________________
શતક-૧૮, ઉદેસો-૭
૩૮૭. સય. પર્ષદા યાવતુ-પર્યાપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવત મહાવીર આવ્યાની આ વાત સાંભળી, હૃષ્ટ અને સંતુષ્ટ હદયવાળો થયેલો મુદ્રક શ્રમણોપાસક, સ્રાન કરી થાવતુ-શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળી પગે ચાલી રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને તે અન્યતીથિંકોની બહુ દૂર નહિ તેમ બહુ પાસે નહિ એવી રીતે જાય છે. ત્યારે તે અન્યતીર્થિકોએ તે મુદ્રક શ્રમણોપાસકને પોતાની પાસે થઈને જતો જોઈ. પરસ્પર એક બીજાને બોલાવી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર આપણને આ વાત અત્યંત વિદિત છે, અને આ મુદ્રક શ્રમણોપાસક આપણી પાસે થઈને જાય છે, તે દેવાનુપ્રિયો ! આપણે તે વાત મુદ્રક શ્રમણોપાસકને પૂછવી યોગ્ય છે' એમ વિચારી આ પ્રમાણે કહ્યું- હે મુદ્રક ! એ પ્રમાણે ખરેખર તારા ધમચાર્ય અને ધમોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરુપે છે-ઈત્યાદિ સાતમાં શતકના અન્યતીર્થક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. યાવતુ-હે મુદ્રક ! એમ એવી રીતે માની શકાય ? ત્યાર પછી તે મુદ્રક શ્રમણોપાસકે તે અન્યતીથિંકોને આ પ્રમાણે કહ્યું “જો કોઈ કાર્ય કરે તો આપણે તેને કાર્યદ્વારા જાણી શકીએ કે જોઈ શકીએ. પણ જો તે પોતાનું કાર્ય ન કરે તો આપણે તેને જાણી કે જોઈ શકતા પણ નથી. ત્યાર પછી તે અન્યતીર્થિકોએ કહ્યું- હે મુદ્રક! તું આ કેવો શ્રમણોપાસક છો કે જે તું આ વાત જાણતો નથી અને જોતો નથી.'?
ત્યારપછી તે મુદ્રકશ્રમણોપાસકે તે અન્યતીર્થિકોને કહયું. પવન વાય છે એ બરોબર છે? હા, બરોબર છે, તમે વાતા એવા પવનનું રુપ જુઓ છો ? ના, ગંધગુણ વાલા પુદ્દલો છે? હા, છે. તે ગંધગુણવાળા પુદ્દલોનું રુપ તમે જુઓ છો? એ અર્થ સમર્થ નથી-અરણિના કાષ્ઠ સાથે અગ્નિ છે ? હા, છે. તે અરણિના કાષ્ઠમાં રહેલા અગ્નિનું રુપ તમે જુઓ છો? ના, હે આયુષ્પનું! સમુદ્રના પેલે પાર રહેલાં રુપો છે? હા, છે. હે આયુષ્મનું! પોને તમે જુઓ છો ? ના, એ પ્રમાણે હું, તમે કે બીજો કોઈ છદ્મસ્થ, જેને ન જાણે કે ન દેખે તે બધું ન હોય તો ઘણાં લોકનો અભાવ થશે’-એમ કહીને તે મુદ્રકે તે અન્યતીર્થિકોનો પરાભવ કર્યો- એમ નિત્તર કરીને તે મુદ્રક શ્રમણોપાસકે જ્યાં ગુણસિલક ચૈત્ય છે અને જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવીને પાંચ પ્રકારના અભિગમ વડે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જઈને યાવતુ-પર્યાપાસના કરી. ત્યારબાદ હે મુદ્રક! એમ સંબોધી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું તેં તે અન્યતીર્થિકોને બરોબર કહ્યું, હે મુદ્રક ! તેં તે અન્યતીર્થિકોને એ પ્રમાણે ઠીક ઉત્તર આપ્યો, હે મુદ્રક ! જે કોઈ જાણ્યા, દેખ્યા કે સાંભળ્યા સિવાય જે કોઈ અદ્રષ્ટ, અમૃત, અસંમત કે અવિજ્ઞાત અર્થને, હેતુને, પ્રશ્ન કે ઉત્તરને ધણા માણસોની વચ્ચે કહે છે, જણાવે છે,યાવતુ-દશવિ છે, તે અહંતોની, અહિતે કહેલા ધર્મની, કેવલજ્ઞાની ની અને કેવલીએ કહેલા ધર્મની આશા તના કરે છે, જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે મુદ્રક શ્રમણોપાસકને એમ કહ્યું ત્યારે તે હૃષ્ટ અને સંતુષ્ટ થઈ યાવતુ-પર્યાપાસના કરી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે મુદ્રક શ્રમણોપાસક અને તે પર્ષદાને ધમકથા કહી, યાવતુ-તે પર્ષદા પાછી ગઈ. પછી તે મુદ્રક શ્રમણોપાસક યાવતુ-ધર્મોપદેશ સાંભળી હૃષ્ટ અને સંતુષ્ટ થઈ પ્રશ્નો પૂછ્યા, અર્થો જાણ્યા, અને ત્યાર બાદ ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી યાવતુ-તે પાછો ગયો. ગૌતમે કહ્યું કે ભગવન્! શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની પાસે યાવતુ-પ્રવ્રજ્યા લેવા સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી ઈત્યાદિ જેમ શંખ શ્રમણોપાસક સંબધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org