________________
૨૮૨
ભગવાઈ - ૧૨ - રપ૩૬ છે, યાવતુ-ધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું જાગેલાપણું સારું છે, જો એ જીવો જાગતા હોય તો તે ઘણા પ્રાણીઓના યાવતુ-સત્ત્વોના અદુઃખ માટે વાવતુ-અપ રિતાપ માટે વર્તે છે. વળી પોતાને, પરને અને બન્નેને ઘણી ધાર્મિક સંયોજના સાથે જોડ નારા થાય છે, તથા એ જીવો જાગતા હોય તો ધર્મજાગરિકાવડે પોતાને જાગૃત રાખે છે.
હે ભગવન્! સબલપણું સારું કે દુર્બલપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સબલપણું સારું અને કેટલાક જીવોનું દુર્બલપણું સારું. હે જયંતી! જે આ જીવો અધાર્મિક છે, અને યાવત્ અધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું દુર્બલપણું સારું, જો એ જીવો દુબલા હોય તો કોઈ જીવના દુઃખ માટે થતા નથી-ઇત્યાદિ અને “જાગતાની પેઠે સબલપણાની વક્તવ્યતા કહેવી, માટે એ જીવોનું બલવાનપણું સારું છે.
હે ભગવન્! દક્ષપણું-ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું? હે જયંતી! કેટલાક જીવોનું દક્ષપણું સારું અને કેટલાક જીવોનું આળસુપણું સારું. હે જયંતી ! જે આ જીવો અધાર્મિક યાવત્ વિહરે છે, એ જીવોનું આળસુપણું સારું છે. ઈત્યાદિ બધું “સૂતેલાની પેઠે કહેવું, તથા “જાગેલાની પેઠે દક્ષ-ઉધમી જાણવા, યાવત્ જોડનારા થાય છે. વળી એ જીવો દક્ષ હોય તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ ‘કુલ, ગણ, સંઘ, અને સાધમિકના ઘણા વૈયાવચ્ચ સાથે આત્માને જોડનારા થાય છે. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે ? હે જયંતી ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબધે કહ્યું તેમ અહીં પણ જાણવું, યાવતું તે સંસારમાં ભમે છે. એ પ્રમાણે ચક્ષઈન્દ્રિયને વશ થયેલા અને યાવતુ સ્પર્શેન્દ્રિય વશ થયેલા જીવ સંબન્ધ પણ જાણવું, ત્યારબાદ તે જયંતી શ્રણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ વાત સાંભળી, દયમાં અવધારી, હર્ષવાળી અને સંતુષ્ટ થઈ-ઇત્યાદિ બધું દેવાનંદાની પેઠે જાણવું. થાવત્ તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને સર્વદુઃખથી મુક્ત થઈ. તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. | શતક: ૧૨-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
(-ઉદ્દેશક૩:-) [૩૭] રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમે) વાવદ્ આ પ્રમાણે પૂછ્યું-હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! સાત. પ્રથમ, દ્વિતીયા યાવતુ-સપ્તમી. હે ભગવન! પ્રથમ પ્રથિવી કયા નામવાળી અને કયા ગોત્રવાળી કહી છે ? હે ગૌતમ ! પ્રથમ પૃથિવીનું નામ ધમ્મા' છે અને ગોત્ર રત્નપ્રભા છે-એ પ્રમાણે “જીવાભિગમ સૂત્રમાં પ્રથમ નૈરયિક ઉદ્દેશક કહ્યો છે તે બધો યાવદુ-અલ્પ- બહત્વ સુધી કહેવો. શતક: ૧૨- ઉદેસાઃ ૩નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(- ઉદ્દેશક૪:-) [૩૮] રાજગૃહ નગરમાં યાવદ્ આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! બે પરમાણુઓ એકરૂપે એકઠા થાય, પછી તેનું શું થાય? હે ગૌતમ! તેનો ઢિપ્રદેશિક સ્કંધ થાય, અને જો તેનો ભેદ થાય તો તેના બે વિભાગ થાય-એક તરફ એક પરમાણુપુદ્ગલ રહે અને બીજી તરફ એક (બીજો) પરમાણુપુદ્ગલ રહે. હે ભગવનું ! ત્રણ પરમાણુપુદ્ગલો એકરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org