________________
૨૫૨
ભગવઇ - ૧૦/- ૫૪૮૯
ભુજગવતી, મહાકચ્છા અને સ્ફુટા. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે મહાકાર્યન્દ્ર સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! ગીતરતીન્દ્રને કેટલી પટ્ટરાણીઓ હોય છે ? હે આર્ય ! ચાર. -સુઘોષ, વિમલા, સુસ્વરા અને સરસ્વતી. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ગીતયશ ઇન્દ્ર સંબન્ધે - પણ સમજવું. આ સર્વ ઇન્દ્રોને બાકીનુંસર્વ કાલેન્દ્રની પેઠે જાણવું; પરન્તુ વિશેષ એ છે કે, રાજધાનીઓ અને સિંહાસનો ઇન્દ્રના સમાન નામે જાણવાં, બાકી સર્વ પૂર્વની પેઠે જાણવું. હે ભગવન્ ! જ્યોતિષ્કના ઇન્દ્ર અને જ્યોતિષ્કના રાજા ચન્દ્રને કેટલી પટ્ટરાણી ઓ કહી છે ? હે આર્ય ! ચાર -ચન્દ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી અને પ્રભંકરાઇત્યાદિજેમ જીવાભિગમસૂત્રમાં જ્યોતિષ્કના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. સૂર્યસં બન્ધે પણ બધું તેમજ જાણવું. સૂર્યને ચાર પટ્ટરાણીઓ છે, સૂર્યપ્રભા, આંતપાભા, આર્ચિમલી અને પ્રભંકરા-ઇત્યાદિ સર્વ પૂર્વોક્ત કહેવું, યાવત્ તેઓ પોતાની રાજધાની માં સિંહાસનને વિષે મૈથુનનિમિત્તે ભોગો ભોગવી શકતા નથી. હે ભગવન્ ! અંગાર નામના મહાગ્રહને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! ચાર.વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચન્દ્રની પેઠે જાણવું પરન્તુ વિશેષ એ છે કે, અંગારાવતંસકનામના વિમાનમાં અને અંગારક નામના સિંહા સનને વિષે યાવત્ મૈથુનમિત્તે ભોગો ભોગવતા નથી. તથા એ પ્રમાણે યાવત્ વ્યાલ નામે ગ્રહસંબન્ધે પણ જાણવું. એમ અઠ્યાશી મહાગ્રહો માટે યાવત્ ભાવકેતુ ગ્રહ સુધી કહેવું. પરન્તુ વિશેષ એ છે કે, અવતંસકો અને સિંહાસનો ઇન્દ્રના સમાન નામે જાણવાં. હે ભગવન્ ! દેવના ઇન્દ્ર દેવના રાજા શક્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! આઠ. પદ્મા, શિવા, શ્રેયા, અંજુ અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. તેમાંની એક એક દેવીનો સોળ સોળ હજાર દેવીઓનો પરિવાર હોય છે. તેમાંની એક એક દેવી બીજી સોળ સોળ હજાર દેવીઓના પરિવારને વિકુર્તી શકે છે. એ પ્રમાણે પૂર્વાપર મળીને એક લાખ અને અઠ્યાવીશ હજાર દેવીઓના પરિવારને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે ત્રુટિક (દૈવીઓનો સમૂહ) કહ્યો.
-
હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મ દેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં સુધર્મસભાને વિષે અને શક્ર નામે સિંહાસનમાં બેસી તે ત્રુટિક સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? હે આર્ય ! બાકી સર્વ ચમરેન્દ્રની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે તેનો પરિવાર તૃતીયશતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના (લોકપાલ) સોમ નામે મહારાજને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હૈ આર્ય ! ચાર. -રોહિણી, મદના, ચિત્રા અને સોમા, તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે ચમરેન્દ્રના લોકપાલોની પેઠે જાણવો, પરન્તુ વિશેષ એ છે કે સ્વયંપ્રભ નામે વિમાનમાં, સુધર્મા સભામાં અને સોમ નામના સિંહાસનમાં બેસીને મૈથુનનમિત્તે દેવીઓની સાથે. ભોગ ભોગવવા સમર્થ નથી-એ પ્રમાણે યાવદ્ વૈશ્રમણ સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છેકે તેમના વિમાનો તૃતીયશતકમાં કહ્યા પ્રમાણે કહેવાં. હે ભગવન્ ! ઈશાનેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! આઠ. -કૃષ્ણા, કૃષ્ણરાજિ, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું શક્રની પેઠે જાણવું. હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના (લોકપાલ) સોમ નામે મહારાજને કેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org