________________
૪૨૪
ભગવઇ - ૨૪/-/૧/૮૩૯ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય. તે જલચરોથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ બધું અસંશીની પેઠે જાણવું.
[૮૪૦]હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો જે નૈરયિમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલી નક પૃથિવીઓમાં ઉત્પન્ન થાય ? સાતેમાં હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો, તે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેની સ્થિતિનો પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ સાગ રોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે એક સમયે ઉપજે-ઈત્યાદિ બધું અસંશીની પેઠે. હે ભગવન્ ! તે જીવોનાં શરીરો કેટલા સંઘયળવાળાં હોય છે ? છએ સંઘયણવાળાં. શરીરની ઉંચાઈ અસંશીની પેઠે જઘન્ય અંગુલનો અસંખ્યાત મો ભાગ અને ઉત્કૃષ્ટ અને હજાર યોજન હોય છે. હે ભગવન્ ! તેઓનાં શરીરો ક્યાં સંસ્થાનવાળાં હોય છે ? છએ સંસ્થાનવાળાં હોય છે.
હે ભગવન્ ! તે સંશી પંચેન્દ્રિય તિર્યંચોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! છએ લેશ્યાઓ હોય છે. તેઓને દૃષ્ટિ ત્રણે હોય છે, તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ-વિકલ્પે હોય છે. યોગ ત્રણે હોય છે. બાકી બધું અસંશીની પેઠે યાવતુઅનુબંધ સુધી જાણવું. પણ વિશેષ એ છે કે તેઓને પ્રથમના પાંચ સમુદ્ધાતો હોય છે. વેદ ત્રણે હોય છે. હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે જઘન્ય આયુષવાળા રત્નપ્રભાના નૈયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ દસ હજાર વર્ષની સ્થિતિવાળા. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વોક્ત પ્રથમ ગમ સંપૂર્ણ કહેવો, યાવત્-કાલાદેશ વડે જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાલીશ હજાર વર્ષ અધિક ચાર પૂર્વકોટી-એટલો કાળ સેવે, યાવત્-ગમના ગમન કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા રત્ન પ્રભાનૈરયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાગરોપમ સ્થિતિવાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય. બાકી પિ૨ણામથી માંડી ભવાદેશ સુધીનો પૂર્વોક્ત પ્રથમ ગમક અહિં જાણવો. હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળો પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષ વાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે રત્નપ્રભા પૃથિવીમાં નૈયિકોપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે વિશે પ્રશ્ન હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિવાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા માટે પ્રથમ ગમક કહેવો. પણ આ આઠ બાબત સંબંધે વિશેષતા છે-તેઓના શરીરની ઉંચાઈ જઘન્યથી અંગુલનો અસંખ્યાતો ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્ક્સ- તેઓને પ્રથમની ત્રણ લેશ્યાઓ હોય, મિથ્યાવૃષ્ટિ હોય છે, બે અજ્ઞાનવાળા હોય છે. તેઓને પ્રથમના ત્રણ સમુદ્દાતો હોય છે. આયુષ, અધ્યવસાય અને અનુબંધ અસંશીની પેઠે જાણવા. તે જઘન્ય કાળની સ્થિતિ વાળા રત્નપ્રભા નૈરયિકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિ વાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સંબંધે સંપૂર્ણ ચોથો ગમ કહેવો. યાવત્કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org