________________
૩૫૮
ભગવાઈ- ૧૬-/૨/૬૬૬ એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી કહેવું.
[૬૭]તે કાલે તે સમયે શક્ર, દેવેદ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર યાવતુ-સુખને ભોગવંતો વિહરે છે, અને પોતાના વિશાળ અવધિજ્ઞાન વડે આ સમસ્ત જંબૂઢીપને અવલોકતો શ્રમણ ભગવંત મહાવીરને જુએ છે. અહીં તૃતીય શતકમાં કહેલ ઈશાનેન્દ્રની વક્તવ્યતા પ્રમાણે શક્રની બધી વક્તવ્યતા કહેવી. વિશેષ એ છે કે આ શુક્ર આભિયોગિક દેવોને બોલાવતો નથી. એનો સેનાધિપતિ હરિનૈગમેથી દેવ છે. ઘંટા સુઘોષા છે, પાલક નામે દેવ વિમાનનો બનાવનાર છે, એનો નિકળવાનો માર્ગ ઉત્તર દિશાએ છે, દક્ષિણ પૂર્વમાં રતિકર પર્વત છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. શ્રમણ ભગવંત મહાવીરે ધર્મકથા કહી. યાવતુ-સભા પાછી ગઈ. ત્યારબાદ તે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મને સાંભલી, અવધારી હર્ષવાળો અને સંતોષવાલો થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો- હે ભગવનું અવગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે શક્ર પાંચ પ્રકારનો દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગૃહપતિઅવગ્રહ, સાગારિકાવગ્રહ અને સાધર્મિકાવગ્રહ. જે આ શ્રમણ નિર્ચન્હો આજકાલ વિચારે છે તેઓનું હું અવગ્રહની અનુજ્ઞા આપું છું. એમ કહી તે શક્ર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી તેજ દિવ્ય વિમાન ઉપર બેસી જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો. ગૌતમ બોલ્યા કે-હે ભગવનું. શક્ર દેવેન્દ્ર દેવરાજે જે આપને પૂર્વ પ્રમાણે તે અર્થ સત્ય છે? હા ગૌતમ! એ અર્થ સત્ય છે.
[૬૮]હે ભગવન ! શક્ર દેવેંદ્ર દેવરાજ શું સત્યવાદી છે કે મિથ્યાવાદી છે? હે ગૌતમી તે સત્યવાદી છે પણ મિથ્યાવાદી નથી. શક્ર દેવેન્દ્ર દેવરાજ સત્યભાષા બોલે છે, મૃષા ભાષા બોલે છે, સત્યપૃષ ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ! તે ચારે ભાષા બોલે. હે ભગવન્! શક્ર દેવેન્દ્ર દેવરાજ સાવદ્ય ભાષા બોલે કે નિરવદ્ય? હે ગૌતમ! બંને હે ભગવનું તેનું શું કારણ હે ગૌતમાં શક્ર દેવેદ્ર દેવરાજ જ્યારે સૂક્ષ્મ કાય-હસ્ત અથવા વસ્ત્ર વડે મુખ ઢાંક્યા વિના બોલે ત્યારે તે સાવધ ભાષા બોલે છે અને મુખ ઢાંકીને બોલે ત્યારે તે નિરવદ્ય ભાષા બોલે છે, હે ભગવનુ . શક્ર દેવેન્દ્ર દેવરાજ ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક છે, સમ્યગૃષ્ટિ છે, કે મિથ્યાવૃષ્ટિ છે ?) જેમ ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં સનસ્કુમાર માટે કહ્યું છે તેમ અહિં પણ જાણવું. અને તે યાવતુ-અચરમ નથી' એ પીઠ સુધી કહેવું.
[૬૯]હે ભગવન્! જીવોના કમ ચૈતન્યકત હોય છે કે અચેતન્યકત હોય છે? હે ગૌતમ જીવોની કમ ચૈતન્યકત હોય છે પણ અચૈતન્યકિત નથી હોતા. હે ભગવન્! તેનું શું કારણ છે ? અજીવો જ આહારરુપે, શરીરરુપે અને ક્લેવરરુપે ઉપચિત કરેલા પગલો તે તે રુપે પરિણમે છે, માટે અચૈતન્યકત કમ નથી. તથા દુસ્થાનરુપે, દુશધ્યારુપે અને દુનિષદ્યારુપે તે તે પુદગલો પરિણમે છે માટે અચેતન્યકત કર્યપુદગલો નથી. તથા તે આતંકપે પરિણમી જીવનના વધ માટે થાય છે, સંકલ્પરૂપે પરિણમી જીવને વધ માટે થાય છે અને મરણોતરુપે પરિણમી જીવના વધ માટે થાય છે માટે કર્મ પુદ્ગલો અચેતવકૃત નથી. એ પ્રમાણે નૈરયિકો યાવતુ-વૈમાનિકો સંબંધે જાણવું.
| શતક ૧૬, ઉદેસાકરનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org