[૮૬૮] હે ભગવન્અસંખ્ય લોકાકાશમાં અનંત દ્રવ્યો રહી શકે ? હે ગૌતમ ! હા, લોકના એક આકાશપ્રદેશમાં કેટલી દિશાઓથી પુદ્ગલો એકઠાં થાય ? હે ગૌતમ ! વ્યાઘાત ન હોય તો છ એઅને જો પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ કદાચ ચાર અને કદાચ પાંચ દિશામાંથી આવી પુગલો એકઠાં થાય છે. હે ભગવનું ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશાઓ- માંથી આવી પુદ્ગલો છેદાય-છૂટાં થાય ? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે સ્કલ્પરૂપે પુદ્ગલો ઉપચિત થાય અને અપચિત થાય.
[૮૬૯] હે ભગવન્! જીવ પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે? હે ગૌતમ ! બંનને. શું તે દ્રવ્યોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગ્રહણ કરે ? હે ગૌતમ ! હા કરે. દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યને ગ્રહણ કરે છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાશ્રિત દ્રવ્યને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ આહારોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-પ્રતિબંધ સિવાય છ એ દિશાઓમાંથી અને પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે? જીવ જે પુદ્ગલ દ્રવ્યોને વૈક્રિય- શરીરપણે ગ્રહણ કરે તે સ્થિત દ્રવ્યો હોય છે કે અસ્થિત દ્રવ્યો હોય છે? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે વૈક્રિયશરીરપણે જે દ્રવ્યોને ગ્રહણ કરે છે તે અવશ્ય છએ દિશા માંથી આવેલા હોય છે. એ પ્રમાણે આહારકશરીર સંબંધે પણ જાણવું. જીવ જે દ્રવ્યોને તૈજસશરીરપણે ગ્રહણ કરે છે, તે દ્રવ્યો સ્થિત હોય તો ગ્રહણ કરે છે, બાકી બધું ઔદા રિક શરીરની પેઠે જાણવું. તથા કાર્મણ શરીર સંબંધે પણ એમ જ સમજવું, એ પ્રમાણે યાવતુ-ભાવથી પણ ગ્રહણ કરે છે ત્યાં સુધી કહેવું.
હે ભગવન્! દ્રવ્યથી જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શુંએક પ્રદેશવાળાં ગ્રહણ કરે, ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે ભાષાપદમાં કહ્યા પ્રમાણે યાવતુ-ક્રમપૂર્વક ગ્રહણ કરે છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org