________________
શતક-૧૧, ઉદેસો-૧૧
૨૭૩ ત્યાર પછી તે મહાબલ કુમારના માતા પિતા એવા પ્રકારનું આ પ્રીતિદાન આપે છે, આઠ કોટિ હિરણ્ય, આઠ ક્રોડ સોનૈયા, મુકુટોમાં ઉત્તમ એવા આઠ મુકુટ, કુંડલયુગ લમાં ઉત્તમ એવી આઠ કંડલની જોડી, હારોમાં ઉત્તમ એવા આઠ હાર, આઠ અર્ધહાર, આઠ એકસરા હાર, એજ પ્રમાણે મુક્તાવલીઓ, કનકાવલીઓ અને રત્નાવલીઓ જાણવી; કડા યુગલમાં ઉત્તમ એવા આઠ કડાની જોડી, એ પ્રમાણે તુડિય-બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડી, આઠસૂતરાઉ વસ્ત્રની જોડીઓ, એ પ્રમાણે ટસરની જોડીઓ, પટ્ટયુગલો, દુકૂલયુગલો, આઠ શ્રી, આઠ લી, એ પ્રમાણે ધી, કીર્તિ, બુદ્ધિ, અને લક્ષ્મી દેવીઓની પ્રતિમા જાણવી. આઠ નંદો, આઠ ભદ્રો, તાડમાં ઉત્તમ એવા આઠ તાલવૃક્ષ-એ સર્વરત્નમય જાણવા. પોતાના ભવનના કેતુ-ચિહ્નરૂપ એવા આઠ ધ્વજો. દસ હજાર ગાયોનું એક વ્રજ-ગોકુલ થાય છે, તેવા આઠ ગોકુલો, બત્રીશ માણસોથી ભજવી શકાય એવા આઠ નાટકો,એવા આઠ ઘોડા, આ બધું રત્નમય જાણવું. ભાંડા ગાર સમાન એવા આઠ રત્નમ હાથીઓ, સર્વરત્નમય એવા આઠયાનો, ઉત્તમ આઠ યુગ્યોએ પ્રમાણે શિબિકા, અદૃમાનિકા એ પ્રમાણે ગિલ્લી, થિલ્લિઓ, આઠવિકટ યાનો, આઠ પારિયાનિક રથો, સંગ્રામને યોગ્ય એવા આઠ રથો, આઠઅશ્વ, આઠ હાથીઓ, આઠ ગામો જેમાં દસ હજાર કુલો રહે તે એક ગામ કહેવાય છે.
દારોમાં ઉત્તમ એવા આઠ દાયો, એજ પ્રમાણે દાસીઓ એ પ્રમાણે કિંકરો, એ પ્રમાણે કંચુકિઓ, એ પ્રમાણે વર્ષધરો,એ પ્રમાણે મહત્તરકો આઠ સોનાના, આઠ રૂપાના તથા આઠ સોના-રૂપાના અવલંબન દીપો એવાજ ઉત્કંચનદીપો એ પ્રમાણે ત્રણે જાતના પંજરદીપો થાળો, પાત્રીઓ, એ પ્રમાણે ત્રણે જાતના આઠ સ્થાસકો તાસકો, આઠ મલ્લકો, આઠ તલિકા, આઠ કલાચિકા, આઠ તાવેથાઓ, આઠ તવીઓ, આઠ પાદપીઠ, આઠ ભિસિકા,આઠ કરોટિકા, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા,આઠ હંસાસનો, - આઠ કૌંચાસનો, એ પ્રમાણે ગરુડાસનો, ઉંચા આસનો, નીચાઆસનો દીધસિનો,
ભદ્રાસનો, પક્ષાસનો, મકરાસનો, આઠ પદ્માસનો, આઠ દિખસ્તિકાસનો, આઠ તેલના ડાબડા-ઇત્યાદિ બધું રાજકશ્રીય સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવદ્ આઠ સરસવના ડાબડા, આઠ કુન્જ દાસીઓ-ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવતુ આઠ પારસિક દેશની દાસીઓ, આઠ છત્રો, આઠ છત્ર ધરનારી દાસીઓ, આઠ ચામરો, આઠ ચામર ધરનારી દાસીઓ, આઠ પંખા, આઠ પંખા વીંજનારી દાસીઓ, આઠ કરોટિકા-તાંબૂલના કરંડિયા-ને ધારણ કરનારી દાસીઓ, આઠ ક્ષીરધાત્રી, યાવ૬ આઠ અંકધાત્રીઓ આઠ અંગમર્દિકાઓ, આઠ ઉમર્દિકાઓ, આઠ સ્નાન કરાવનારી દાસીઓ, આઠ અલંકાર પહેરાવનારીઓ, આઠ ચંદન ઘસનારીઓ, આઠ તાંબૂલ ચૂર્ણ પીસનારીઓ, આઠ કોષ્ઠાગારનું રક્ષણ કરનારી, આઠ પરિહાસ કરનારી, આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારીઓ, આઠ સાથે જનારી દાસીઓ, આઠ રસોઇ કરનારી, આઠ ભાંડાગારનું રક્ષણ કરનારી, આઠ માલણો, આઠ “પુષ્પ ધારણ કરનારી, આઠ પાણી લાવનારી આઠ બલિ કરનારી, આઠ પથારી તૈયાર કરનારી, આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીઓ, આઠ માલા કરનારીઓ, આઠ પેષણ કરનારી, અને એ સિવાય બીજું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસું, વસ્ત્ર તથા વિપુલ ધન કનક, યાવત્ વિદ્યમાન સારભૂત ધન આપ્યું. જે સાત પેઢી સુધી ઈચ્છાપૂર્વક આપવા
18]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org