________________
૪૧૦
ભગવાઈ- ૨૦-Jદા૭૮૯ મરણસમુદ્દાત કરવાપૂર્વક રત્નપ્રભાથી આરંભી અધ સપ્તમ પૃથિવી સુધી પૃથિવી કાયિકનો ઉપપાત કહેવો.
૭િ૯૦]હે ભગવન્! જે અપ્લાયિક આ રત્નપ્રભા અને શર્કરપ્રભા પૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાત કરીને સૌધર્મકલ્પમાં અષ્કાયિકપણ ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ બધું પૃથિવીકાયિકની પેઠે જાણવું એ પ્રમાણે પહેલા અને બીજી પૃથિવીની વચ્ચે મરણ સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલ અષ્કાયિકનો યાવતુ-ઈષત્નાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. એ પ્રમાણે એ ક્રમ વડે યાવતુ-તમાં અને અધઃ સપ્તમ પૃથિવીની વચ્ચે મરણસમુદ્ર ઘાતને પ્રાપ્ત થયેલ અપ્લાયિકનો યાવતુ-ઈષ~ાભારા પૃથિવી સુધી અપ્લાયિકપણે ઉપપાત કહેવો.
હે ભગવન્! જે અકાયિક સૌધર્મ-ઈશાન અને સનસ્કુમાર-માહેન્દ્રકલ્પની વચ્ચે મરણસમુદૂધાત કરીને આ રત્નપ્રભાપૃથિવીમાં ધનોદધિ અને ધનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે પૂર્વે કહેલા આંતરાઓમાં મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલ અષ્કાયિકનો અધઃસપ્તમ પૃથિવી સુધીના ધનોદધિઅનેધનોદધિવલયોમાં અખાયિકપણે ઉપપાત કહેવો યાવતુ-અનુત્તર વિમાન અને ઈષત્નાભારા પૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ અકાયિકને યાવતુસાતમી પૃથિવી સુધી ઘનોદધિ અને ધનોદધિવલયોમાં અપ્લાયિન્ટ પણે ઉપપાત કહેવો.
[૭૧] જે વાયુકાયિક આ રત્નપ્રભા અને શર્કરા પ્રભા પૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાત કરીને સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થયાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ સત્તરમાં શતકના વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું વિશેષ એ કે, રત્નપ્રભાદિ પૃથિવાઓના અંતરામાં મરણ સમુદ્ધાતસંબંધે કહેવું. એ પ્રમાણે યાવતુ-અનુત્તર વિમાન અને ઈષત્નાભારાપૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાત કરીને જે વાયુકાયિક ધનવાન અને તનુવાતમાં તથા ધનવાત અને તનુવાતમાં વલયોમાં વાયુ કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ બધું પૂર્વવત. શતકઃ ૨૦-ઉદ્દેસો ની મુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દેશકઃ૭) [૭૯૨હે ભગવન્! બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો. જીવ-પ્રયોગ બંધ,અનંતરબંધ અને પરપરબંધ.હે ભગવાનૈરયિકોને કેટલા પ્રકારનો બંધ કહ્યો છે? પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? પૂર્વપ્રમાણે ત્રણ પ્રકારના. હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જ્ઞાનાવરણીયનો બંધ કહેવો. એ રીતે યાવતુ-અંતરાય કર્મનો બંધ પણ જાણવો. હે ભગવન્! જ્ઞાનાવરણીયોદય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પૂર્વની પેઠે ત્રણ પ્રકારનો. એ પ્રમાણે નૈરયિકો અને યાવતુ-વૈમાનિકોને પણ બંધ કહેવો. એમ યાવતુ-અંતરાયોદય કર્મનો બંધ પણ જાણવો.
' હે ભગવન્! સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ત્રણ પ્રકારનો. અસુરકુમારોને સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પૂર્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org