________________
શતક-૨૪, ઉદેસો-૨૪
૪૫૩ તિર્યંચની પેઠે નવે ગમકો કહેવા.જ્યારે તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય ત્યારે ત્રણે ગમકોમાં સમ્યગૃષ્ટિ અને મિથ્યાવૃષ્ટિ હોય, બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! જે તે મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો-ઇત્યાદિ જ્યોતિષિકમાં ઉત્પન્ન થતા સંજ્ઞી મનુષયની પેઠે ભેદ કહેવો. યાવતુસૌધર્મકલ્પમાં ઉત્પન્ન થતા અસંખ્યવર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયો નિકની પેઠે સાતે ગમકો કહેવા. વિશેષ એ કે પ્રથમના બે ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય એક ગાઉનું અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું, ત્રીજા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું, ચોથા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એક ગાઉનું, અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે.
હે ભગવન્! જો તે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન થાય-ઇત્યાદિ અસુરકુમારોમાં ઉત્પન્ન થતા સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોની પેઠે નવે ગમકો કહેવા. વિશેષ એ કે અહીં સૌધર્મદિવની સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. ઈશાનદેવોની વક્તવ્યતા સૌધર્મદિવની પેઠે કહેવી. પરન્તુ જે સ્થાનોમાં અસંખ્યાત વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પલ્યોપ- મની સ્થિતિ કહી છે, તે સ્થાનોમાં અહીં કાંઈક અધિક પલ્યોપમની કહેવી. ચોથા ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય ધનુષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે ગાઉનું હોય છે.અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ જાણવી જે સ્થાનોમાં શરીરનું પ્રમાણ ગાઉનું કહ્યું છે તે સ્થાનોમાં અહીં સાધિક ગાઉ કહેવું.સૌધર્મમાં ઉત્પન્ન થનાર સંખ્યાતા વર્ષના આયુષવાળા તિર્યંચયોનિકો અને મનુષ્યો સંબંધે નવે ગમકો કહ્યા છે તેમ ઈશાન દેવો સંબંધે અહીં કહેવા.સનકુમારદેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શર્કરપ્રભાના નરયિકો પેઠે તેનો ઉપપાત કહેવો. યાવતુ ઈત્યાદિ પરિમાણથી માંડી ભવાદેશ સુધીની બધી વક્તવ્યતા સૌધર્મમાં ઉત્પન્ન થનાર સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી તિર્યંચની પેઠે કહેવી. જ્યારે તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય ત્યારે ત્રણે ગમકોમાં પ્રથમની પાંચે વેશ્યાઓ જાણવી.
જે મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને શર્કરપ્રમાણમાં ઉપજતા મનુષ્યોની પેઠે નવે ગમકો કહેવા. વિશેષ એ કે અહીં સનકુમારની સ્થિતિ અને સંવેધ જુદો જાણવો. હે ભગવન્! માહેન્દ્ર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ સનકુમાર દેવની વક્તવ્યતા કહી છે તેમ માહેન્દ્રદેવોની પણ જાણવી. વિશેષ એ કે, માહેન્દ્ર દેવોની. સ્થિતિ સનકુમાર દેવો કરતાં કાંઈક વધારે કહેવી. એ પ્રમાણે બ્રહ્મલોકના દેવોની પણ વક્તવ્યતા કહેવી.એ પ્રમાણે યાવતુ-સહસ્ત્રાર દેવલોક સુધી જાણવું. લાંતક વગેરે દેવલો કમાં ઉત્પન્ન થતા જઘન્યસ્થિતિવાળા તિર્યંચયોનિકને ત્રણે ગમકોમાં છ એ વેશ્યાઓ જાણવી. બ્રહ્મલોક અને લાંતકમાં પ્રથમના પાંચ સંઘયણ હોય છે, મહાશુક્ર અને સહસ્ત્રા રકમાં પ્રથમના ચાર સંઘયણવાળા ઉપજે છે.આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? સહસાર દેવોની પેઠે ઉપપાત કહેવો. વિશેષ એ કે અહીં તિર્યંચયોનિકોનો નિષેધ કરવો.સહસ્ત્રારદેવોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોની વક્તવ્યતા અહીં કહેવી. વિશેષ એ કે પ્રથમના ત્રણ સંઘયણો અહિં કહેવા.ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ તથા કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org