________________
-
-
-
-
360
ભગવદ- ૧૮-૮૭૫૧ અને ન જુએ? કોઈ જાણે, પણ જુએ નહિ, અને કોઈ જાણે નહિ અને જુએ પણ નહિ.
હે ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય દ્વિપ્રદેશિક સ્કંધને જાણે અને જુએ કે ન જાણે અને ન જુએ ? પૂર્વ પ્રમાણે જાણવું યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધ સુધી કહેવું. શું છદ્મસ્થ મનુષ્ય અનંતપ્રદેશિક સ્કંધને જાણે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! કોઈ જાણે અને જુએ કોઈ જાણે પણ જુએ નહિ, કોઈ જાણે નહિ પણ જુએ અને કોઈ જાણે નહિ તેમ જુએ પણ નહિ. આઘોવધિક-મનુષ્ય પરમાણુમુદ્દલને જાણે-ઈત્યાદિ પ્રશ્ન. છાસ્થની જેમ અવધિજ્ઞા નીને પણ કહેવું. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે તે સમયે જુએ. અને જે સમયે જુએ તે સમયે જાણે ? એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે પરમાવધિજ્ઞાનીનું જ્ઞાન સાકાર અને દર્શન અનાકાર હોય છે, માટે. એ પ્રમાણે યાવતુઅનંતપ્રદેશિક સ્કંધ સુધી સમજવું. હે ભગવન્! કેવલજ્ઞાની પરમાણુપુલને જે સમયે જાણે તે સમયે જુએ-ઈત્યાદિ પ્રશ્ન જેમ પરમાવધિજ્ઞાનીને કહ્યું, તેમ કેવલજ્ઞાનીને પણ કહેવું. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે.' શતક ૧૮-ઉદેસ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદેશક:૯) [૭૫૨]રાજગૃહનગરમાં ભગવનું ગૌતમ યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! ભવ્યદ્રવ્યનૈરયિકો છે? હે ગૌતમ! હા છે, શા કારણથી? હે ગૌતમ! જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચી કે મનુષ્ય નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે ભવ્યદ્રવ્યનૈરયિક કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-નિતકુમારો’ સુધી જાણવું. હે ભગવન્! “ભવ્યદ્રવ્યપૃથિ વીકાયિકો' શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! જે કોઈ તિર્યંચ, મનુષ્ય કે દેવ પૃથિ વિકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે તે “ભવ્યદ્રવ્યપૃથિવીકાયિક' કહેવાય છે. એ પ્રમાણે “અપ્લાયિક’ અને ‘વનસ્પતિકાયિક જાણવા. અગ્નિકાય, વાયુકાય,દ્વીન્દ્રિય, ત્રીદ્રિય અને ચઉરિદ્રિય વિષે જે કોઈ તિર્યંચકે મનુષ્ય ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે ભવ્યદ્રવ્યઅગ્નિકાયાદિ કહેવાય છે. જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ કે પંચેન્દ્રિયતિચયોનિક પંચેન્દ્રિયતિર્યંતયોનિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે “ભવ્ય દ્રવ્યપંચેન્દ્રિયતિયતયોનિક' કહેવાય છે. એ પ્રમાણે મનુષ્યો સંબંધે પણ જાણવું. વાન
વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવનું ભવ્ય દ્રવ્ય નિરયિકની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ વર્ષની. ભવ્યદ્રવ્ય અસુરકુમારની સ્થિતિ જઘન્યથી અંત મેહતની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની. યાવતુ-સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવનું ! ભવ્યદ્રવ્યપૃથિવીકાયિ કની સ્થિતિ કેટલી જઘન્યથી અંતમૂહૂર્તની અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક બે સાગરોપમની. એ પ્રમાણે અષ્કાયિક સંબધે પણ જાણવું. ભવ્યદ્રવ્યઅગ્નિકાયિક અને ભવ્યદ્રવ્ય વાયુકાયિક સંબધે નૈરયિકની પેઠે સમજવું. વનસ્પતિકાયિક જે પૃથિવીકાયિક સમાન જાણવું. ભવ્ય દ્રવ્ય બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયની સ્થિતિ નૈરયિકની પેઠે જાણવી. વળી ભવ્યદ્રવ્યપંચેન્દ્રિયતિર્યંચયોનિકની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org