________________
શતક-૯, ઉદેસી-૩૩
૨૩૩ ત્વચાવાળી, સમાન ઉમરવાળી, સમાન લાવણ્ય, રૂપ અને યૌવનગુણથી યુક્ત છે; વળી તે સમાન કુલથી આણેલી, કલામાં કુશલ, સર્વકાલ લાલિત અને સુખને યોગ્ય છે; તે માદવગુણથી યુક્ત, નિપુણ, વિનયોપચારમાં પંડિત અને વિચક્ષણ છે; સુંદર મિત, અને મધુર બોલવામાં, તેમજ હાસ્ય, વિપ્રેક્ષિત, ગતિ, વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે. ઉત્તમ કુલ અને શીલથી સુશોભિત છે; વિશુદ્ધ કુલરૂપ વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ યૌવનાવાળી છે; મનને અનુકૂળ અને ર્દયને ઇષ્ટ છે; વળી ગુણો વડે પ્રિય અને ઉત્તમ છે, તેમજ હમેશાં ભાવમાં અનુરક્ત અને સર્વ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર ! તું સ્ત્રીઓ સાથે મનુષ્યસંબધી વિશાલ કામભોગોને ભોગવ અને ત્યારપછી ભુક્તભોગી થઈ વિષયની ઉત્સુકતા દૂર થાય ત્યારે અમારા કાલગત થયા પછી યાવતુ તું દીક્ષા લેજે.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતા પિતાને કહ્યું - હે માતાપિતા ! હમણા તમે જે મને કહ્યું કે-હે પુત્ર તારે વિશાલ કુલમાં યાવત્ તું દીક્ષા લેજે, તે ઠીક છે. પણ એ પ્રમાણે ખરેખર મનુષ્યસંબધી કામભોગો અશુચી અને અશાશ્વત છે; વાત, પિત્ત, પ્લેખ, વીર્ય અને લોહીને ઝરવાવાળા છે; વિષ્ઠા, મૂત્ર, ગ્લેખ, નાસિકાનો મેલ, વમન, પિત્ત, પર, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલાં છે, વળી તે અમનોજ્ઞ, ખરાબ મૂત્ર અને દુર્ગન્ધી વિષ્ઠાથી ભરપુર છે; મૃતકના જેવી ગંધવાળા ઉચ્છવાસથી અને અશુભ નિઃશ્વા- સથી ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, બીભત્સ, અલ્પકાળસ્થાયી, હલકા, ને કલમલ- ના
સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ અને સર્વ મનુષ્યોને સાધારણ છે, શારીરિક અને માનસિક અત્યંત દુઃખવડે સાધ્ય છે; અજ્ઞાન જાથી સેવાએલા છે, સાધુપુરુષોથી હમેશાં નિંદનીય છે; અનંતસંસારની વૃદ્ધિ કરનારા છે, પરિણામે કટુકફળવાળા છે, બળતા ઘાસના પૂળાની પેઠે ન મુકી શકાય તેવા દુઃખાનુબંધી અને મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. વળી તે માતા-પિતા ! તે કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? માટે હે માતાપિતા! હું યાવતુ દીક્ષા લેવાને ઇચ્છું છું.’
ત્યારપછી જમાલી ને તેના માતા-પિતાએ કહ્યું કે હે પુત્ર! (પિતામહ), પ્રપિતામહ પ્રપિતામહ- થકી આવેલું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન, કનક યાવતું સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, અને તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવા ભોગવવાને અને વહેંચવા માટે પૂરતું છે. માટે હે પુત્ર ! મનુષ્યસંબન્ધી વિપુલ ઋદ્ધિ અને સન્માનને ભોગવ, અને ત્યારપછી સુખનો અનુભવ કરી, અને કુલવંશને વધારી યાવતું તું દીક્ષા લેજે.' ત્યાર બાદ જમાલિ પોતાના માતા-પિતાને કહ્યું કે-હે માતા-પિતા! તમે
જે એ પ્રમાણે કહ્યું કે, “હે પુત્ર! આ હિરણ્યાદિ દ્રવ્ય યાવતુ આવેલું છે, ઈત્યાદિ યાવતું તું દિક્ષા લેજે. એ ઠીક છે, પણ એ પ્રમાણે ખરેખર તે હિરણ્ય, સુવર્ણ, યાવતું સર્વ સારભૂત દ્રવ્ય અગ્નિને સાધારણ છે, ચોરને, રાજાને, મૃત્યુને,અને ને દયાદ સાધારણ છે, અગ્નિને સામાન્ય છે, યાવતુ દારયાદને સામાન્ય છે. વળી તે અધુવ, અનિત્ય, અને અશાશ્વત છે. પહેલાં કે પછી તે અવશ્ય છોડવાનું છે, તે કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? ઇત્યાદિ યાવતુ હું પ્રવજ્યા લેવાને ઇચ્છું છું.”
જ્યારે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા પિતા વિષયને અનુકૂલ એવી ઘણી યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞપ્તિઓથી કહેવાને, જણાવવાને, સમજા - વવાને, વિનવવાને સમર્થ ન થયા ત્યારે તેઓ વિષયને પ્રતિકૂલ, અને સંયમને વિષે ભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org