________________
શતક-૨૪, ઉદેસો-૧
૪૨૫ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાલીશ હજાર વર્ષ-એટલો કાળ સેવે, પાવતુ-ગમનાગમન કરે.
તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવનું ! તે જીવો એક સમયે કેટલા ઉપજે-ઈત્યાદિ ચોથો ગમ સંપૂર્ણ કહેવો. ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે રત્નપ્રભા પૃથિવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ઈત્યાદિ-પરિમાણથી માંડી ભવાદેશ સુધીની વક્તવ્યતા કહેવા માટે એઓનો (સંજ્ઞી પંચેન્દ્રિયોનો) પ્રથમ ગમ કહેવો. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વર્ષની છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા કાળની અપેક્ષાએ જઘન્યથી દસહજાર વર્ષ અધિક પૂર્વકોટી વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય.
હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ-ભવાદેશ સુધી સાતમો ગમ કહેવો. કાળની અપેક્ષાએ જઘન્યથી દસ હજાર અધિક પૂર્વકોટી વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાલીશ હજાર અધિક ચાર પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ ગામનાગમન કરે. હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત યાવતુ-તિર્યંચયોનિક, જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તેની સ્થિતિ વિશે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ-ભવાદેશ સુધી પૂર્વે કહેલ સાતમો ગમ સંપૂર્ણ કહેવો. એ પ્રમાણે એ નવ ગમો જાણવા. અને નવે ગમોમાં પ્રારંભ અને ઉપસંહાર અસંજ્ઞીની પેઠે કહેવો. હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે શર્કરા પ્રભા પૃથિવીમાં નૈરયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે,તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય?હે ગૌતમ ! તે જઘન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક સમગ્ર વક્તવ્યતા અહિં ભવાદેશ સુધી કહેવી. તથા કાળની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વમોટી અધિક બાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના ગમકની સમાન નવે ગમક જાણવા. પણ વિશેષ એ છે કે બધા ગમકોમાં નૈરયિકની સ્થિતિ અને સંવેધને વિષે “સાગરોપમો' કહેવા. અને એમ યાવતુ- છઠ્ઠી નરક પૃથિવી સુધી જાણવું. પરન્તુ જે નરક પૃથિવીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાળની હોય તે સ્થિતિને તેજ ક્રમથી ચારગણી કરવી, હવે સંઘયણને આશ્રયી વાલુકાપ્રભામાં વજઋષનારાચ, યાવતુ-કીલિકા એ પાંચ સંઘયણવાળા, પંકપ્રભામાં પ્રથમના ચાર સંઘયણવાળા, ધૂમપ્રભામાં પ્રથમના ત્રણ સંઘયણવાળા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org