________________
શતક-૧૩, ઉસો-૪
૩૧૧ અનન્તપ્રદેશોવડે. કેટલા અદ્ધાસમોવડે સ્પર્શ કરાયેલ હોય ? કદાચ સ્પર્શ કરાયેલ હોય, અને કદાચ સ્પર્શ ન કરાયેલ હોય, યાવતુ અનન્ત સમયોવડે સ્પર્શ કરાયેલ હોય. હે ભગવન્! પુદ્ગલિકાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાય? જઘન્યપદે તેજ અસંખ્યાતાને બમણા કરીએ અને બે રુપ અધિક કરીએ તેટલાઅને ઉત્કૃષ્ટપદે તેજ અસંખ્યાતાને પાંચ ગુણા કરીએ, અને બે અધિક કરીએ એટલા પ્રદેશોવડે સ્પર્શ કરાય. બાકી બધું જ જેમ સંખ્યાતા સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્પુદ્ગલિકાસ્તિકાયના અનન્ત પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાય? એ પ્રમાણે જેમ અસંખ્યાતા પ્રદેશ સંબધે કહ્યું તેમ અનન્તા પ્રદેશ માટે જાણવું.
હે ભગવન્! અદ્ધા-કાલનો એક સમય કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? સાત પ્રદેશોવડે. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે? કેટલા આકાશા સ્તિકાયના પ્રદેશોવડે? કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? અનન્તા. પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય. કેટલા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અનન્ત પ્રદેશોવડ. કેટલા અદ્ધાસમોવડે સ્પર્શ કરાયેલ હોય ? કદાચ સ્પર્શ કરાયેલ હોય અને કદાચ સ્પર્શ કરાયેલ ન હોય. જો સ્પર્શ કરાયેલ હોય તો અવશ્ય અનંત સમયોવડે સ્પર્શ કરાયેલ હોય. હે ભગવન ! અધમસ્તિકાય કેટલા ધમતિ કાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અસંખ્યાતા પ્રદેશોવડે.કેટલા અધમસ્તિકાય ના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? એક પણ પ્રદેશવડે સ્પર્શ કરાયેલ ન હોય. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણે એ પાઠ વડે સર્વે પણ સ્વસ્થાનકે એક પણ પ્રદેશવડે સ્પર્શ કરાયેલ નથી, પરસ્થાનકે આદિના ત્રણ સ્થાનકે-ધમસ્તિકાય, અધમાં સ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ સ્થળે અસંખ્યાતા પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય એમ કહેવું. અને પછીના ત્રણ સ્થળે “અનંત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય' એમ થાવત્ અદ્ધા સમય સુધી કહેવું. યાવત્ કેટલા અદ્ધા સમયોવડે સ્પર્શ કરાયેલ હોય? એક પણ સમયવડે સ્પર્શ કરાયેલ ન હોય.
[૫૮]હે ભગવનું ! જ્યાં ધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ-રહેલો હોય બીજા કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય છે? એક પણ પ્રદેશ અવગાઢ નથી. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ-રહેલા હોય હોય ? એક અધમસ્તિ- કાયનો પ્રદેશ. કેટલા આકાશસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય ? એક પ્રદેશ. કેટલા જીવાસ્તિકા થના પ્રદેશો અવગાઢ હોય? અનન્ત પ્રદેશો.કેટલા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? અનન્તા પ્રદેશો. કેટલા અદ્ધાસમયો અવગાઢ હોય? અદ્ધાસમયો કદાચ અવ ગાઢ હોય અને કદાચ અવગાઢ ન હોય, જે અવગાઢ હોય તો અનન્ત અદ્ધાસમયો અવ ગાઢ હોય. હે ભગવન્! જ્યાં અધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય ? એક પ્રદેશ અવગાઢ હોય. કેટલા અધમસ્તિ કાયના પ્રદેશે અવગાઢ હોય? એક પણ નથી. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમતિ કાયના પ્રદેશો અવગાઢ હોય ? કદાચ અવગાઢ હોય, અને કદાચ ન હોય. જો અવગાઢ હોય તો એક પ્રદેશ અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org