________________
શતક-૨૪, ઉદેસો-૧
૪૨૧ કોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. હે ભગવન જો નૈરયિકો પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયો નિકોથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! બંનેથી હે ભગવન્! જો અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય છે તો શું જલચરોથી, સ્થલચરોથી કે ખેચરોથી ? હે ગૌતમ ! ત્રણેથી. જો તેઓ ત્રણેથી આવી ઉત્પન્ન થાય છે તો શું તે પર્યાપ્તા કે અપર્યાપા જલચર, સ્થલચરો કે ખેચરોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! પર્યાપ્ત જલચરો અને ખેચરોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અપર્યાપ્તથી આવી ઉત્પન્ન થતા નથી.
પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે પ્રથમ રત્નપ્રભા નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે કેટલા કાળના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમીતે જઘન્ય દસ હજારવર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ વાળાનેરયિકોમાં તેઓએકસમયે કેટલા ઉત્પન્ન થાય?હે ગૌતમીજઘન્યથી એક,બેકે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાતા કે અસંખ્યાતા. તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના શરીર ક્યાં સંઘયણવાળા હોય?હે ગૌતમ ! સેવાસંઘયળવાળાં. તે જીવોની કેટલી મોટી શરીર વગાહના-હોય?હે ગૌતમ!જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની. તેઓના શરીરોનું ક્યું સંસ્થાન હોય છે? હે ગૌતમ ! હુડકસંસ્થાના
હે ભગવન! (અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચોને) કેટલી વેશ્યાઓ કહી છે? ત્રણ કણ લેશ્યા, નીલલેશ્યા, અને કાપોતલેશ્યા. હે ભગવનું! શું તે જીવો સમદ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે કે સન્મિથ્યાવૃષ્ટિ છે? હે ગૌતમ ! તેઓ સમ્યવૃષ્ટિ કે સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ નથી, પણ મિથ્યાદ્રષ્ટિ છે. હે ભગવન્તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે અને તેઓને અવશ્ય બે અજ્ઞાન હોય મતિજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. હે ભગવાન્ ! તેઓ મનયોગવાળા, વચનયોગળાળા કે કાયયોગવાળા છે? હે ગૌતમ! તેઓ મનોયોગવાળા નથી પણ વચનયોગ અને કાયયોગવાળા છે. હે ભગવન્! તે જીવો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? બંને.
હે ભગવન્! તે જીવોને કેટલી સંજ્ઞાઓ હોય છે ? ચાર. આહારસંજ્ઞા, યાવતું પરિગ્રહસંજ્ઞા. હે ભગવન્! તે જીવોને કેટલા કષાયો હોય છે ? ચાર. ક્રોધકષાય, યાવતુ લોભકષાય. તે જીવોને કેટલી ઈન્દ્રિયો હોય છે? પાંચ. શ્રોત્રેન્દ્રિય, યાવતુ-સ્પર્શેન્દ્રિય. તે જીવોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે ? ત્રણ. વેદનાસમૃદુધાત, કષાયસમુદુધાત અને માર રાન્તિક સમુદ્ધાત.હે ભગવન્!શું તે જીવો સાતા-અનુભવે છે કે અસાતા અનુભવે છે? હે ગૌતમ! બંને
હે ભગવન્! તે જીવોને ક્યો વેદ છે? હે ગૌતમ ! નપુસંકવેદ છે. હે ભગવન્! તેઓની કેટલા કાળની સ્થિતિ-કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ થી પૂર્વ કોટીની. તેઓના અધ્યવસાયસ્થાનો કેટલા કહ્યાં છે ? હે ગૌતમ ! અસંખ્યાતા. તે અધ્યવસાયસ્થાનો પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? હે ગૌતમ! બંને. હે ભગવન્! તે જીવ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકરુપે કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org