________________
શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેસો-૧
દશ ઉદ્દેશકમાં સમૂહરુપ આઠ વર્ગ અને એંશી ઉદ્દેશકો કહેવાના છે.
[૮૦૭] ભગવન્ ! શાલિ, વ્રીહિ, ઘઉં, યાવત્-જવજવ-એ બધાના મૂળતરીકે જીવો ઉત્પન્ન થાય છે, તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ?-શું નૈયિકોથી આવીને ઉપજે છે કે તિર્યંચો,મનુષ્યો અને દેવીથી પણ આવીને ઉપજે છે ? વ્યુત્ક્રાન્તિપદમાં કહ્યા પ્રમાણે તેઓનો ઉપપાત જાણવો. વિશેષ એ કે તેઓ દેવગતિથી આવીને મૂળપણે ઉપજતા નથી. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા. તેઓનો અપહાર ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્ ! તે જીવોના શરીરની કેટલી અવગાહના છે ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્ક્સ-કહી છે. હે ભગવન્ ! શું તે જીવો જ્ઞાનાવ૨- ણીયકર્મના બંધક છે કે અબંધક છે ? જેમ ઉત્પલોદ્દેશકમાં કહ્યું છે કે તે પ્રમાણે અહિં કહેવું. એ પ્રમાણે કર્મના વેદક સંબંધે જાણવું. ઉદય અને ઉદીરણા વિષે પણ એ પ્રમાણે સમજવું.
૪૧૭
હે ભગવન્ ! શું તે જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય ? અહિં લેશ્યાસંબંધે છવ્વીસ ભાંગા કહેવા. દૃષ્ટિ અને યાવત્-ઈન્દ્રિયો સંબંધે ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. હે ભગવન્ ! શાલિ, વ્રીહિ, ગોધૂમ, યાવત્-જવજવએ બધાના મૂળનો જીવ કાળથી કાળ સુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ સુધી રહે. હે ભગવન્ ! શાલિ, વ્રીહિ, ગોધૂમ, યાવત્ જવજવ -એ બધાના મૂળનો જીવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પાછો ફરીને શાલિ, વ્રીહિ અને યાવત્-જવજવના મૂળપણે ઉપજે-એ પ્રમાણે કેટલા કાળ સુધી સેર્વ-? જેમ ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં કહેવું. અને એ અભિલાપ વડે યાવત્-મનુષ્ય સુધી સમજવું. વળી તેઓનો આહાર પણ ઉત્પલોદ્દેશકમાં કહ્યાં પ્રમાણે જાણવો. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વર્ષપૃથક્ત્વ સમજવી. વળી સમુદ્દઘાત, સમવહતઅને ઉદ્ધર્તના ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવન્ ! સર્વપ્રાણો, યાવત્-સર્વ સત્વો શાલિ, વ્રીહિ, યાવત્-જવજવના મૂળના જીવપણે પૂર્વ ઉત્પન્ન થયેલા છે ? હા અનેક વાર ઉત્પન્ન થયેલા છે. ‘હે ભગવન્ ! તે એમજ છે.
શતકઃ૨૧-વર્ગઃ ૧-ઉદ્દેસો-૧ની મુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ
વર્ગઃ૧-ઉદ્દેસાઃઃ૨ થી ૧૦
[૮૦૮-૮૧૪]હે ભગવન્ ! શાલિ, વ્રીહિ, યાત્-જવજવ-એ બધાના કંદરુપે જે જીવો ઉત્પન્ન થાય છે તેઓ ક્યાંથી આવીને ઉપજે છે ? આ કંદના અધિકારમાં તેજ સમગ્ર મૂળનો ઉદ્દેશક યાવત્-‘અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલા છે’ ત્યાં સુધી કહેવો. વિશેષ એ કે મૂળને બદલે કંદનો પાઠ કહેવો. એ પ્રમાણે સ્કંધ સંબંધે તથા ત્વચા, શાખા, પ્રવાલ-કુંપળો અને પાંદડાં સંબંધે પણ એક એક ઉદ્દેશક કહેવો. વળી પુષ્પસંબંધે પણ પૂર્વની પેઠે ઉદ્દેશક કહેવો. પણ તેમાં વિશેષ એ કે પુષ્પમાં દેવો પણ ઉત્પન્ન થાય છે’ એમ કહેવું. જેમ ઉત્પલોદ્દેશકમાં ચાર લેશ્યા અને તેના એંશી ભાંગા કહ્યા છે તેમ અહિં કહેવા. અવગાહના જઘન્યઅંગુલનોઅસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અંગુલપૃથક્ક્સ-જાણવી. જેમ પુષ્પ સંબંધે કહ્યું તેમ ફળ અને બીજા સંબન્ધે પણ સમગ્ર ઉદ્દેશક કહેવો. એ પ્રમાણે
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org