________________
શતક-૧૨, ઉદેસી-૨
૨૮૧ જયંતી શ્રમણોપાસિકા હૃષ્ટ અને તુષ્ટ થઈ, અને જ્યાં મૃગાવતી દેવી છે ત્યાં આવી આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે નવમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવું, ત્યાર બાદ જેમ દેવાનંદાએ ઋષભદત્તના વચનનો સ્વીકાર કર્યો તેમ મૃગાવતી દેવીએ તે જયંતી શ્રમણોપાસિકાના વચનનો સ્વીકાર કર્યો, ત્યાર પછી તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! દેવવાળું, તરસહિત યાવતુ ધાર્મિક શ્રેષ્ઠ યાન જોડીને જલદી હાજર કરો,' યાવતુ-તે કૌટુંબિક પુરુષો યાવતુ હાજર કરે છે, ત્યાર બાદ તે મૃગાવતી દેવી તે જયંતી શ્રમણોપાસિકાની સાથે સ્નાન કરી, બલિકમપૂજા કરી, યાવતુશરીરને શણગારી ઘણી કુલ્ક દાસીઓ સાથે યાવત્ અંતઃપુરથી બહાર નીકળે છે, નીકળી જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે, અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ વાહન તૈયાર ઉભું છે, ત્યાં આવી ચાવતું તે વાહન ઉપર ચઢી. ત્યાર બાદ તે મૃગાવતી દેવી પોતાના પરિવાર યુક્ત ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે યાવતું શ્રેષ્ઠ વાહનથી નીચે ઉતરે છે. પછી જયંતી શ્રમણોપાસિકાની સાથે તે મૃગાવતી દેવી ઘણી કુન્જ દાસીઓના પરિવાર સહિત દેવાનંદાની પેઠે વાવ૬ વાંદી, નમી ઉદાયન રાજાને આગળ કરી ત્યાંજ રહીનેજ યાવત્ પર્ધપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીરે ઉદાયન રાજાને, મૃગાવતી દેવીને, જયંતી શ્રમણોપાસિકાને અને તે અત્યન્ત મોટી પરિષદને યાવત્ ધમોપદેશ કર્યો, યાવતુ પરિષદ પાછી ગઈ, ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ પાછા ગયા.
[૩૬] ત્યાર બાદ તે જયંતી શ્રમણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી હષ્ટ અને તુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલી કે- હે ભગવન્! જીવો શાથી ગુરુત્વ-ભારેપણું પામે ? હે જયંતી ! જીવો પ્રાણાતિપાતથી-જીવહિંસાથી યાવ૬ મિથ્યાદર્શનશલ્યથી, એ પ્રમાણે ખરેખર જીવો ભારેકર્મીપણું પ્રાપ્તકરે છે. એ પ્રમાણે જેમ પ્રથમ શતકમાં કહ્યું છે તેમ જાણવું, હે ભગવન્! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી છે ? હે જયંતી ! ભવ સિદ્ધિક જીવો સમભાવથી છે, પણ પરિણામથી નથી. હે ભગવન્! સર્વે ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે? હે જયંતી ! હા, થશે. હે ભગવન્! જો સર્વે ભવસિદ્ધિકો સિદ્ધ થશે તો આ લોક ભવસિદ્ધિક જીવો રહિત થશે? તે અર્થ યથાર્થ નથી, હે ભગવન્! એ પ્રમાણે તમે શા હેતુથી કહો છો ? હે જયંતી! જેમકે સવકાશની શ્રેણી હોય, તે અનાદિ, અનંત, બન્ને બાજુ પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક પરમાણુ યુદ્ગલમાત્રખંડો કાઢતાં કાઢતાં અનન્ત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી સુધી કાઢીએ તોપણ તે શ્રેણિ ખાલી થાય નહીં તે પ્રમાણે.
હે ભગવન્! સુતેલાપણું સારું કે જાગેલપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સૂતેલાપણું સારું, અને કેટલાક જીવોનું જાગેલાપણું સારું. હે ભગવન્! શા હેતુથી તમે એમ કહો છો ? હે જયંતી ! જે આ જીવો અધાર્મિક, અધર્મને અનુસરનારા જેને અધર્મ પ્રિય છે એવા, અધર્મ કહેનારા, અધર્મને જ જોનારા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનારા અને અધર્મથીજ આજીવિકાને કરતા વિહરે છે, એ જીવોનું સૂતેલાપણું સારું છે. જો એ જીવો સૂતેલા હોય તો બહુ પ્રાણોના, ભૂતોના, જીવોના તથા સત્ત્વોના દુઃખ માટે, શોક માટે, યાવતુ-પરિતાપ માટે થતા નથી. વળી પોતાને, બીજાને કે બન્નેને ઘણી અધાર્મિક સંયોજના વડે જોડનારા હોતા નથી, જે આ જીવો ધાર્મિક અને ધર્માનુસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org