SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૦, ઉદેસો-૫ ૪૦૯ થાય છે. [૭૮૮ હે ભગવનું ! પરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો, દ્રવ્યપર માણુ, યાવતું ભાવ-પરમાણું. હે ભગવન્! દ્રવ્યપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો. અછઘ,અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય. હે ભગવનું ! ક્ષેત્રપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે?ચાર પ્રકારનો અનર્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાગ. હે ભગવન્! કાલપરમાણુ કેટલા પ્રકારનો કહ્યોછે?ચારપ્રકારનો અવર્ણ,અગંધ,અરસ અને અસ્પર્શ. હે ભગવન્! ભાવપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો. વર્ણવાળો, ગંધવાળો, રસવાળો, સ્પર્શ- વાળો. હે ભગવન્! તે એમજ છે. શતક ૨૦-ઉદ્દેસોપની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૬) [૭૮૯] હે ભગવન્ ! જે પૃથિવીકાયિક જીવ, આ રત્નપ્રભાપૃથિવી અને શર્કરાપ્રભાપૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થઈ પછી આહાર કરે કે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે બંને રીતે આહાર કરે-ઈત્યાદિ સત્તરમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવી. પણ વિશેષ એ કે, ત્યાં પૃથિવીકાયિકો “સંપ્રાપ્ત કરે-પુલગ્રહણ કરે' એ કથન છે અને અહિં ‘આહાર કરે એમ કહેવાનું છે. હે ભગવનું જે પૃથિવીકાયિક આ રત્નપ્રભા અને શર્કરામભાપૃથિવીની વચ્ચે મરણસમુદ્દાત કરીને ઈશાનકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થાય અને પછી આહાર કરે ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-ઈષ~ાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. હે ભગવન્! જે પૃથિવીકાયિક શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથિવીની વચ્ચે મરણ મુદ્દાત કરીને સૌધર્મકલ્પમાં યાવત્ ઈષ~ાભારા પૃથિવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વવતુ જાણવો. એ પ્રમાણે એ ક્રમવડે યાવતુ-તમાં અને અધઃસપ્તમ પૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાપૂર્વક પૃથિવીકાયિકનો સૌધર્મકલ્પમાં યાવતુ-ઈષત્રા- ભારા પૃથિવીમાં ઉપપાત કહેવો. હે ભગવન્! જે પૃથિવીકાયિક સૌધર્મ-ઈશાન અને સનત્યુ માર-મહેન્દ્રકલ્પની વચ્ચે મરણસમુદ્રઘાત કરીને આ રત્નપ્રભા પૃથિવીમાં પૃથિવી કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે શું પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે તે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય ? બધુ પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! જે પૃથિવીકાયિક સૌધર્મ-ઈશાન અને સનકુમાર-માહેન્દ્ર કલ્પની વચ્ચે મરણ સમુદૂધાત કરીને શર્કરા- પ્રભા પૃથિવીમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. તે પ્રમાણે યાવતુ- અધઃસપ્તમ પૃથિવી સુધી ઉપપાત કહેવો. એમ સનકુમાર મહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પની વચ્ચે મરણસમુદ્ધાત કરી પુનઃ યાવતુઅધસતમ નરક સુધી, એમ લાંતક અને મહાશુક કલ્પની વચ્ચે, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પની વચ્ચે, સહસ્ત્રાર અને આનત-પ્રાણતકલ્પની વચ્ચે, આનત-પ્રાણત અને આરણ અશ્રુતકલ્પની વચ્ચે, આરણ-અર્ચ્યુતઅને રૈવેયકવિમાનની વચ્ચે, રૈવેયકવિમાન અને અનત્તરવિમાનની વચ્ચે તથા અનુત્તરવિમાન અને ઈષ~ાભારા પૃથિવીના વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy