________________
શતક-૧૪, ઉદ્દેસો-૪
૩૨૫
ઈત્યાદિ ભાવવાળા, અને અનેકરુપવાળા પરિણામરુપે પરિણત થયો હતો ? ત્યારપછી વેદવા લાયક જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જરા થયા બાદ જીવ એકભાવવાળો અને એકરુપ વાળો હતો ? હા, ગૌતમ! આ જીવ યાવત્-એક રુપવાળો હતો. એ પ્રમાણે શાશ્વત એવા વર્તમાનસમયસંબન્ધુ તથા અનન્ત અને શાશ્વત ભવિષ્યકાલ સંબન્ધે પણ જાણવું
[૬૯]હે ભગવન્ ! ૫૨માણુપુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત છે ? હે ગૌતમ! તે કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત્ છે. હે ભગવન્ ! આપ એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! દ્રવ્યાર્થરુપે તે પરમાણુપુદ્ગલ શાશ્વત છે, અન વરર્ણપર્યાયવડે યાવતુસ્પર્શપર્યાયવડે અશાશ્વત છે, માટે તે હેતુથી હે ગૌતમ! એમ કહ્યું છે
[૧૦]હે ભગવન્ ! શું પરમાણુપુદ્રલ ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી, પણ અચરમ છે, ક્ષેત્રાદેશથી કાલાદેશથી ભાવાદેશથી કથંચિત્ ચરમ અને કથંચિત્ અચરમ છે.
[૧૧]હે ભગવન્ ! પરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. જીવપરિણામ અને અજીવપરિણામ. એ પ્રમાણે અહીં (પ્રજ્ઞાપનાનું) પરિણામપદ સંપૂર્ણ કહેવું. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’
શતકઃ૧૪-ઉદ્દેસોઃઃ૪ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેસો-પ
[૧૨]હે ભગવન્ ! નારક અગ્નિકાયના મધ્યભાગમાં થઈને જાય ? હે ગૌતમ ! કોઈ એક ના૨ક જાય અને કોઈ એક નારક ન જાય. નૈયિકો બે પ્રકારના છે. વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, અને અવિગ્રહગતિસમાપત્ર- તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ નારક છે તે અગ્નિકાયના મધ્યમાં થઈને જાય. તે ત્યાં બળે ? આ અર્થ યથાર્થ નથી, કેમકે તેને અગ્નિ રુપ શસ્ત્ર અસર કરતું નથી. તેમાં જે અવિગ્રહગતિને પ્રાપ્ત થયેલ ના૨ક છે તે અગ્નિ કાયની મધ્યમાં થઈને જાય. હે ભગવન્ ! અસુરકુમારો અગ્નિકાયની વચ્ચે થઈને જાય ?હે ગૌતમ!-ઈત્યાદિ બધું ના૨કની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્-સ્તનિતકુમા૨ો સુધી જાણવું. એકેન્દ્રિયો સંબન્ધ નૈરયિકની પેઠે જાણવું.
હે ભગવન્ ! બેઈન્દ્રિય જીવો અગ્નિકાયની મધ્યમાં થઈને જાય ? જેમ અસુર કુમારો સંબન્ધે કહ્યું તેમ બેઈન્દ્રિય સંબન્ધુ કહેવું. પરન્તુ વિશેષ એ છે કે ‘જે બેઈન્દ્રિય અગ્નિ વચ્ચે થઈને જાય, તે ત્યાં બળે ? હા, તે ત્યાં બળે’-એમ કહેવું. યાવત્-ચઉરિન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચ્યોનિક જીવ અગ્નિની વચ્ચે થઈને જાય ?યાવત્ તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલાં પંચેન્દ્રિયતિર્યંચયોનિકો છે તે નૈયિકોની પેઠે જાણવા, યાવત્-તેને શસ્ત્ર અસર કરતું નથી.' જે પંચેન્દ્રિયતિર્યંચો અવિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે તે બે પ્રકારના કહ્યા છે, - ઋદ્ધિપ્રાપ્તઅને ઋદ્ધિને અપ્રાપ્ત તેમાં જે પંચેન્દ્રિય તિર્યંચો ઋદ્ધિને પ્રાપ્ત થયેલા છે, તેમાંથી કોઈ એક અગ્નિની વચ્ચે થઈને જાય અને કોઈ એક અગ્નિની વચ્ચે થઈને ન જાય છે. જે અગ્નિ વચ્ચે થઈને જાય છે તે ત્યાં બળે ? એ અર્થ સમર્થ-યથાર્થ નથી, કેમકે તેને શસ્ત્ર અસર કરતું નથી. તેમાં જે પંચેન્દ્રિયતિર્યંચો ઋદ્ધિને પ્રાપ્ત થયેલા નથી તેમાંથી કોઈ એક અગ્નિ વચ્ચે થઈને જાય અને કોઈ એક ન જાય. જે જાય તે બળે ? હા, બળે,એ પ્રમાણે મનુષ્ય સંબન્ધે પણ જાણવું. જેમ અસુરકુમારો સંબન્ધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org