________________
શતક-૨૪, ઉદેસો-૨૨
૪૫૧ થાય તો તે સંબંધે નાગકુમારના બીજા ગમકમાં કહેલી વક્તવ્યતા કહેવી છે તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા વાનવ્યન્તરમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા વાનવન્તરમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂવૉક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. સંવેધ જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમનો હોય મધ્યમના અને છેલ્લા ત્રણ ગુમકો નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવો. સંખ્યાતા વર્ષના આયુષવાળા નું પ તિર્યંચોની વક્ત વ્યતા તે જ પ્રમાણે જાણવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ ભિન્ન ભિન્ન જાણવો. તથા સંવેધ બનેની સ્થિતિને એકઠી કરીને કહેવો. જો તેઓ (વાનન્તરો). મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અસંખ્યા તા વર્ષના આયુષવાળા મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે ત્રીજા ગમકમાં સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. અવગાહના જઘન્ય થી એક ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. વળી તેનો સંવેધ આજ ઉદ્દેશકમાં જેમ અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો છે તેમ કહેવો. તથા જેમ નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે વાવ્યન્તરની સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો.
(-શતક-૨૪ ઉદ્દેશકઃ ૨૩:-) [૮૫] હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? શું નૈરયિ કોથી-ઇત્યાદિ ભેદ કહેવો. યાવતુ-તેઓ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય, હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિવાળા જ્યોતિષિકોમાં ઉત્પન્ન થાય. બાકી બધું અસુરકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. વિશેષ એ કે જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ એ પ્રમાણે જાણવો. પરન્ત કાળાદેશથી જંઘન્ય પલ્યોપમના બે આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ જો તે જઘન્યકાળની સ્થિતિવાળા જ્યોતિષિ કમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ.
જો તે જ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પરન્તુ સ્થિતિ જઘન્ય એક લાખ વર્ષ અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. કાળાદેશથી જઘન્ય બે લાખ વર્ષ અધિક બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક કાળની સ્થિતિવાળો હોય અને જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યો પમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય. એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org