________________
શતક-૧૮, ઉદેસો-૫
૩૮૫ ષિકો અને વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. શતક ૧૮-ઉદેસોપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકાદ ) [૭૪]હે ભગવન્! ફાણિત-પ્રવાહી ગોળ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોયછે ? હે ગૌતમ! અહિં નૈયિક અને વ્યાવહારિક એ બે નયો વિવક્ષિત છે, વ્યાવ હારિકનયની અપેક્ષાએ ફાણિત ગોળ મધુર રસવાળો કહ્યો છે, અને નૈયિક નયની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળો છે. હે ભગવન્! ભ્રમર કેટલા વર્ણવાળો છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વ્યાવહારિકનયની દ્રષ્ટિથી ભ્રમર કાળો છે, અને નૈઋયિકનયની દ્રષ્ટિથી ભ્રમર પૂર્વવતુ છે. પોપટની પાંખ ઈત્યાદિ પ્રશ્ન વ્યાવહારિક નયની અપેક્ષાએ પોપટની પાંખ લીલી છે અને નૈઋયિક નયની અપેક્ષાએ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવી. એમ એ પાઠ વડે રાતી મજીઠી, પીળી હળદર, ધોળાશંખ, સુગંધીકુષ્ઠ, દુર્ગધીમડદુ, તિક્ત-કડવો લીમડો, કટુક-તીખી સુંઠ, તુરું કોઠું ખાટી આમલી, મધુરગળી ખાંડ, કર્કશવજ, મૃદુ-સુંવાળુંમાખણ, ભારેલોઢું. હળવું ઉલુકપત્ર, ઠંડોહિમ. ઉણઅગ્નિકાય, અને સ્નિગ્ધતેલ વિશે પણ જાણવું. હે ભગવન્! રાખ કેટલા વર્ણવાળી હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વ્યાવહારિક નયની અપેક્ષાએ રાખ લખી છે, નિશ્ચય નયની અપેક્ષાએ રાખ પૂર્વવત્ છે.
[૭૪૧]હે ભગવન્! પરમાણુપુદ્ગલ કેટલા વર્ણવાળો, યાવતુ-કેટલા સ્પર્શવાળો હોય છે? હે ગૌતમ ! એકવર્ણવાળો, અંકગંધવાળો, એકરસવાળો અને બે સ્પર્શવાળો હોય છે. હે ભગવન! ઢિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળો, કદાચ એક ગંધવાળો કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો કદાચ બે રસવાળો, અને કદાચ બે સ્પર્શવાળો, કદાચ ત્રણ સ્પર્શવાળો, અને કદાચ ચાર સ્પર્શવાળો પણ હોય છે. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવો, વિશેષ એ કે તે કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળો અને કદાચ ત્રણ વર્ણવાળો હોય, એમ રસસંબંધે પણ એ પ્રમાણે વાવતુ-ત્રણ રસવાળો હોય. બાકી બધું દ્વિપ્રદેશિક સ્કંધની પેઠે જાણવું. એમ ચતુuદેશિક સ્કંધ વિષે પણ જાણવું. વિશેષ એ કે, તે કદાચ એક વર્ણવાળો, વાવતુ-કદાચ ચાર વર્ણવાળો પણ હોય. રસ સંબંધે પણ એમ જ જાણવું. અને બાકી બધું પૂર્વોક્ત રીતે સમજવું. એ રીતે પંચપ્રદેશિક સ્કંધને વિષે પણ સમજવું. વિશેષ એ કે તે કદાચ એક વર્ણવાળો, યાવત-કદાચ પાંચ વર્ણવાળો પણ હોય, એ પ્રમાણે રસને વિષે પણ જાણવું. ગંધ અને સ્પર્શ પૂર્વવતુ જાણવા. જેમ પંચપ્રદેશિક સ્કંધ સંબંધે કહ્યું, તેમ યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધ સંબંધે પણ કહેવું. હે ભગવન્! સૂક્ષ્મપરિણામવાળો અનંતપ્રદશિક સ્કંધ કેટલા વર્ણવાળી હોય-ઈત્યાદિ પ્રશ્ન. પંચ પ્રદેશિકસ્કંધની પેઠે બધું કહેવું. હે ભગવન્! બાદર-સ્થૂળપરિણામવાળો અનંતપ્રદે શિક સ્કંધ, કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કદાચ એક વર્ણવાળો, યાવતુ-કદાચ પાંચ વર્ણવાળો, કદાચ એક ગંધવાળો, કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો, યાવતુ કદાચ પાંચ રસવાળો કદાચ ચાર સ્પર્શવાળો, યાવતુ કદાચ આઠ સ્પર્શવાળો પણ હોય.
| શતક:૧૮-ઉદેસોઃ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org