________________
૪૨૨
ભગવઇ – ૨૪/-/૧/૮૩૮
અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી સુધી રહે. હે ભગવન્ ! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય, પછી રત્નપ્રભા પૃથિવીમાં નૈયિકપણે ઉપજે અને ફરીવાર પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલો કાળ સેવે, કેટલો કાળ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકોટી અધિક પલ્પોપમનો અસંખ્યાતમો ભાગ-પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવની રત્નપ્રભા પૃથિવીમાં નૈરયિક સ્થિતિ કેટલી ? હે ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ દસ હજાર વર્ષની. હે ભગવન્ ! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૂર્વે કહેલી બધી વક્તવ્યતા યાવત્-‘અનુબંધ’ સુધી અહિં કહેવી.
હે ભગવન્ ! પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્યસ્થિતિવાળા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકપણે ઉત્પન્ન થાય, અને પુનઃ પર્યાપ્ત તિર્યંચયોનિક થાય-એમ યાવત્ કેટલા કાળ સુધી ગતિ અગતિ કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ, તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક દસ હજાર વર્ષ. પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયતિર્યંચયોનિકની જ્ઞાનપ્રભાને વિશે ઉત્કૃષ્ટસ્થિતિકેટલી?હેગૌતમ!જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકીની બધી હકીકત યાવત્ અનુબંધ સુધી પૂર્વની પેઠે કહેવી. હે ભગવન્ ! તે પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક થાય, પછી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભામાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, વળી પાછો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવત્ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવો અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-જઘન્યસ્થિતિવાળા પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ, ની રત્નપ્રભા પૃથિવીમાં સ્થિતિ કેટલી ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની. હે ભગવન્ ! તે જઘન્યઆયુષવાળા અસંશી પંચેન્દ્રિય તિર્યંચોનિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાયઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વની પેઠે કહેવી. પણ તેમાં આયુષ, અધ્યવસાય અને અનુ બંધ સંબંધે વિશેષતા આ પ્રમાણે છે-આયુષ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે. હે ભગ વન્ ! તેઓને કેટલાં અધ્યવસાયો હોય છે ? અસંખ્યાતા. તે અધ્યવસાયો પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે ? હે ગૌતમ ! તે પ્રશસ્ત નથી પણ અપ્રશસ્ત છે. અનુબંધ અન્તર્મુહૂર્ત છે.
હે ભગવન્ ! જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ થાય, પછી રત્નપ્રભામાં નૈયિકપણે ઉત્પન્ન થાય અને પાછો જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળસુધી સેવે, ક્યાં સુધી ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-જઘન્ય આયુષવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, રત્નપ્રભા- પૃથિવીમાં જઘન્ય કેટલા આયુષ્યવાળો ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org