________________
૨૭૪
ભગવઇ - ૧૧/-/૧૧/૫૨૨
અને ભોગવવાને પરિપૂર્ણ હતું. ત્યાર બાદ તે મહાબલ કુમાર દરેક સ્ત્રીને એક એક હિરણ્યકોટિ, એક એક સુવર્ણકોટ અને ઉત્તમ એક એક મુકુટ આપે છે. એ પ્રમાણે પૂર્વોક્ત સર્વ વસ્તુઓ એક એક આપે છે, યાવત્ એક એક પોષણ કરનારી દાસી તથા બીજું પણ ઘણું હિરણ્ય યાવદ્ વહેંચી આપે છે. ત્યાર પછી તે મહાબલ કુમાર ઉત્તમ પ્રાસાદમાં ઉપર બેસી જમાલિની પેઠે યાવત્ વિહરે છે.
[૫૨૩] તે કાલે તે સમયે વિમલનાથ તીર્થંકરના પ્રશિષ્ય ધર્મઘોષ અનગાર હતા, તે જાતિસંપન્ન હતા-ઇત્યાદિ વર્ણન કેશી સ્વામીની પેઠે જાણવું, યાવત્ તેઓ પાંચસો સાધુના પિરવારની સાથે અનુક્રમે એક ગામથી બીજે ગામ વિહાર કરતા જ્યાં હસ્તિનાગપુર નામે નગર છે, અને જ્યાં સહસ્રામ્રવન નામે ઉઘાન છે, ત્યાં આવે છે, આવીને યથા યોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવદ્ વિહરે છે, તે સમયે હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક -યાવત્ પરિષદ્ ઉપાસના કરે છે. ત્યાર બાદ તે મહાબલ કુમાર ઘણા માણસોના શબ્દને, સાંભળી એ પ્રમાણે યાવત્ જમાલિની પેઠે જાણવું, યાવત્ તે મહાબલ કુમાર કંચુકી પુરુષને બોલાવે છે, અને વિશેષ એ કે તે કંચુકી ધર્મઘોષ મુનિના આગમનનો નિશ્ચય જાણીને હાથ જોડીને યાવદ્ નીકળે છે. એ પ્રમાણે હે દેવાનુપ્રિય ! વિમલનાથ અરિહંતના પ્રશિષ્ય ધર્મધોષ નામે અનગાર અહીં આવ્યા છે-ઇત્યાદિ પૂર્વે પ્રમાણે જાણવું, યાવત્ તે મહાબલ કુમાર પણ ઉત્તમ રથમાં બેસીને વાંદવા નીકળે છે. ધર્મકથા કેશિસ્વામિની પેઠે જાણવી. મહાબલ કુમાર પણ તે પ્રમાણે માતાપિતાની રજા માગે છે, પરન્તુ તે ‘ધર્મઘોષ અનગારની પાસે દીક્ષા લઇ અગારથી અનગારિકપણું લેવાને ઇચ્છું છું” એમ કહે છેઇત્યાદિ યુક્તિ અને પ્રત્યુક્તિ તે પ્રમાણે જાણવી. યાવત્ માતાપિતાએ ઇચ્છા વિના તે મહાબલ કુમારને આ પ્રમાણે કહ્યું- ‘હે પુત્ર ! એક દિવસ પણ તારી રાજ્યલક્ષ્મીને જોવા અમે ઇચ્છીએ છીએ,' ત્યારે તે મહાબલ કુમાર માતાપિતાના વચનને અનુસરીને ચૂપ રહ્યો. પછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા-ઇત્યાદિ શિવભદ્રની પેઠે રાજ્યાભિષેક જાણવો, યાવત્ રાજ્યાભિષેક કર્યો, અને હાથ જોડીને મહાબલ કુમારને જય અને વિજયવડે વધાવી યાવદ્ આ પ્રમાણે કહ્યું-હે પુત્ર ! કહે કે તને શું દઇએ, તને શું આપીએ,' ઇત્યાદિ બાકીનું બધું જમાલિની પેઠે જાણવું; યાવત્ ત્યાર પછી તે મહાબલ અનગાર ધર્મઘોષ અનગારની પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વોને ભણે છે, ભણીને ઘણા ચતુર્થ ભક્ત, યાવદ્ વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરીને સંપૂર્ણ બાર વર્ષ શ્રમણ પર્યાયને પાળે છે, પાળીને માસિક સંલેખનાવડે નિરાહારપણે સાઠ ભક્તોને વીતાવી, આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઇ મરણ સમયે કાલ કરી ઊર્ધ્વ લોકમાં ચંદ્ર અને સૂર્યની ઉપર બહુ દૂર અંબડની પેઠે યાવત્ બ્રહ્મલોક કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દસ સાગરોપમની કહેલી છે. તેમાં મહાબલ દેવની પણ દસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. હે સુદર્શન ! તું તે બ્રહ્મલોક કલ્પમાં દસ સાગરોપમ સુધી દિવ્ય અને ભોગ્ય એવા ભોગોને ભોગવી તે દેવલોકથી આયુષનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થયા પછી તુરતજ ચ્યવી અહીંજ વાણિજ્યગ્રામ નામના નગરમાં શ્રેષ્ઠિના કુલમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે.
[૫૨૪] ત્યાર બાદ હે સુદર્શન ! બાલપણાને વીતાવી વિજ્ઞ અને મોટો થઇ, યૌવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org