________________
ભગવઇ - ૨૪૮-૨૨૪/૮૬૦
૩૫૪
ચારપૂર્વકોટી અધિક સત્તાવન સાગરોપમએ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેવા. એ પ્રમાણે યાવત્-અચ્યુતદેવ સુધી જાણવું. અનતાદિ ચારે સ્વર્ગોમાં પ્રથમના ત્રણ સંઘયણ વાળા ઉપજે છે. હે ભગવન્ ! ત્રૈવેયક દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે અહીં પ્રથમના બે સંઘયણવાળા ઉપજે છે.
હે ભગવન્ ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ પૂર્વોક્ત બધી વક્તવ્યતા યાવત્-અનુબંધ સુધી કહેવી. વિશેષ એ કે અહીં પ્રથમ સંઘયણવાળા ઉપજે છે, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ સુધી તથા કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ મનુષ્યને નવે ગમકોમાં ત્રૈવેયકમાં ઉત્પન્ન થનાર મનુષ્યની પેઠે લબ્ધિ-ઉત્પત્તિ કહેવી. વિશેષ એ કે ત્યાં પ્રથમ સંઘયણવાળો ઉપજે છે. સર્વાર્થસિદ્ધના દેવોનો ઉપપાત વિજયાદિકની પેઠે કહેવો. અને તે યાવત્ તેઓ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવોમાં ઉત્પન્ન થાય. એ સંબંધે બીજી બધી વક્તવ્યતા વિજયાદિકમાં ઉત્પન્ન થતા મનુષ્યની પેઠે કહેવી. વિશેષ એ કે ભવાદેશથી ત્રણ ભવ અને કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ જો તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ બેથી નવ હાથ, અને સ્થિતિ બેથી નવ વર્ષ સુધીની જાણવી. જો તેપોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તેને એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષનું તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ સર્વાર્થસિદ્ધ દેવોને આ ત્રણ ગમકો જ હોય છે.
શતકઃ ૨૪ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
શતકઃ૨૫
-: ઉદ્દેશકઃ ૧ :
[૮૬૧] લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્યાવાદિ, પુલાકાદિ, શ્રમણો, ઓધ, ભવ્ય, અભવ્ય, સય્યદૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ, આ બાર ઉદ્દેશકો કહેવાના છે.
[૮૬૨] કેટલી લેશ્યાઓ કહી છે ? હે ગૌતમ ! છ. પ્રથમ શતકના બીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે લેશ્યાઓનો વિભાગ અને તેનું અલ્પબહુત્વ યાવત્-ચાર પ્રકારના દેવો અને ચા૨ પ્રકા૨ની દેવીઓના મિશ્ર અલ્પબહુત્વ સુધી કહેવું.
[૮૬૩] હે ભગવન્ ! સંસારી જીવો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! સંસારી જીવો ચૌદ પ્રકારના કહ્યા છે, અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પયપ્તિ સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદ એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઇન્દ્રિય, પર્યાપ્ત બેઇન્દ્રિય, એ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઇન્દ્રિય, પર્યાપ્ત ને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય, અપર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંશી પંચેન્દ્રિય. હે ગૌતમ ! સૂક્ષ્મ અપર્યાપ્ત જીવનો જઘન્ય યોગ સૌથી થોડો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org