________________
૨૨૮
ભગવાઈ-૯-૩૩/૪૬૦ બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરના મધ્યભાગમાંથી નિકળે છે. જે સ્થળે બહુ શાલક ચૈત્ય છે ત્યાં આવે છે. ત્યાં આવી તીર્થંકરના છત્રાદિક અતિશયોને જુએ છે, જોઈને ધાર્મિક શ્રેષ્ઠ રથને ઉભો રાખે છે. નીચે ઉતરે છે. ઉતરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે. તે આ પ્રમાણે “સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો'- ઈત્યાદિ પૂર્વવત્ યાવતું ત્રણ પ્રકારની ઉપાસનાવડે ઉપાસે છે.
[૪૬૧] તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક વાનપ્રવરથી નીચે ઉતરે છે. ઉતરીને ઘણી મુજદાસીઓના યાવતું માન્ય પુરુષના સમુહથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે. તે આ પ્રમાણે- સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. અચિત દ્રવ્યનો ત્યાગ નહિ કરવો, વિનયથી શરીરને અનવત કરવું, ભગવંતને ચક્ષથી જોતાં અંજલિ કરવી. અને મનની એકાગ્રતા કરવી. ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે, નમે છે. ઋષભદત્તબ્રાહ્મણને આગળ કરી પોતાના પરિવારસહિત ઉભી રહીને શુશ્રષા કરતી, નમતી અભિમુખ રહીને હાથ જોડી યાવતુ ઉપાસના કરે છે.
ત્યારબાદ તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચઢ્યો-તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેના લોચનો આનંદાશ્રુથી ભિનાં થયાં, તેની હર્ષથી એકદમ ફુલતી ભુજાઓને તેના કડાઓએ રોકી, તેનો કંચક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસિત થયેલા કદંબપુષ્પની પેઠે તેના રોમકૂપ ઉભાં થયા, અને તે શ્રમણ ભગવંત મહાવીરને અનિમિષ. દ્રષ્ટિથી જોતી જોતી ઉભી રહી. ત્યારે ભગવનું ! એમ કહી ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ વછૂટી ઇત્યાદિ પૂર્વે કહ્યા અને દેવાનુપ્રિય તરફ અનિમિષ નજરે જોતી જોતી કેમ ઉભી છે ? “હે ગૌતમ !' એમ કહી શ્રમણભગવાન મહાવીર ભગવંતગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! આ દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે, હું દેવાનંદા બ્રાહ્મણીને પુત્ર છું. માટે તે દેવાનંદા બ્રાહ્મણીને પૂર્વના પુત્રનેહાનુરાગથી પાનો ચઢ્યો, યાવતુ જોતી ઉભી છે.
૪૨]ત્યારબાદશ્રમણભગવનમહાવીરે ઋષભદત્તબ્રાહ્મણ,દેવાનંદા બ્રાહ્મણી અને અત્યંત મોટી ઋષિપર્ષદને ધર્મ કહ્યો. યાવતુ પર્ષદ પાછી ગઈ. પછી તે ઋષભદત્ત, બ્રાહ્મણ શ્રમણભગવંતમહાવીરની પાસે ધર્મને સાંભળી, દ્ધયમાં ધારણ કરી ખુશ થયો, તુષ્ટ થયો અને તેણે ઉભા થઈને શ્રમણભગવંતમહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, થાવત્ નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તે એ પ્રમાણે છે, ઈત્યાદિ સ્કંદક તાપસના પ્રકરણમાં કહ્યા પ્રમાણે યાવત્ “જે તમે કહો છો તે એમજ છે પછી તે ઈશાન દિશા તરફ જાય છે, ત્યાં જઈને પોતાની મેળે આભરણ, માલા અને અલંકારને ઉતારે છે, ઉતારીને પોતાની મેળે પંચમુષ્ટિક લોચ કરે છે. લોચ કરીને જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવે છે, ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવતુ નમી તેણે આ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! જરા અને મરણથી આ લોક ચોતરફ પ્રજ્વલિત થયેલો છે, હે ભગવન્! આ લોક અત્યન્ત પ્રજ્વલિત થયેલો છે, એ પ્રમાણે ક્રમથી સ્કંદકતાપસની પેઠે તેણે પ્રવ્રજ્યા લીધી, યાવતું સામાયિકાદિ અગીયાર અંગોનું અધ્યયન કરે છે, યાવદ્ ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ અને દશમ યાવદૂ વિચિત્ર તપકર્મ વડે આત્માને ભાવિત કરતો તે વરસ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org