________________
૩૯૬
ભગવાઈ- ૧૯/૩/૭૬૪ છે. અસંખ્ય સુક્ષ્મઅગ્નિકાયનાં જેટલાં શરીરો થાય છે, તેટલું એક સૂક્ષ્મ અપ્લાયનું શરીર છે, અસંખ્ય સૂક્ષ્મ અપ્લાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ પૃથિવીકાયનું શરીર છે, અસંખ્ય સૂક્ષ્મપૃથિવીકયનાં જેટલાં શરીરો થાય તેટલું એક બાદર વાયુકાયનું શરીર છે, અસંખ્ય બાદર વાયુકાયના જેટલાં શરીરો થાય તેટલું એક બાદર અગ્નિ કાયનું શરીર છે, અસંખ્ય બાદર અગ્નિકાયનાં જેટલાં શરીરો થાય, તેટલું એક બાદર અપ્લાયનું શરીર છે અને અસંખ્ય બાદર અપ્લાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક બાદર પૃથિવીકાયનું શરીર છે.પૃથિવીકાયના શરીર કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ ! જેમકે કોઈ એક ચાર દિશાનાં સ્વામી ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી હોય, તે દાસી યુવાન, બલવાન, યુગવાન ઉંમર લાયક, નીરોગી-ઈત્યાદિ વર્ણન જાણવું, યાવતુ અત્યંત કલાકુશળ હોય, પરન્તુ “ચમેન્ટ, ધણ, અને મૌષ્ટિકાદિ વ્યાયામ ના સાધનોથી મજબૂત થયેલા શરીરવાળી’ એ વિશેષણ ન કહેવું. પૂવક્ત એવી એ દાસી ચૂર્ણ વાટવાની વજની કઠણ શિલા ઉપર વજમય કઠણ પાષાણવડે લાખના દડા જેટલા એક મોટા પ્રથિવીકાયના પિંડને લઈને તેને વારંવાર એકઠો કરી કરીને તેનો સંક્ષેપ કરી કરીને વાટે, યાવતુ“આ તુરતમાં વાટી નાખું છું એમ ધારી એકવીસ વાર પીસે, તો પણ હે ગૌતમ ! તેમાં કેટલાએક પૃથિવીકાયિકોને તે શિલા અને વાટવાના પાષાણનો માત્ર સ્પર્શ થાય છે અને કેટલાએકને સ્પર્શ પણ થતો નથી, કેટલાએકને સંધર્ષ થાય છે અને કેટલા એકને સંઘર્ષ પણ થતો નથી. કેટલાએકને પીડા થાય છે અને કેટલા એકને પીડા પણ થતો નથી, કેટલાએક મરે છે અને કેટલાએક મરતા પણ નથી, તથા કેટલાએક પીસાયછેઅને કેટલા એક પીસાતા પણ નથી.પૃથિવીકાયના શરીરની એટલી અવગાહની કહી છે. હે ભગવન્! જ્યારે પૃથિવીકાય દબાય ત્યારે તે કેવી પીડાનો અનુભવ કરે? હે ગૌતમ !જેમ કોઈ એક પુરુષ જુવાન, બલવાન, યાવતુ-અત્યન્તકળા કુશળ હોય, તે બીજા કોઈ ઘડપણથી જીર્ણ થયેલા શરીરવાળા યાવતુ-દુબળા ગ્લાન પુરુષના માથામાં પોતાના બન્ને હાથે મારે તો તે પુરુષના બન્ને હાથના મારથી ઘવાયેલો તે વૃદ્ધ પુરુષ કેવી પીડા અનુભવે? તે પૃથિવીકાય જ્યારે દબાય ત્યારે તે પુરુષની વેદના કરતાં પણ અનિષ્ટતર, અપ્રિય અને અણગમતી એવી ઘણી વેદના અનુભવે. હે ભગવન્! જ્યારે અખાયિક જીવનો સ્પર્શ થાય ત્યારે હે ગૌતમ ! જેમ પૃથિવીકાય સંબંધે કહ્યું તેમ અપ્લાય સંબંધે પણ કહેવું, એ પ્રમાણે અગ્નિકાય, વાયુકાય, અને વનસ્પિકાય સંબંધે પણ જાણવું. શતકઃ ૧૯-ઉદ્દેશો ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ]
(ઉદ્દેશકઃ૪). [૭૬૫]હે ભગવન્! નૈરયિકો મહાસવ મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આસવ વાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને થોડી નિર્જરાવાળા હોય? હે ગૌતમ ! હા હોય. હે ભગવન્! નૈરયિકો મોટા આસ્રવવાળા, મટી ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નરયિકો મોટા આસ્રવ વાળા, મોટી ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નરયિકો મહાઆસ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, મોટી વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org