________________
શતક-૯, ઉદેસો-૩૩
૨૨૭. કહેવું? માટે હે દેવાનુપ્રિયે ! આપણે જઇએ અને શ્રમણભગવંતમહાવીરને વન્દન-નમન કરીએ, યાવતુ તેમની પર્યાપાસના કરીએ. એ આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ, સંગતતા, નિઃશ્રેયસ અને શુભ અનુબંધને માટે થશે. જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બ્રાહમણીને એ પ્રમાણે કહ્યું ત્યારે તે ખુશ થઇ, અને યાવત્ ઉલ્લસિતદ્દયવાળી થઈને પોતાના કરતલને યાવતું મસ્તકે અંજલિરૂપે કરી ઋષભદત્ત બ્રાહ્મણના એ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે.
ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ પોતાના કૌટુંબિક પુરુષોના બોલાવે છે, બોલાવીને તેઓને તેણે આ પ્રમાણે કહ્યું કે-હે દેવાનુપ્રિયો ! જલદી ચાલવાળા, પ્રશસ્ત અને સદ્દશરૂપવાળા, સમાન ખરી અને પુચ્છવાળા, સમાન ઉગેલ સિંગડાવાળા, સોનાના કલાપ-થી યુક્ત, ચાલવામાંઉત્તમ રૂપાની ઘંટડીઓથી યુક્ત, સુવર્ણમય સુતરની નાથવડે બાંધેલા, નીલકમળના શિરપેચવાળા બે ઉત્તમ યુવાન બળદોથી યુક્ત; અનેક પ્રકારની મણિમય ઘંટડીઓના સમૂહથી વ્યાપ્ત, ઉત્તમકાષ્ઠમય ઘોંસરું અને જોતરની બે દોરીઓ ઉત્તમ રીતે જેમાં ગોઠવેલી છે એવા પ્રવરલક્ષણયુક્ત, ધાર્મિક, શ્રેષ્ઠ યાન-રથને તૈયાર કરી હાજર કરો અને આ મારી આજ્ઞા પાછી આપો. જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે તે કૌટુંબિક પુરુષોને એમ કહ્યું ત્યારે તેઓએ ખુશ થઈ યાવદ્ આનંદિતદ્દયવાળા થઈ, મસ્તકે કરતલને જોડી એમ કહ્યું કે- “હે સ્વામિનુ ! એ પ્રમાણે આપની આજ્ઞા માન્ય છે.' એમ કહી વિનયપૂર્વક વચનને સ્વીકારી જલદી ચાલવાવાળા બે બળદોથી જોડેલા, યાવતુ ધાર્મિક અને પ્રવર યાનને શીધ્ર હાજર કરીને યાવતું આજ્ઞાને પાછી આપે છે.
ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરી યાવતુ અલ્પ અને મહામૂલ્યવાળાં આભરણોથી પોતાના શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળે છે. જે ઠેકાણે બહારની ઉપસ્થાન શાલા છે, જ્યાં ધાર્મિક યાનપ્રવર છે ત્યાં આવીને તે રથ ઉપર ચઢે છે. ત્યારબાદ તે દેવાનંદા બ્રાહ્મણી અંદર અંતઃપુરમાં સ્નાન કરી, બલિકર્મ-પૂજા કરી, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત કરી, પગમાં પહેરેલા સુંદર નૂપુર. મણિનો કંદોરો, હાર, પહેરેલાં ઉચિત કડાં, વીંટીઓ, વિચિત્રમણિમય એકાવલી હાર. કંઠસૂત્ર, છાતીમાં રહેલા રૈવેયક કટીસૂત્ર, અને વિચિત્રમણિ તથા રત્નોના આભૂષણથી શરીરને સુશોભિત કરી, ઉત્તમ ચીનાંશુક વસ્ત્ર પહેરી, ઉપર સુકુમાલ રેશમી વસ્ત્રને ઓઢી, બધી ઋતુના સુગંધી પુષ્પોથી પોતાના કેશને ગુંથી, કપાળમાં ચંદન લગાવી, ઉત્તમ આભૂષણથી શરીરને શણગારી, કાલાગરના ધૂપવડે સુગંધિત થઈ, લક્ષ્મીસમાનવેશવળી, થાવત્ અલ્પ અને બહુમૂલ્યવાળાં આભરણોથી શરીરને અલંકૃત કરી, ઘણી કુ દાસી
ઓ, ચિલાદેશની દાસીઓ, યાવતુ અનેક દેશ વિદેશથી આવીને એકઠી થયેલી, પોતાના દેશના પહેરવેશ જેવા વેશને ધારણ કરનારી, આકૃતિવડે-ચિત્તિત અને ઈષ્ટ અર્થને જાણનારી, કુશલ અને વિનયવાળી દાસીઓના પરિવારસહિત, તેમજ પોતાના દેશની દાસીઓ, ખોજાઓ, વૃદ્ધ કંકિઓ અને માન્ય પુરષોના વૃન્દ સાથે તે દેવાનંદા પોતાના અંતઃપુરથી નિકળે છે. નિકળીને જ્યાં બહારની ઉપસ્થાન શાળ છે અને જ્યાં ધાર્મિક યાન પ્રવર ઉભો છે ત્યાં આવે છે.
આવીને યાવતુ તે ધાર્મિક ઉત્તમ રથ ઉપર ચઢે છે. ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ સાથે ધાર્મિક અને શ્રેષ્ઠ યાન ઉપર ચઢીને પોતાના પરિવારની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org